GSTV
Gujarat Government Advertisement

સંક્રમણ વધ્યું/ કોરોનાના ફફડાટ વચ્ચે દેશમાં ત્રીજી રસીને મળી શકે છે મંજૂરી, 2 ડોઝની વેક્સિન રહેશે

Last Updated on March 29, 2021 by

દેશમાં વધી રહેલા કોરોના સંક્રમણ વચ્ચે એક સારા સમાચાર મળ્યા છે. દેશમાં વધુ એક કોરોના વેક્સિનને મંજૂરી મળી શકે છે. રશિયા ખાતે બનેલી કોરોના વેક્સિન સ્પુતનિક-5ને ભારતમાં મંજૂરી મળી શકે છે.

ફાર્મા ક્ષેત્રની કંપની ડૉ. રેડ્ડીજ લેબોરેટરીને રશિયાની કોરોના વેક્સિન સ્પુતનિક-5ને આગામી થોડા સપ્તાહોમાં ભારતીય ડ્રગ રેગ્યુલેટર્સની મંજૂરી મળી જશે તેવી આશા છે. ડૉ. રેડ્ડીજના સીઈઓ દીપક સાપરાએ સ્પુતનિક-5 વેક્સિન ભારતમાં લાવવા ડૉ. રેડ્ડીજે ‘રશિયા ડાયરેક્ટ ઈન્વેસ્ટમેન્ટ ફંડ’ સાથે કરાર કર્યો હોવાની માહિતી આપી હતી.

2 ડોઝની વેક્સિન રહેશે

દીપક સાપરાના કહેવા પ્રમાણે આગામી થોડા સપ્તાહમાં મંજૂરી મળી જશે તેવી આશા છે. આ વેક્સિનના બે ડોઝ લેવાના રહેશે. પહેલો ડોઝ લીધાના 21મા દિવસે બીજો ડોઝ લેવાનો રહેશે. વેક્સિન લીધાના 28મા અને 42મા દિવસની વચ્ચે પ્રતિરોધક ક્ષમતા વિકસિત થઈ જશે.

સતત બગડી રહી છે સ્થિતિ

ઉલ્લેખનીય છે કે, છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસ સંક્રમણના 68,020 નવા કેસ સામે આવ્યા હતા જે આ વર્ષે પ્રતિદિન સામે આવતો સૌથી ઉંચો આંકડો છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના અહેવાલ પ્રમાણે દેશમાં કોરોના સંક્રમણના કુલ કેસ વધીને 1.20 કરોડથી વધારે થઈ ગયા છે. ઉપરાંત સતત 19મા દિવસે કોરોના સંક્રમણના કેસમાં વધારો જોવા મળી રહ્યો છે.

Gujarat Government Advertisement

Related posts

Dev post create for auto notification 35

Dev post create for auto notification 34

Dev post create for auto notification 33