Last Updated on March 20, 2021 by
AIIMS ના ડિરેક્ટર રણદીપ ગુલેરિયાએ શનિવારે જણાવ્યું કે,‘કોરોના વેક્સિન 8-10 મહિના સુધી કોરોના સંક્રમણથી રક્ષણ આપવા સક્ષમ હોઈ શકે છે. કોરોના વેક્સિનની કોઈ મોટી આડઅસર જોવા મળી નથી.’ એક કાર્યક્રમમાં ગુલેરિયાએ જણાવ્યું કે, કોરોના વેક્સિન 10 મહિના અને તેનાથી વધુ સમય સુધી કોરોનાથી રક્ષણ આપી શકે છે. કોરોનાના ફરી કેસો વધવાનું કારણ લોકોએ માની લીધું હતું કે કોરોના મહામારીનો અંત આવી ગયો છે, તેના કારણે તેમણે નિયમોનું પાલન કરવાનું છોડી દીધું. લોકોએ હાલ અમુક સમય માટે બિનજરૂરી પ્રવાસ ટાળવા જોઈએ.
17 રાજ્યોમાં કેસની સંખ્યામાં વધારો નોંધાયો
કોરોનાનો કહેર વધુ તીવ્ર ગતીએ દેશને પોતાની પકડમાં લઈ રહ્યો છે. જેના કારણે જુદા જુદા રાજ્યો કડક પ્રતિબંધો પણ અમલમાં મુકી રહ્યા છે. જો કે સારી બાબત એ છે કે દેશના 16 રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં કોરોનાથી એક પણ મોત નહોંતું નોંધાયું છે. તો સામા પક્ષે 17 રાજ્યોમાં કેસની સંખ્યામાં વધારો નોંધાયો હતો.
સૌથી વધારે ખરાબ હાલત મહારાષ્ટ્રની
દેશના 17 જેટલા રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં જાન્યુઆરી પછી પહેલીવાર આટલી મોટી સંખ્યામાં એક દિવસમાં કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. જેમાં સૌથી વધારે ખરાબ હાલત મહારાષ્ટ્રની છે. અહીં દૈનિક કેસની સંખ્યા 26 હજારને પાર પહોંચી ગઇ છે. જે દેશમાં એક દિવસમાં નોંધાઇ રહેલા કેસના 63 ટકા છે. સૌથી વધુ 11 રાજ્યોમાં ખરાબ હાલત છે. મહારાષ્ટ્ર ઉપરાંત તમિલનાડુ, મધ્યપ્રદેશ, ગુજરાત, દિલ્હી, કેરળ, કર્ણાટક, પંજાબ અને હરિયાણામાં પણ દરરોજ કોરોનાના કેસમાં વૃદ્ધિ થઇ રહી છે. દૈનિક કેસ નોંધાવવાના મામલે મહારાષ્ટ્ર બાદ પંજાબ બીજા અને કેરળ ત્રીજા સ્થાને છે.
રાજ્ય સરકારો જુદા જુદા પ્રતિબંધો લાદી રહી
કોરોનાના સંક્રમણની રોકવા માટે રાજ્ય સરકારો જુદા જુદા પ્રતિબંધો લાદી રહી છે. ખાસ કરીને મહારાષ્ટ્રમાં કથળેલી સ્થિતિ પર કાબુ મેળવવા માટે કડક પ્રતિબંધો નાંખવામાં આવ્યા છે. ભારતમાં એક દિવસમાં પહેલી વખત કોરોનાના નવા 40953 કેસો સામે આવ્યા છે. છેલ્લે 40 હજારથી વધુ કેસ 29મી નવેમ્બર 2020માં સામે આવ્યા હતા. મહારાષ્ટ્રમાં ફરી કોરોનાના 25 હજારથી વધુ કેસો સામે આવ્યા છે. જેને પગલે ગમે ત્યારે લોકડાઉન લાગુ કરવામાં આવી શકે છે.
કોરોનાના કેસમાં સતત ચિંતાજનક રીતે વધારો થઇ રહ્યો
ગુજરાતમાં કોરોનાના કેસમાં સતત ચિંતાજનક રીતે વધારો થઇ રહ્યો છે. મહારાષ્ટ્ર, પંજાબ, કેરળ, ગુજરાત, કર્ણાટકા અને છત્તીસગઢમાં છેલ્લા કેટલાક દિવસથી એક્ટિવ અને દૈનિક કેસોમાં મોટા પાયે ઉછાળો જોવા મળ્યો છે. હાલ ભારતમાં કોરોનાના એક્ટિવ કેસોની સંખ્યા 2,88,394એ પહોંચી છે. બીજી તરફ મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેએ કહ્યું હતું કે, કોરોનાના કેસો આટલી ગતીથી વધતા રહ્યા તો લોકડાઉન ફરી પુરા રાજ્યમાં લાગુ કરવામાં આવી શકે છે અને હાલ માત્ર એ જ એક માત્ર વિકલ્પ છે. પંજાબમાં પણ આકરા પ્રતિબંધો લાગુ કરાયા છે. હવેથી પંજાબમાં આ મહિનાના અંત સુધી શૈક્ષણિક સંસ્થાઓને બંધ રાખવામાં આવશે.
દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.
READ ALSO
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31