GSTV
Gujarat Government Advertisement

વેક્સિનેશન : મહારાષ્ટ્રમાં માત્ર 3 દિવસના સ્ટોક વચ્ચે આરોગ્ય મંત્રીએ કર્યું એવું નિવેદન કે મોદી સરકારે ખુલાસો કરવો પડ્યો

Last Updated on April 7, 2021 by

મહારાષ્ટ્રના સ્વાસ્થ્ય પ્રધાન રાજેશ ટોપે કોરોનાની રસીની અછત અંગે આપેલા નિવેદન બાદ દેશના કેન્દ્રીય આરોગ્ય મંત્રી ડોક્ટર હર્ષવર્ધને નિવેદન આપ્યુ છે. તેમણે જણાવ્યુ હતુ કે, દેશના કોઈપણ રાજ્યમાં રસીની અછત નથી. તમામ રાજ્યની જરૂરિયાત પ્રમાણે કોરોની રસી આપવામાં આવી છે. સરકાર કોઈપણ સ્થિતિમાં કોરોનાની રસીની અછત સર્જાવા નહીં દે.

આરોગ્ય મંત્રી

કેન્દ્રીય સ્વાસ્થ્ય પ્રધાને આ પ્રકારનું નિવેદન એવા સમયે આપ્યુ જ્યારે રાજેશ ટોપે જણાવ્યુ હતુ કે, મહાષ્ટ્રમાં કોરોનાની રસીનો સ્ટોક ત્રણ દિવસ સુધી ચાલે તેટલો છે. જેથી કેન્દ્ર સરકારે વધુ રસી મહારાષ્ટ્રને આપવી જોઈએ. મહારાષ્ટ્રમાં હાલ કોરોનાના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. મહારાષ્ટ્રના મુંબઈમાં રોજના 10 હજાર જેટલા કેસ સામે આવી રહ્યા છે. જેથી આ સાથે પણે અને મુંબઈમાં આવેલી તમામ હોસ્પિટલ કોરોનાના દર્દીઓથી ભરાઈ છે. જેથી તંત્રની ચિંતામાં વધારો થયો છે.

મહારાષ્ટ્રના સ્વાસ્થ્ય પ્રધાન રાજેશ ટોપે રસીની અછત મુદ્દે આપેલા નિવેદન બાદ રાજકીય ઘમાસાણ સર્જાયુ છે. કોંગ્રેસના નેતા શક્તિસિંહ ગોહીલે જણાવ્યુ કે, સરકાર દેશમાં રસી પુરી પાડવાના બદલે વિદેશમાં રસી મોકલી રહી છે. દેશમાં કોરોનાની રસીની અછત સર્જાવવાની તૈયારી છે. આવી સ્થિતિમાં સરકારે વિદેશમાં રસી ન  મોકલવી જોઈએ. જ્યારે કોઈ રસી લે છે. ત્યારે તેના સર્ટીફિકેટ પર પીએમ મોદીનો ફોટો દર્શાવવામાં આવ્યો છે. પીએમ રસીના નામે પોતાનો પ્રચાર કરી રહ્યા છે. પીએમના બદલે આ સર્ટીફિકેટ પર નર્સ કે, ડોક્ટરનો ફોટો હોવો જોઈએ. ભાજપ રસીના નામે દેશભરમાં પ્રચાર કરી રહ્યુ છે.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

MUST READ:

Gujarat Government Advertisement

Related posts

Dev post create for auto notification 35

Dev post create for auto notification 34

Dev post create for auto notification 33