GSTV
Gujarat Government Advertisement

ઓ હ બાપરે/ રાજ્યમાં જીવલેણ કોરોના વાયરસનો કહેર યથાવત, સુરતમાં પરિસ્થિતિ વધુ ભયાનક: કલમ 144 લાગું

Last Updated on March 30, 2021 by

ભારતમાં કોરોનાની મહામારીએ હાહાકાર મચાવ્યો છે. બીજી તરફ ગુજરાતમાં યોજાયેલી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અને નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં યોજાયેલી મેચ બાદ કોરોનાનો કહેર સતત વધતો જઇ રહ્યો છે. એમાંય રાજ્યમાં સૌથી વધારે ખરાબ પરિસ્થિતિ સુરત અને અમદાવાદમાં જોવા મળી રહી છે. ઉલ્લેખનીય છે કે કોરોનાના કેસોની રફતાર ધીમે ધીમે આગળ વધી રહી છે. સુરતીલાલાઓ ચેતી જજો કોરોનાની આ લહેર છે સૌથી વધુ ખતરનાક, પરિસ્થિતિ વધુ ખરાબ બની રહી છે.

કોરોનાની આ લહેર છે સૌથી વધુ ખતરનાક

રાજ્યમાં સૌથી વધારે ખરાબ પરિસ્થિતિ સુરત અને અમદાવાદમાં

રાજ્યમાં કોરોનાના સૌથી વધુ કેસ અમદાવાદમાં નોંધાયા છે જ્યારે સુરત, વડોદરા બીજા સ્થાને છે. ત્યારે તાજેતરમાં જ સુરતમાં કોરોનાની વર્તમાન પરિસ્થિતિને જોતા શહેરમાં શાંતિ તેમજ કાયદા વ્યવસ્થાની સ્થિતિ જળવાઇ રહે તેમજ કોરોનાનું સંક્રમણ પણ વધે નહીં તે માટે શહેરના પોલિસ કમિશનરે જાહેરનામું પ્રસિદ્ધ કર્યું છે.

શહેરના પોલિસ કમિશનરે જાહેરનામું પ્રસિદ્ધ કર્યું

શહેર પોલીસ કમિશનરે પોલિસ કમિશનરે  4 કરતા વધારે વ્યક્તિઓ ભેગાં થવા પર, જાહેરમાં કોઇ સભા ભરવા પર તેમજ સરઘસ કાઢવા પર તારીખ 30 માર્ચથી 13 એપ્રિલ સુધી પ્રતિબંધ લગાવી દેવાયો છે. જેમાં અપવાદ તરીકે સરકારી અને અર્ધસરકારી ફરજ સાથે સંકળાયેલા લોકો તેમજ સ્મશાનયાત્રા અને લગ્નના વરઘોડાને લાગુ પડશે નહીં. જો કે, આ હુકમનો ભંગ કરનાર વ્યક્તિ શિક્ષાને પાત્ર થશે.

કોરોનાનો આંક 3 લાખને પાર

અત્રે ઉલ્લેખનીય છે કે કોરોનાનો આંક 3 લાખને પાર થયો છે. ગુજરાત દેશનું એવું 12મું રાજ્ય છે જ્યાં કોરોનાના 3 લાખથી વધુ કેસ નોંધાઇ ચૂક્યા છે. કોરોનાના દૈનિક કેસ અને મોત સતત વધી રહ્યા છે. 

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

Dev post create for auto notification 35

Dev post create for auto notification 34

Dev post create for auto notification 33