GSTV
Gujarat Government Advertisement

કોરોનાથી સુરત-અમદાવાદની હાલત બદતર : હોસ્પિટલોનું મુર્દાગર લાશોથી ઉભરાયું, અંતિમ સંસ્કાર માટે પણ 4થી 5 કલાક વેઇટિંગ

Last Updated on April 8, 2021 by

કોરોનાની બીજી લહેરે સમગ્ર દેશમાં હાહાકાર મચાવી દીધો છે. ત્યારે ગુજરાતમાં હાલમાં કોરોનાની સ્થિતિ બેકાબુ થઇ રહી છે. રોજબરોજ સતત કોરોનાના કેસોમાં વધારો થતો જાય છે. રાજ્યમાં માત્ર સંક્રમિતોની જ સંખ્યા નથી વધતી પરંતુ મૃતકોની સંખ્યામાં પણ તેજીથી વધારો થઇ રહ્યો છે. સરકારી હોસ્પિટલો અને સ્મશાન ગૃહમાં પણ વેઇટિંગ જોવા મળી રહ્યું છે.

corona death

સરકારી આંકડાઓમાં ભલે 10થી 15 લોકોના જ મોત થયાની વાત કહેવાઇ રહી હોય પરંતુ સ્મશાન અને કોવિડ હોસ્પિટલમાં સ્ટોરેજ કરવામાં આવેલ ડેડબોડીનું દ્રશ્ય કંઇક અલગ જ કહાની રજૂ કરી રહ્યું છે.

હકીકતમાં, અમદાવાદમાં સિવિલ હોસ્પિટલનો ડેડબોડી સ્ટોરેજ લાશોથી ભરેલો પડ્યો છે અને દર કલાકે લાશોમાં પણ વધારો થઇ રહ્યો છે. એક ખાનગી ન્યુઝ ચેનલની ટીમ જ્યારે સિવિલ હોસ્પિટલના ડેડબોડીના સ્ટોરેજ સુધી પહોંચી હતી તો લોકોની ભારે ભીડ ત્યાં જોવા મળી હતી. લોકો સાથે વાત કરવા પર ખ્યાલ આવ્યો કે, અનેક લોકો 3-3 કલાકથી કોવિડ હોસ્પિટલની બહાર પોતાના પ્રિયજનના મૃતદેહને લઇને ઊભા છે. હોસ્પિટલના સ્ટાફ દ્વારા જણાવવામાં આવ્યું કે, ‘હાલમાં એમ્બ્યુલન્સ જ ખાલી નથી કારણ કે, એમ્બ્યુલન્સ 24 કલાક હોસ્પિટલેથી સ્મશાન ગૃહ અને સ્મશાન ગૃહથી હોસ્પિટલના ચક્કરો લગાવી રહી છે.’

સુરત

સુરતનો સ્મશાન ગૃહનો વીડિયો થયો વાઇરલ

બીજી બાજુ સુરતનો પણ એક વીડિયો વાયરલ થયો છે. આ વીડિયો સ્મશાન ગૃહનો છે કે જ્યાં અંતિમ સંસ્કાર કરવા માટે લાંબી લાઇન લાગી છે. કોરોનાને કારણે સૌથી વધારે ખરાબ હાલત સુરત અને અમદાવાદની છે. આ વીડિયોની સત્યતાની તપાસ કરવા જ્યારે ખાનગી ન્યુઝ ચેનલની ટીમ જ્યારે સુરત પહોંચી હતી ત્યારે તેમને દ્રશ્ય પણ એવું જ જોવા મળ્યું. ત્યાં અંતિમ સંસ્કાર માટે સ્મશાન ગૃહમાં એટલી ભીડ જોવા મળી કે ચારથી પાંચ કલાક સુધી વેઇટિંગમાં રાહ જોવી પડી રહી છે.

ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં જીવલેણ કોરોના વાયરસે દિવસે-દિવસે વધુને વધુ વિકરાળ રૂપ ધારણ કર્યુ છે, છેલ્લાં ૨૪ કલાકમાં રાજ્યમાં નવાં ૩૫૭૫ કેસ અને ૨૨ મોત નોંધાયા છે. ૧૧ ઓગસ્ટ પછી પહેલીવાર ગુજરાતમાં ૨૨ મોત નોંધાયા છે. આજે સૌથી વધુ અમદાવાદમાં ૮૨૩, સુરતમાં ૮૧૯, રાજકોટમાં ૪૯૦ અને વડોદરામાં ૪૫૭ કેસ નોંધાયા છે. મહાનગરો ઉપરાંત નાના શહેરોમાં પણ કોરોનાનું સંક્રમણ અનિયંત્રિત છે, જેમાં પાટણમાં આજે ૧૧ કેસ નોંધાયા છે. ૩૫૭૫ નવાં કેસો સામે આજે ૨૨૧૭ દર્દીઓને જ ડિસ્ચાર્જ કરાતા એક્ટિવ કેસોમાં ધરખમ વધારો થયો છે.

સુરત

અશ્વનીકુમાર સ્મશાનગૃહમાં મૃતદેહના અંતિમ સંસ્કાર માટે લાંબી કતાર

સુરતની વા કરીએ તો સુરતની હોસ્પિટલોમાં હવે દર્દીઓ માટે બેડની સંખ્યા પણ ઘટી રહી છે અને સ્મશાનગૃહમાં અંતિમ સંસ્કાર માટે પણ વેઇટિંગ ચાલી રહ્યું છે. શહેરના c મૂકવામાં આવ્યાં છે, લોકોએ ત્રણથી ચાર કલાક સુધી પોતાના મૃતક પરિવારજનના અંતિમ સંસ્કાર માટે રાહ જોવી પડી રહી છે. આ હાલત માત્ર અશ્વનીકુમાર સ્મશાનગૃહની જ નહીં પરંતુ શહેરના ઉમરા અને કુરુક્ષેત્ર સ્મશાનગૃહની પણ આવી જ હાલત છે.

મૃતદેહોને કતારમાં મૂકવામાં આવ્યાં, અંતિમ સંસ્કાર કરવામાં પણ વેઇટિંગ

સુરતમાં એવી પરિસ્થિતિ સર્જાઇ છે કે, સ્મશાનમાં શબવાહિની એક ડેડબોડીને મૂકીને જાય છે તો તુરંત બીજી શબવાહિની ડેડબોડીને લઇને આવે છે. કતારમાં રાખવામાં આવેલા મૃતદેહોમાં કોરોના દર્દીઓના મૃતદેહોને અલગ જગ્યા રાખવામાં આવે છે અને તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવે છે. આ સાથે જ પ્રાકૃતિક રૂપથી મૃત્યુ પામનારા લોકોના અંતિમ સંસ્કાર કરવા માટે પણ પરિવારજનોએ ટોકન લેવા માટે રાહ જોવી પડી રહી છે. અહીંનો નજારો જોતા જ ખ્યાલ આવી જાય કે, સુરત અને અમદાવાદમાં કોરોનાથી કેવી ગંભીર પરિસ્થિતિ સર્જાઇ છે.

સુરત જિલ્લા પ્રશાસન તરફથી જાહેર કરવામાં આવેલા આંકડાઓમાં કોરોનાને જોતા એક દિવસમાં 8થી 10 લોકોના મોત થઇ રહ્યાં છે જ્યારે સ્મશાનગૃહોમાં દરરોજના 30થી 40 મૃતદેહો લાવવામાં આવી રહ્યાં છે.

Harsh Sanghvi

ભાજપના ધારાસભ્ય હર્ષ સંઘવી પણ હોસ્પિટલ અને સ્મશાનગૃહની અવ્યવસ્થાઓનો સ્વીકાર કરી રહ્યાં છે. તેઓનું કહેવું છે કે, ‘જે ઊણપ દેખાઇ રહી છે તેને પૂર્ણ કરવામાં આવી રહી છે. હોસ્પિટલોમાં બેડથી લઇને વેન્ટિલેટર સુધી તેમજ નવી કોવિડ હોસ્પિટલથી લઇને વધારે સ્ટાફ સુધીની તમામ વ્યવસ્થાઓ કરવામાં આવી રહી છે.’

READ ALSO :

Gujarat Government Advertisement

Related posts

Dev post create for auto notification 35

Dev post create for auto notification 34

Dev post create for auto notification 33