GSTV
Gujarat Government Advertisement

મહારાષ્ટ્ર કોરોના/ લોકડાઉન લગાવવા માટે કોવિડ ટાસ્ક ફોર્સની ભલામણ, એનસીપી બન્યું ઠાકરેના નિર્ણયનું રોડું, ખટરાગ શરૂ!

લોકડાઉન

Last Updated on March 30, 2021 by

કોવિડ ટાસ્ક ફોર્સે કોરોના પર રોક લગાવવા માટે રાજ્યમાં લોકડાઉનની ભલામણ કરી છે. ત્યાર પછી સીએમ ઉદ્ધવ ઠાકરેએ પણ આ અંગે સંદેશ આપ્યો હતો. તેમણે કહ્યું કે લોકો નિયમોનું પાલન કરી નથી રહ્યા માટે લોકડાઉન પર વિચાર કરવો પડી શકે છે. એના માટે હવે સરકારનામાં બે સુર સંભળાઈ રહ્યા છે.

એનસીપી સહેમત નથી

સીએમ ઉદ્ધવ ઠાકરેના આ વિચારથી સરકારના સહયોગી દળ એનસીપી સહેમત નથી. મહારાષ્ટ્રમાં મંત્રી અને એનસીપી નેતાએ લોકડાઉનના મામલે ઉદ્ધવ ઠાકરેથી એકદમ અલગ કહ્યું છે. તેમણે કહ્યું કે અમે ફરી લોકડાઉનનો સ્વીકાર કરી શકીએ નહિ.

NCP નેતા નવાબ મલિકે કહ્યું કે, અમે મુખ્યમંત્રીના અન્ય વિકલ્પો પર વિચાર કરવા કહ્યું છે. કોરોનાના વધતા કેસોના કારણે તેમણે પ્રશાસનને લોકડાઉનને લઇ તૈયાર રહેવા કહ્યું છે, પરંતુ એનો મતલબ એ નથી કે લોકડાઉન લગાવવું જ વિકલ્પ છે. જો લોકો નિયમોનું પાલન નહિ કરે તો ફરી એનાથી પણ બચી શકાય છે.

લોકડાઉન લગાવવા ભલામણ

જણાવી દઈએ કે, મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ રવિવારે એવી યોજના તૈયાર કરવાનો નિર્દેશ આપ્યો હતો જેથી અર્થવ્યવસ્થા ઓછી પ્રભાવિત થાય. CM સાથે થયેલી બેઠકમાં રાજ્ય સ્વાસ્થ્ય વિભાગના મંત્રી સચિવ ડૉ. પ્રદીપ વ્યાસે કહ્યું કે આગામી દિવસોમાં બેડની સંક્યા, ઑક્સીજન અને વેંટિલેટર પર ભારે દબાદ હશે. અને જો કેસની સંક્યા ઝધે છે તો તેની અછતનો પણ સામનો કરવો પડી શકે છે. નિવેદનમાં CM ઠાકરેના હવાલાથી કહેવામાં આવ્યુ હતું કે, લૉકડાઉનની જાહેરાત થવા પર લોકો વચ્ચે કોઈપણ પ્રકારની અસમંજસની સ્થિતી ન હોવી જોઈએ.

maharashtra corona

ત્યાં જ મહારાષ્ટ્રમાં છેલ્લા 24 કલાકમાં 31,643 કોરોનાના નવા કેસો સામે આવ્યા છે. સાથે જ 20,854 લોકો સારા થયા છે. ત્યાં 102 લોકોની મોત થઇ છે. ત્યાં જ વરિષ્ઠ સ્વાસ્થ્ય અધિકારીઓ અને કોવિડ ટાસ્ક ફોર્સ સાથે બેઠકમાં ઉદ્ધવ ઠાકરેએ નિર્દેશ આપ્યા છે કે જો કોઈ કોવિડ સંબંધિત નિયમોનું ઉલ્લંઘન કરવાનું ચાલુ રાખશે તો લોકડાઉન જેવા પ્રતિબંધો માટે તૈયાર રહો.

Read Also

Gujarat Government Advertisement

Related posts

Dev post create for auto notification 35

Dev post create for auto notification 34

Dev post create for auto notification 33