GSTV
Gujarat Government Advertisement

1લી માર્ચથી રાજ્યમાં 60 વર્ષથી ઉપરના લોકોને અપાશે કોરોના વેક્સિન, અહીં અપાશે વિના મૂલ્યે

Last Updated on February 28, 2021 by

ગુજરાતમાં આવતી કાલથી એટલે કે 1લી માર્ચથી કોરોનાની વેક્સિન આપવાનો બીજો તબક્કો શરૂ થશે. જેમાં 60 વર્ષથી ઉપર અને 45થી 59 વર્ષના બીમાર લોકોને રસી આપવાની શરૂઆત થશે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ગુજરાતના 60 લાખ જેટલાં સૌ વરિષ્ઠ વડીલોને આ રસીકરણ અભિયાનનો લાભ લઈને કોરોના સામેની આપણી લડાઈના આ નિર્ણાયક અંતિમ તબક્કામાં પોતાનું યોગદાન અવશ્ય આપવા અપિલ કરી છે.

જે અંતર્ગત સરકારી હોસ્પિટલમાં કોરોનાની રસીનો ડોઝ વિનામૂલ્યે આપવામાં આવશે. જ્યારે અર્ધ સરકારી હોસ્પિટલમાં રસીનો એક ડોઝ 250 રૂપિયા ચાર્જ વસૂલાશે. બીજા ડોઝ માટે પણ 250 એટલે બે ડોઝ માટે 500 રૂપિયા વસૂલાશે.

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આ અપીલ કરતા સ્પષ્ટપણે જણાવ્યું છે કે, ‘રાજ્ય સરકારે સૌના સ્વાસ્થ્યની ચિંતા કરીને કોરોના સામે શરૂઆતથી જ લોકસહ્યોગ અને આરોગ્ય કર્મીઓની કર્તવ્યનિષ્ઠાથી કોરોનાનો વ્યાપ વધતો અટકાવવામાં સફળતા મેળવી છે.’ ત્યારે હવે જ્યારે કોરોના સામે વેક્સિનેશન અભિયાન દેશભરમાં શરુ થયું છે ત્યારે ગુજરાતના સૌ વરિષ્ઠ નાગરિકોના સહકારથી આપણું રાજ્ય એમાં પણ અગ્રેસર રહેશે તેવો તેમણે વિશ્વાસ વ્યકત કર્યો છે.

CM રૂપાણીએ જણાવ્યું કે, ‘ગુજરાત કોરોના સામેના જંગમાં સઘન આરોગ્ય સારવાર સુવિધાઓ જેવી કે ધન્વન્તરિ રથ, 104 હેલ્પ લાઇન, વ્યાપક સરવેલન્સ સહિતના અનેક પરિણામકારી પગલાંઓ અને ઉપાયોથી દેશનું માર્ગદર્શક બન્યું છે.’

READ ALSO :

Gujarat Government Advertisement

Related posts

Dev post create for auto notification 35

Dev post create for auto notification 34

Dev post create for auto notification 33