Last Updated on February 24, 2021 by
કોરોના વેક્સીનેશનને લઇને સરકારે મોટુ એલાન કર્યુ છે. દેશમાં 1 માર્ચથી 60 વર્ષથી વધુની ઉંમરના લોકોને વેક્સિન આપવાની શરૂઆત કરવામાં આવશે. કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકરે કેબિનેટની જાણકારી આપતાં તેનું એલાન કર્યુ છે.
પ્રકાશ જાવડેકર અનુસાર, 1 માર્ચથી જ 45 વર્ષથી વધુની ઉંમરના તે લોકોને વેક્સીન આપવામાં આવશે જેમને કોઇ ગંભીર બિમારી છે. દેશના જે 10 હજાર સરકારી સેંટર્સ પર લોકો વેક્સિન લગાવવા જશે, તેમને વેક્સીન ફ્રીમાં લગાવવામાં આવશે.
પ્રાઇવેટ હોસ્પિટલોમાં વેક્સીન લગાવડાવવા માટે પૈસા ચુકવવા પડશે
પ્રકાશ જાવડેકરે જણાવ્યું કે જે લોકો પ્રાઇવેટ હોસ્પિટલોમાં વેક્સીન લગાવડાવશે, તેમણે પૈસા ચુકવવા પડશે. સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જલ્દી જ વેક્સીનના ભાવ જણાવી દેવામાં આવશે. કેન્દ્રીય મંત્રીએ જણાવ્યું કે 16 જાન્યુઆરીથી 24 ફેબ્રુઆરી સુધી આશરે 1.07 કરોડ લોકોને કોરોના વેક્સીનની રસી લાગી ચુકી છે. જ્યારે 14 લાખ લોકોને વેક્સીનનો બીજો ડોઝ પણ લાગી ચુક્યો છે.
જણાવી દઇએ કે ભારતમાં જાન્યુઆરીમાં કોરોના વેક્સીનેશનનું કામ શરૂ થયું હતુ. જે બાદ અલગ અલગ ફેઝમાં દેશવાસીઓને રસી આપવામાં આવશે.
દેશમાં કોરોનાના કેસ વધ્યા : રસીકરણ માટે ખાનગ ક્ષેત્રના પ્રવેશની સંભાવના
દેશના કેટલાક રાજ્યોમાં કોરોનાના કેસમાં અચાનક આવેલા ઊછાળાથી કેન્દ્ર સરકારની ચિંતા વધી ગઈ છે. કોરોનાના કેસ વધતાં વડાપ્રધાન કચેરી (પીએમઓ)એ મંગળવારે ઈમર્જન્સી બેઠક બોલાવી હતી. આવા સમયમાં કેન્દ્ર સરકારે કોરોનાના રસીકરણ અભિયાનમાં ગતિ લાવવા માટે રાજ્યોને નિર્દેશ આપ્યા છે. સ્વાસ્થ્ય કર્મચારીઓ અને ફ્રન્ટલાઈન વર્કર્સ પછી હવે કેન્દ્ર ૫૦ વર્ષથી વધુ વયના લોકોને રસી આપવાની યોજના તૈયાર કરી રહી છે. વધુમાં ઓછા સમયમાં ૨૭ કરોડથી વધુ લોકોને રસી આપવાનું લક્ષ્ય પૂરું કરવા માટે હવે સરકારે રસીકરણ અભિયાનમાં ખાનગી ક્ષેત્રને પણ મંજૂરી આપવાની તૈયારી કરી છે. એટલે કે આગામી સમયમાં ખાનગી હોસ્પિટલોમાં પણ કોરોનાની રસી અપાય તેવી શક્યતા છે.
સ્વાસ્થ્ય મંત્રાલયે જણાવ્યું હતું કે, દેશમાં મંગળવાર સુધીમાં કોરોનાની રસીના કુલ ૧,૧૯,૦૭,૩૯૨ ડોઝ અપાયા છે, જેમાં ૧,૦૪,૯૩,૨૦૫ લોકોને રસીનો પહેલો ડોઝ અપાયો છે જ્યારે ૧૨,૬૧,૫૮૩ લોકોને બીજો ડોઝ અપાયો છે. દેશમાં ૧૨ રાજ્યોમાં રજિસ્ટર્ડ સ્વાસ્થ્ય કર્મચારીઓમાંથી ૭૫ ટકાને રસીનો પહેલો ડોઝ આપી દેવાયો છે જ્યારે ૧૧ રાજ્યોમાં આ ટકાવારી ૬૦ ટકા જેટલી છે. સ્વાસ્થ્ય કર્મચારીઓ અને ફ્રન્ટલાઈન વર્કર્સ પછી હવે સરકાર આગામી તબક્કામાં ૫૦ વર્ષથી વધુ વયના લોકોને રસી આપવાની યોજના બનાવી રહી છે.
