Last Updated on March 19, 2021 by
19 માર્ચ 2020નો એ દિવસ જ્યારે અમદાવાદમાં પહેલો કોરોનાનો કેસ સામે આવ્યો હતો. આ દિવસે લૉકડાઉન ન હતું પરંતુ સરકારી તંત્ર વધુ સતર્ક બની ગયું હતું. જોકે લોકોને સ્વપ્નમાં પણ ખ્યાલ ન હતો કે થોડા દિવસમાં જનતા કરફ્યૂ અને પછી લાંબું લૉકડાઉન આવી જશે. સરકારી તંત્ર પણ વિદેશથી આવનાર પ્રવાસીઓની તપાસમાં એલર્ટ મોડમાં હતું. કોરોનાના વધતા સંક્રમણને લીધે ન્યૂયોર્ક સિટીમાં ફેશન ડિઝાઇનિંગ કરતી શહેરના સેટેલાઇટ વિસ્તારની નિયોમી શાહે વતન પરત ફરવાનું નક્કી કર્યું. નિયોમી 13મી માર્ચે 2020એ ફ્લાઇટમાં પોતાના ઘરે પાછા ફરી હતી.’
ફ્લાઇટમાં આવી તે સમયે હું કોરોના સંક્રમિત થઇ હોવાનું મારું માનવું
13મી માર્ચે 2020એ ફ્લાઇટમાં પોતાના ઘરે પાછા ફરી
ઘરે આવ્યા પછી નિયોમીને 16મી માર્ચે તાવ આવ્યો હતો આ સમયે એસવીપી હોસ્પિટલમાં જઇને કોરોના ટેસ્ટ કરાવ્યો હતો અને ત્યારબાદ તેના સેમ્પલને પૂનાની લેબમાં મોકલી આપવામાં આવ્યા, જેમાં 19મી માર્ચે કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. અમદાવાદમાં આ પ્રથમ કોરોના કેસના સમાચાર વાયુવેગે પ્રસર્યા. શહેરની દરેક વ્યક્તિ નિયોમી શાહ માટે કોરોનામાંથી ઝડપથી સાજી થઇને પોતાના ઘરે પરત ફરે તેવી પ્રાર્થના કરવા લાગી હતી. આ વિશે વાત કરતાં નિયોમીએ કહ્યું કે, ફ્લાઇટમાં આવી તે સમયે હું કોરોના સંક્રમિત થઇ હોવાનું મારું માનવું છે. કોરોના સંક્રમિત થયા પછી એસવીપી હોસ્પિટલમાં કોવિડ વિભાગમાં મને દાખલ કરવામાં આવી હતી. મને કોરોના થયો છે તેની જાણ થતા પરિવારના સભ્યોની આંખમાં આંસુ આવી ગયા હતા.
19મી માર્ચે કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો
પરિવારના સભ્યોની આંખમાં આંસુ આવી ગયા
કોરોનામાંથી રાહત થતા 14મા દિવસે કોરોના રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો ત્યારબાદ ફરીથી કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા મને ઘણો ડર લાગ્યો હતો. હું કોરોનામાંથી ઝડપથી સાજી થઇ જાઉં તે માટે મનોમન સંકલ્પ કર્યો કે કોરોનામાંથી મુક્ત થયા પછી ઘરે જઇને જાતે રસોઇ બનાવીને બાળકોને જમાડીશ. 3
2 દિવસની સારવારમાં હોસ્પિટલમાં એક વાર નેગેટિવ અને ચાર વાર કોરોના પોઝિટિવ રિપોર્ટ આવ્યા હતા. મેં સંકલ્પ કર્યો કે ઘરે જઇને ત્રણ મહિના સુધી 25થી વધુ બાળકોેને જાતે રસોઇ બનાવીને જમાડીશ અને તે પૂર્ણ કર્યો. 32 દિવસની સારવાર પછી મને જ્યારે ડિસ્ચાર્જ કરવામાં આવી હતી ત્યારે ડૉક્ટર્સ ટીમ તેમજ પરિવારના દરેક સભ્યોમાં ખુશીની લાગણી ફેલાઇ હતી. હાલમાં હું ફરીથી ન્યૂયોર્ક સિટીમાં અભ્યાસ કરી રહી છું.
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31