Last Updated on April 4, 2021 by
ગુજરાતમાં જીવલેણ કોરોના વાયરસનો કહેર વધ્યો છે. બીજી તરફ સુરતમાં કોરોના બેકાબૂ બનતા મહાનગરપાલિકા તંત્રએ મોટો નિર્ણય કર્યો છે. મનપાએ વિવિધ બજાર તેમજ ઔદ્યોગિક એકમોમાં 45 વર્ષથી નીચેના લોકોનો આરટીપીસીઆર અથવા રેપિડ ટેસ્ટ રિપોર્ટ નેગેટિવ હોય તેવા લોકોને જ કામ પર પ્રવેશ આપવાનો આદેશ જાહેર કર્યો છે. આરટીપીસીઆર અથવા રેપિડ ટેસ્ટ નેગેટિવ રિપોર્ટ નહીં બતાવવામાં આવે તો તેમને કામના સ્થળોએ પ્રવેશ નહીં મળે.
સુરતની આ માર્કેટોમાં રસી મુકાવી શકાશે
- જે.જે એસી ટેક્સટાઈલ માર્કેટ
- શિવ શક્તિ ટેક્સટાઈલ માર્કેટ
- ગુડલક ટેક્સટાઈલ માર્કેટ
- અભિષેક ટેક્સટાઈલ માર્કેટ
- અનુપમ ટેક્સટાઈલ માર્કેટ
- જશ ટેક્સટાઈલ માર્કેટ
- રિજેન્ટ ટેક્સટાઈલ માર્કેટ
- 451 ટેક્સટાઈલ માર્કેટ
- સાગર ટેક્સટાઈલ માર્કેટ
- મહાવીર ટેક્સટાઈલ માર્કેટ
- કુબેરજી ટેક્સટાઈલ માર્કેટ
- શ્યામ ટેક્સટાઈલ માર્કેટ
- મિલેનિયમ ટેક્સટાઈલ માર્કેટ
- રઘુકુળ ટેક્સટાઈલ માર્કેટ
- ટેક્સટાઈલ ટાવર
- સુરત ટેક્સટાઈલ માર્કેટ
- ટેક્સટાઈલ માર્કેટ
- જગદંબા ટેક્સટાઈલ માર્કેટ
- યુનિવર્સલ ટેક્સટાઈલ માર્કેટ
- અંબાજી ટેક્સટાઈલ માર્કેટ
- પદમાવતી ટેક્સટાઈલ માર્કેટ
- કોહીનુર ટેક્સટાઈલ માર્કેટ
- શ્રી મહાલક્ષ્મી ટેક્સટાઈલ માર્કેટ
- વણકરસંગ ટેક્સટાઈલ માર્કેટ
- સિલ્ક સિટી ટેક્સટાઈલ માર્કેટ
- રાધાક્રિષ્ના ટેક્સટાઈલ માર્કેટ
સુરત મનપાએ ટેક્સટાઇલ્સ માર્કેટ. ડાયમંડ યુનિટ… હીરા બજાર… કમર્શિયલ શોપિંગ સેન્ટર… મોલ તેમજ ઔદ્યોગિક એકમો માટે જાહેરનામું બહાર પાડ્યું છે… જે મુજબ હાઇરિસ્ક વિસ્તારમાંથી આવતા હોય અને વેક્સિન લીધી હોય તેવા વ્યક્તિઓને જ કામે પ્રવેશ આપવા જણાવ્યું છે… મનપાએ એકમોના માલિક… મેનેજર… કર્મચારી તેમજ કામદારો સહિત તમામ લોકોને ખાસ તાકીદ કરી છે… તમામ સ્થળોએ મનપા દ્વારા તપાસ કરવામાં આવશે.. જો જાહેરનામાનો ભંગ થશે તો કલમ 188 તેમજ એપેડેમિક ડીસીઝ એક્ટ હેઠળ કાર્યવાહી કરવામાં આવશે.
જાહેરનામાનો ભંગ થશે તો કલમ 188 તેમજ એપેડેમિક ડીસીઝ એક્ટ હેઠળ કાર્યવાહી કરવામાં આવશે
સુરતમાં કોરોનાના કેસોમાં ધરખમ વધારો થઇ રહ્યો હોવાથી વધુ સંક્રમણ નહીં ફેલાઇ તે માટે અઠવાડિયામાં બે-ત્રણ વખત જતા હોય તો એક જ વખતમાં અને તે પણ ઓછામાં ઓછા સમયમાં કામ પૂર્ણ કરી પરત આવો. તેમજ જરુરીયાત વગર ટ્રાવેલીંગ ટાળવા પણ અપીલ કરવામાં આવી છે. ઉપરાંત માસ્કમાં ખાસ ટ્રીપલ લેયરવાળા માસ્ક પહેરવા તાકીદ કરવામાં આવી છે.
માસ્કમાં ખાસ ટ્રીપલ લેયરવાળા માસ્ક પહેરવા તાકીદ કરવામાં આવી
સુરતમાં કોરોના કેસોના રાફડો થયા બાદ સંક્રમણ રોકવા માટે મ્યુનિ. તંત્ર દ્વારા લોકોને કેટલાક સૂચનો સાથે અપીલ કરાઇ છે. સંક્રમણ ઘટાડવા માટે તંત્ર દ્વારા કાર્યવાહી વચ્ચે મ્યુનિ. કમિશ્નરે જણાવ્યું છે કે, ગૃહિણીઓ કે કોઇ પણ નાગરિક અઠવાડિયામાં બે-ત્રણ વખત બજાર કે બહાર કામ માટે જતા હોય તો એક જ વખતમાં તમામ કામગીરી કરવાથી પણ સંક્રમણમાં ઘટાડો કરી શકાશે. તેમજ કોઇ પણ દુકાનમાં જવાનું થાય ત્યારે ઓછા સમયમાં કામ પતાવી બહાર નિકળી જવું જોઇએ.
સંક્રમણમાં ઘટાડો કરી શકાશે
દરમિયાન ટ્રાવેલ હિસ્ટ્રીવાળા ઘણા કેસો મળી રહ્યા છે. જેથી જરુરીયાત ન હોય તો ટ્રાવેલીંગ કરવાનું ટાળવું જરુરી છે. ચેપની ચેઇન તોડવા તંત્ર પ્રયાસો કરી રહ્યું છે પણ સંક્રમ સતત વધી રહ્યું હોવાથી ટ્રાવેલીંગ ટાળવા પણ અપીલ થઇ છે. આ ઉપરાંત કોઇપણ વ્યક્તિ સાથે વાતચિત કરતી વખતે, તેમની સાથે બેઠા હોય ત્યારે માસ્ક અચૂક પહેરી રાખો. આ માસ્ક ત્રિપલ લેયરવાળા હોવા જરુરી છે. તે બરાબર નાકની ઉપરથી પહેરવામાં આવે તો સંક્રમણથી બચી શકાશે.
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31