GSTV
Gujarat Government Advertisement

BIG NEWS: 45 વર્ષથી વધુની વયના વ્યક્તિઓને આધાર કાર્ડ વગર પણ રસી લઈ શકશે, રાજ્ય સરકારનો મહત્વનો નિર્ણય

Last Updated on March 23, 2021 by

ગુજરાત સરકારે રસીકરણ મામલે મહતવનો નિર્ણય કરવામાં આવ્યો છે. જેમાં રાજ્યમાં આવેલા ભિક્ષુક ગૃહો, વૃદ્ધાશ્રમો તથા દિવ્યાંગ કલ્યાણ સંસ્થાઓમાં રહેતા ૪પ વર્ષથી વધુની વયના વ્યક્તિઓને આધાર કાર્ડ વગર રસી આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.  ભિક્ષુક ગૃહો, વૃદ્ધાશ્રમો જેવી સંસ્થામાં વસવાટ કરતા ૬૦ વર્ષથી વધુની વયના વયસ્ક વડિલોને પણ આધાર કાર્ડ ન હોય તો પણ રસી આપવામાં આવશે.

૬૦ વર્ષથી વધુની વયના વયસ્ક વડિલોને પણ આધાર કાર્ડ ન હોય તો પણ રસી અપાશે

ગુજરાતમાં કોરોનાથી દિવસેને દિવસે ચિંતાજનક સ્થિતિ સર્જાઇ રહી છે. છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના વધુ ૧,૬૪૦ નવા કેસ નોંધાયા હતા. ગુજરાતમાં કોરોનાના અત્યારસુધી નોંધાયેલા કોરોનાના આ સર્વોચ્ચ કેસ છે. અગાઉ ગત વર્ષે ૨૭ નવેમ્બરના ૧,૬૦૭ સાથે સૌથી વધુ કેસ નોંધાયા હતા. હાલની સ્થિતિ પ્રમાણે ગુજરાતમાં પ્રતિ મિનિટે સરેરાશ ૧ વ્યક્તિ કોરોના સંક્રમિત થઇ રહી છે.

ગુજરાતમાં પ્રતિ મિનિટે સરેરાશ ૧ વ્યક્તિ કોરોના સંક્રમિત

હાલમાં ૭,૮૪૭ એક્ટિવ કેસ છે જ્યારે ૭૩ દર્દી વેન્ટિલેટર પર છે. છેલ્લા ૨૪ કલાકમાં વધુ ચાર વ્યક્તિના કોરનાથી મૃત્યુ થયા હતા. રાજ્યમાં કોરોનાના કુલ કેસ ૨,૮૮,૬૪૯ જ્યારે કુલ મરણાંક ૪,૪૫૪ છે. આ પૈકી છેલ્લા ૧૦ દિવસમાં જ ૧૧,૨૫૨ કેસ નોંધાઇ ચૂક્યા છે.

Gujarat Government Advertisement

Related posts

Dev post create for auto notification 35

Dev post create for auto notification 34

Dev post create for auto notification 33