રસીકરણ અભિયાનના આગામી તબક્કાની તૈયારીઓ પૂરજોશમાં
નીતિ આયોગના સભ્ય ડૉ. વી. કે. પૉલે જણાવ્યું હતું કે રસીકરણ અભિયાનના આગામી તબક્કાની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. જોકે, રસીકરણના પ્રથમ બે તબક્કાથી વિપરિત આગામી તબક્કામાં ખાનગી સેક્ટરની ભાગીદારી વધુ હશે. તેમણે ઉમેર્યું કે હાલ એક દિવસમાં ૧૦ હજાર લોકોને રસી અપાઈ રહી છે, જેમાંથી બે હજાર રસી સરકારની દેખરેખ હેઠળ ખાનગી હોસ્પિટલો આપી રહી છે. સરકાર રસીકરણ અભિયાનમાં ગતિ લાવવા માગતી હોવાથી તેમાં ખાનગી ક્ષેત્રની ભાગીદારી વધારવામાં આવશે. સરકારનું એક દિવસમાં ૫૦ હજાર રસી આપવાનું લક્ષ્ય છે.
દરમિયાન દેશમાં મંગળવારે કોરોનાના કુલ એક્ટિવ કેસની સંખ્યા ઘટીને ૧.૫૦ લાખથી નીચે જઈને ૧,૪૭,૩૦૬ થઈ છે અને તે કોરોનાના કુલ કેસના ૧.૩૪ ટકા જેટલી છે. દેશમાં છેલ્લા ૨૪ કલાકમાં ૧૦,૫૮૪ નવા કેસ નોંધાયા છે જ્યારે ૧૩,૨૫૫ દર્દીઓ સાજા થયા છે. વધુમાં દેશમાં ૨૧ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં કોરોનાથી એક પણ દર્દીનું મોત થયું નથી. પરંતુ કેરળ, મહારાષ્ટ્ર અને પંજાબ જેવા રાજ્યોમાં કોરોનાના વધતા કેસ ચિંતાજનક છે. કોરોનાના કુલ એક્ટિવ કેસમાંથી ૩૮ ટકા એકલા કેરળમાં અને ૩૭ ટકા મહારાષ્ટ્રમાં નોંધાયા છે.
સ્વાસ્થ્ય મંત્રાલયે કહ્યું કે, દેશમાં અત્યાર સુધીમાં ૨૧ કરોડથી વધુ ટેસ્ટ થઈ ગયા છે. સમગ્ર દેશમાં કોરોનાના એકંદર એક્ટિવ કેસ નિયંત્રણમાં છે, માત્ર કેટલાક રાજ્યોમાં કોરોનાના કેસમાં અચાનક વધારો થયો છે. મહારાષ્ટ્ર અને કેરળમાં સાર્સ-સીઓવી-૨ – એન૪૪૦કે અને ઈ૪૮૪કે એમ કોરોનાના બે વેરિઅન્ટ નોંધાયા છે, પરંતુ હાલમાં આ રાજ્યોમાં કોરોનાના કેસમાં આવેલા ઊછાળાને કોરોનાના આ નવા વેરિઅન્ટ સાથે સાંકળવા યોગ્ય નથી. તેલંગાણામાં પણ કોરોનાના બે પ્રકારમાંથી એક નોંધાયો છે.
નીતિ આયોગના સભ્ય વી. કે. પૌલે કહ્યું કે, દેશમાં હાલ યુકે પ્રકારના ૧૮૭, દક્ષિણ આફ્રિકન પ્રકારના ૬ તેમજ બ્રાઝિલ પ્રકારનો એક કેસ નોંધાયો છે. જોકે, મહારાષ્ટ્ર અને કેરળમાં કોરોનાના કેસમાં આવેલા ઊછાળાને આ પ્રકારો સાથે કોઈ લેવા દેવા નથી. જોકે, મહારાષ્ટ્રમાં ૧૦મી ફેબુ્રઆરીથી અત્યાર સુધીમાં કોરોનાના કેસમાં સતત વધારો થયો છે. છેલ્લા ૧૨ દિવસમાં મહારાષ્ટ્રમાં કોરોનાના ૫૯,૯૩૭ નવા કેસ નોંધાયા છે. એક્ટિવ કેસ વધીને ૫૩,૧૧૩ થયા છે. દેશમાં અત્યાર સુધીમાં ૨૧ કરોડથી વધુ કોરોના ટેસ્ટ થઈ ગયા છે.
Read Also
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31