Last Updated on March 31, 2021 by
કોરોના મહામારી વચ્ચે માઠા સમાચાર એ આવ્યા છે કે કોરોનાની મહામારીમાં કારગત નિવડેલા રેમડેસિવિર ઇન્જેક્શન હાલમાં ખૂટી ગયા છે. હાલ સમગ્ર ગુજરાતમાં ક્યાંય પણ રેમડેસિવિર ઇન્જેક્શન નથી મળી રહ્યા. મહારાષ્ટ્રમાં કોરોના કેસ વધતા ત્યાં ઇન્જેક્શનની જરૂરિયાત ઊભી થઈ છે. રેમડેસિવિર ઇન્જેક્શન બનાવતી તમામ કંપનીના ડેપો મહારાષ્ટ્રમાં છે જેના કારણે ત્યાં તમામ સ્ટોક રોકાયો છે. જેથી ગુજરાતમાં રેમડેસિવિર ઇન્જેક્શનનો સ્ટોક ન આવતા મોટી હાલાકી ઉભી થઈ છે.
હાલમાં ગુજરાત કેમિસ્ટ એન્ડ ડ્રગિસ્ટ એસો દ્વારા રાજસ્થાનથી રેમડેસિવિર ઇન્જેક્શન મંગાવવામાં આવી રહ્યા છે. ગુજરાતમાં આવતી કાલે રેમડેસિવિર ઇન્જેક્શનનો થોડો સ્ટોક આવી શકે છે જો કે હાલમાં ડિમાન્ડની સામે સપ્લાય ઓછી છે. જેથી હાલમાં રેમડેસિવિર ઇન્જેક્શન ન મળતા ગુજરાતમા કોરોના દર્દીઓની હાલત કફોડી બની છે. હાલમા રાજસ્થાનથી આ જથ્થો મગાવવાનો પ્રયાસ થઈ રહ્યો છે.
ગુજરાતમાં કોરોનાના કેસોએ આજદિન સુધીના તમામ રેકોર્ડ તોડી નાખ્યા છે અને છેલ્લા 24 કલાકમાં સૌથી વધુ 2360 કેસ નોંધાયા છે.તો છેલ્લા 24 કલાકમાં કુલ 9 લોકોના મોત થયા છે. જેમાં અમદાવાદ અને સુરતમાં 3-3 દર્દી જ્યારે ખેડા,મહિસાગર અને વડોદરામાં 1-1 દર્દીનું મોત થઇ ગયું છે. આજદિન સુધીમાં કુલ 4519 લોકોના મોત થઇ ચૂક્યા છે. હજુ પણ 152 દર્દીઓની હાલત ગંભીર છે જેઓને વેન્ટીલેટર પર રાખવામાં આવ્યા છે. રાજ્યમાં કુલ 12610 લોકોની કોરોનાની સારવાર ચાલી રહી છે. છેલ્લા 24 કલાકમાં કુલ 2004 દર્દીઓ સાજા થતા આજદિન સુધીમાં કુલ 2 લાખ 90 હજાર 569 દર્દીઓ સાજા થઇ ચૂક્યા છે.
દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.
MUST READ:
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31