Last Updated on March 28, 2021 by
અમદાવાદમાં કોરોના સંક્રમણ વધતા મહાપાલિકા દ્વારા રસીકરણની ડ્રાઈવ ચાલુ કરવામાં આવી છે. હેલ્થ વિભાગ દ્વારા સોસાયટીમાં સૌ પ્રથમ વેકસીનેશન શરૂ કરવામાં આવ્યું છે. શહેરના વસ્ત્રાપુરમાં આવેલા પંચરત્ન એપાર્ટમેન્ટમાં વેક્સિનેશન શરૂ કરાયું છે. તંત્ર દ્વારા માઇક્રો કન્ટેઇનમેન્ટ ઝોનમાં રહેતા લોકોને પણ રસી આપવામાં આવી રહી છે. ત્યારે કોરોનાના વધી રહેલા સંક્રમણ વચ્ચે હેલ્થ વિભાગ દ્વારા નવતર પ્રયોગ હાથ ધરવામાં આવ્યો છે.
કોરોનાના વધી રહેલા સંક્રમણ વચ્ચે હેલ્થ વિભાગ દ્વારા નવતર પ્રયોગ હાથ ધરવામાં આવ્યો
અમદાવાદ શહેરમાં કોરોના સંક્રમણમાં સતત ચિંતાજનક વધારો જોવા મળી રહ્યો છે.શુક્રવારે શહેરમાં 604 કેસ નોંધાયા બાદ શનિવારે બીજા દિવસે પણ શહેરમાં કોરોનાના 601 નવા કેસ નોંધાયા છે.એક દર્દીનું મોત થયું છે. શહેરના પાલડી, ઘાટલોડીયા,થલતેજ,ગોતા ઉપરાંત જોધપુર તથા મણિનગર અને વટવા સહિતના વિસ્તારોમાં સંક્રમણ વધતાં શનિવારે નવા 14 સ્થળ માઈક્રોકન્ટેઈન્મેન્ટમાં મુકવામાં આવતાં કુલ 262 સ્થળ માઈક્રોકન્ટેઈન્મેન્ટમાં મુકવામાં આવ્યા છે.
કુલ 262 સ્થળ માઈક્રોકન્ટેઈન્મેન્ટમાં મુકવામાં આવ્યા
અસારવા સીવીલ હોસ્પિટલમાં કોરોનાના 300થી વધુ દર્દીઓ સારવાર હેઠળ હોવાનું તેમજ 58 જેટલા તબીબોને કોરોનાની સારવારની ખાસ ફરજ સોંપવામાં આવી હોવાનું સત્તાવારસૂત્રોમાંથી જાણવા મળ્યું છે.હાલમાં અમદાવાદમાં કોરોનાના એકિટવ કેસની સંખ્યા 1634 ઉપર પહોંચી છે
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31