Last Updated on March 1, 2021 by
કોરોના વાયરસની વેક્સિન આવ્યા પછીથી માત્ર ખતરનાક વાયરસને લઇ લોકોમાં માત્ર ચિંતા જ નહિ ઓછી થઇ પરંતુ વેક્સિનની ઉપલબ્ધએ પણ દુનિયાભરમાં આ વાયરસ વિરુદ્ધ લડવાનો સાહસ આપ્યો છે. જો કે આ વેક્સિન માત્ર કોરોના વાયરસ જ નહિ પરંતુ બીજી બીમારીઓને કંટ્રોલ કરવામાં પણ કારગર સાબિત થઇ છે.
ઇંગ્લેન્ડમાં રહેવા વળી 72 વર્ષની મહિલા જોઆન છેલ્લા છ માસથી સારી રીતે ચાલી ન શક્તિ હતી. એમના ઘૂંટણનું ઓપરેશન થયું હતું અને ત્યાર પછી એમને ઇન્ફેક્શન થઇ ગયું હતું એને લઇ એમને પગમાં ગણો દુખાવો રહેતો હતો. જો કે આ મહિને એસ્ટ્રજેનેકાની વેકિસન લગાવ્યાના બીજા જ દિવસે પગનો દુખાવો પુરી રીતે ઓછો થઇ ગયો છે.
અન્ય બીમારી માટે પણ કારગર કોરોના વેક્સિન
જોઆનને હવે ઉમ્મીદ છે કે તેઓ ફરી કામ પર જઈ શકશે અને એમને વિશ્વાસ ન થયો કે કોરોના વેક્સિન એમની આ ગંભીર સમસ્યા દૂર કરી દેશે. પરંતુ માત્ર જોઆન જ નહિ પરંતુ ઘણા એવા લોકો છે જે કોરોના વેક્સિન લગાવ્યા પછીથી જ પોતાના સ્વાસ્થ્યને સંબંધિત સમસ્યાને લઇ ઘણું સારૂ અનુભવ કરી રહી છે. એક દુર્લભ લાઇમ બીમારી સામે પીડાતા વ્યક્તિનું કહેવું છે કે કોરોના વેક્સિન લગાવવા પછી થોડા દિવસ પછી જ સારી થઇ ગઈ.
એક વ્યક્તિએ એ પણ જણવ્યું કે એમને ખંજવાળની સમસ્યા હતી અને કોરોના વેક્સિન લગાવ્યાના થોડા જ કલાકમાં એમના હાથ અને પગના ખંજવાળના નિશાન રહસ્યમયી રીતે ગાયબ થઇ ગયા હતા. ત્યાં જ એક મહિલાનું કહેવું છે કે તેઓ છેલ્લા 25 વર્ષથી ચક્કર આવ્યાની સમસ્યા સામે સંઘર્ષ કરી રહી હતી પરંતુ વેક્સિન લીધા પછી 4 દિવસ પછી એમની આ સમસ્યા પુરી રીતે સારી થઇ ગઈ.
સ્લીપિંગ-ડિઓર્ડરની સમસ્યાથી પણ રાહત
એ ઉપરાંત એક મહિલાનું કહેવું છે કે એમના પતિએ એમને વેક્સિનનો ઉપયોગ કર્યા પછી 15 વર્ષમાં પહેલી વખત ઊંઘ લીધી. એક મહિલાના પતિને છેલ્લા 15 વર્ષથી સ્લીપિંગ ડિસઓર્ડર હતું અને વેક્સિન લગાવ્યા પછી એમની આ પરેશાનીમાં ઘણો સુધાર જોવા મળ્યો. કેટલાક લોકોએ તો અહીં સુધી કહ્યું કે કોરોના પોઝિટિવ થાય પછી તેઓ સારો અનુભવ કરી રહ્યા છે જો કે આવા લોકોની સંખ્યા ખુબ ઓછી છે.
જો કે, આ પહેલીવાર નથી જ્યારે કોઈ રસીથી લોકોને ઘણી સ્વાસ્થ્ય સમસ્યાઓ દૂર કરવામાં મદદ મળી છે. 1970 ના દાયકાની શરૂઆતમાં, રશિયન વૈજ્ઞાનિકે શોધ્યું હતું કે લોકોને પોલિયો રસી આપવાના કારણે, ફ્લૂથી થતા મૃત્યુમાં પણ નોંધપાત્ર ઘટાડો થયો હતો. 70 અને 80 ના દાયકામાં, ડેનિશ વૈજ્ઞાનિક પીટર આબેએ શોધ્યું હતું કે પશ્ચિમ આફ્રિકામાં ઓરીની રસી લગાવ્યા પછી આ સમુદાયનો જન્મ દર સુધર્યો છે અને જન્મ સમયે મરી જતા બાળકોની સંખ્યામાં ઘટાડો થયો છે.
શું કહે છે વૈજ્ઞાનિક ?
થોડા સમય પહેલા ગ્રીક અને નેધરલેન્ડના સંશોધનકારોએ કેટલાક લોકોને પ્રયોગ તરીકે ટીબીની રસી આપી હતી અને તેના પરિણામો ચોંકાવનારા હતા. આ રસી સાથે, એવું બહાર આવ્યું છે કે આ રસી ટીબીની સાથે કેન્સર અને અલ્ઝાઇમર જેવી સમસ્યાઓ માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે.
વૈજ્ઞાનિકો આ ખ્યાલ પર સંશોધન કરી રહ્યા છે, પરંતુ કેટલાક કહે છે કે આ રસી માનવ રોગપ્રતિકારક શક્તિને મજબુત બનાવે છે, જેના કારણે કેટલીક રસીઓ અન્ય રોગો માટે પણ ઘણીવાર ફાયદાકારક સાબિત થાય છે. જોકે, યુનિવર્સિટી ઓફ માન્ચેસ્ટરની ઇમ્યુનોલોજિસ્ટ પ્રોફેસર શીના ક્રૂકશંકનો આ મામલે અલગ મત છે.
શીના કહે છે કે આ રસીની મદદથી સ્વાસ્થ્ય સમસ્યાઓના ઇલાજનું એક કારણ એ પણ હોઈ શકે છે કે આમાંના મોટાભાગના લોકો જ્યારે તેઓ નાના હતા ત્યારે તેમને આ રોગો નહોતા. ઓરી, ટીબી જેવા રોગો આપણી રોગપ્રતિકારક શક્તિને મોટું નુકસાન પહોંચાડી શકે છે. જો કે, હજી પણ સ્પષ્ટ નથી કે ઘણા લોકોની ગંભીર આરોગ્ય સમસ્યાઓ માટે રસી કેવી રીતે અસરકારક સાબિત થઈ રહી છે.
Read Also
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31