Last Updated on April 3, 2021 by
છેલ્લા કેટલાંક દિવસોથી દેશમાં કોરોના વાયરસ રોજેરોજ નવા રેકોર્ડ બનાવી રહ્યો છે. શુક્રવારે દેશમાં 24 કલાકમાં 81 હજાર 466 નવા કેસ સામે આવતા ફફડાટ ફેલાયો છે, તો વધુ 469 લોકોના મોટ થયા છે. 2021ના વર્ષમાં એક જ દિવસમાં નોંધાયેલ નવા કેસોનો આ સૌથી વધુ આંક છે. ગુરુવારે 72330 નવા કેસ સામે આવ્યા હતા. એટલે કે નવા કેસની સંખ્યામાં 9 હજારનો ઉછાળો આવ્યો છે.
સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા મુજબ દેશમાં કોરોનના 6 લાખથી વધુ એક્ટિવ કેસ છે તો કોરોના વાયરસને કારણે દેશમાં અત્યારસુધીમાં 1 લાખ 63 હજાર 396 લોકોના મોત થઇ ચુક્યા છે. શુક્રવારે સાંજ સુધી દેશમાં રસીકરણ અભિયાન અંતર્ગત 7 કરોડ લોકોને વેક્સિન આપવામાં આવી છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર દેશમાં અત્યારસુધીમાં કોરોના વેક્સિનના 7 કરોડ ડોઝ આપી દેવામાં આવ્યા છે.
શુક્રવારે કેન્દ્રીય કેબિનેટ સચિવ રાજીવ ગાબાએ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશો સાથે એક સમીક્ષા બેઠક કરી હતી જેમાં કહેવામાં આવ્યું હતું કે 11 રાજુઓ અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં સ્થિતિ ચિંતા જનક છે. ખાસ કરીને મહારાષ્ટ્ર પંજાબ અને છત્તીસગઢમાં સ્થિતિ સૌથી ખરાબ છે, કેન્દ્રીય કેબિનેટ સચિવે કહ્યું છે કે કોરોના કેસનો વૃદ્ધિ દર જૂન 2020માં 5.5% હતો જે માર્ચ 2021માં વધીને 6.8 ટકા થયો છે. મૃત્યુ આંકમાં 5.5% જેટલો વધી ગયો છે. સપ્ટેમ્બર 2020માં જયારે કોરોના પોતાના પીક પર હતો ત્યારે દેશમાં 97000 રોજના કેસ આવી રહ્યા હતા. રોજના કેસની સંખ્યા ફરી વધી રહી છે અને તે હવે 81 હજાર સુધી પહોંચી ગઈ છે.
દેશભરમાં કોરોના કેસ સતત વધી રહ્યા છે. જોકે મહારાષ્ટ્ર તો દેશમાં કોરોના વાયરસનું ગઢ બની રહ્યું છે. શુક્રવારે મહારાષ્ટ્રમાં કુલ 47,827 નવા કોરોના કેસ નોંધાયા છે, જ્યારે આ વાયરસને કારણે 202 લોકોનાં મોત પણ થયા છે. આ સાથે રાજ્યમાં હવે કોરોના ચેપગ્રસ્ત દર્દીઓની કુલ સંખ્યા 29,04,076 પર પહોંચી ગઈ છે. એક્ટિવ કેસની વાત કરીએ તો રાજ્યમાં કોરોના કુલ 3,89,832 કેસ છે.
આ પહેલા ગુરુવારે રાજ્યમાં 43000 થી વધુ નવા કેસ નોંધાયા છે. મહારાષ્ટ્રનાં આરોગ્ય વિભાગ દ્વારા પ્રાપ્ત માહિતી અનુસાર, ગુરૂવારે રાજ્યમાં કોરોના વાયરસના 43,183 નવા કેસ નોંધાયા હતાં.
આ દરમિયાન, મહારાષ્ટ્રના અન્ય શહેરો પણ કોરોનાના ગઢ બની રહ્યા છે. છેલ્લા 24 કલાકમાં, મુંબઈમાં કુલ 8,832 નવા કોવિડ કેસ નોંધાયા છે, તેમજ આ વાયરસથી 5352 લોકો સાજા થઇ ચુક્યા છે. તો, આ વાયરસને કારણે 20 લોકોનાં મોત પણ થઇ ગયા છે. આ સાથે, જ શહેરમાં કોરોના સંક્રમણનો કુલ આંક 4,32,192 પર પહોંચી ગયો છે. ત્યાં જ, મુંબઇમાં એક્ટિવ કેસોની સંખ્યા હવે 58,455 પર પહોંચી ગઈ છે.
આ ઉપરાંત રાજ્યના અન્ય એક નાગપુર શહેરમાં પણ છેલ્લા 24 કલાકમાં કોરોનાના 4108 નવા કેસ નોંધાયા છે, જ્યારે 3,214 લોકો વાયરસથી સાજા થયા છે. તો, વાયરસને કારણે 60 લોકોના મોત પણ થયા છે. આ સાથે, શહેરમાં કોરોના દર્દીઓનો આંકડો 2,33,776 પર પહોંચી ગયો છે. આ ઉપરાંત, નાગપુરમાં કોરોનાના કુલ 40,807 એક્ટિવ કેસ છે. તેમજ, વાયરસથી મૃત્યુઆંક પણ 5,281 પર પહોંચી ગયો છે.
દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.
MUST READ:
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31