Last Updated on March 23, 2021 by
દેશમાં વધી રહેલા કોરોના વાયરસના કેસોને જોતા અલગ અલગ રાજ્યોમાં પ્રતિબંધો વધી રહ્યા છે. ત્યારે હવે ફરી એક વાર લોકોના મનમાં લોડાઉનનો ભય સતાવી રહ્યો છે. લોકોના મનમાં એક જ સવાલ છે કે, શું ફરી વાર પણ લાગશે લોકડાઉન ? ત્યારે હવે આ સવાલનો જવાબ આપી આવી ગયો છે. કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકરે કહ્યુ છે કે, કેન્દ્ર સરકાર જે રાજ્યમાં કેસો વધી રહ્યા છે, તે રાજ્યોના સતત સંપર્કમાં છે.
લોકડાઉન લાગશે કે નહીં લાગે ?
કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકરે કહ્યુ હતું કે, કોરોના મેનેજમેન્ટના ઉપાય ગત વર્ષે સૌ કોઈએ જોયા છે. આ વખતે જો તેનું મેનેજમેન્ટ સારી રીતે થશે તો કોરોના વધશે નહીં. એટલે કે, સરકાર તરફથી લોકડાઉન લગાવવું કે નહીં લગાવવું તેને લઈને કોઈ નિર્ણય લેવાયો નથી. સરકાર હાલમાં પરિસ્થિતી પર નજર લગાવીને બેઠી છે.
45 વર્ષથી મોટી ઉંમરના દરેકને અપાશે રસી
કોરોના વેક્સિનેશનને લઈને ભારત સરકારે મોટો નિર્ણય કર્યો છે. દેશમાં એક એપ્રિલથી વૈક્સિનેશનનો દાયરો વધારવામાં આવશે. હવે 45 વર્ષની મોટી ઉંમરના દરેક લોકોને કોરોના વૈક્સિન લગાવામાં આવશે.
It has been decided that from 1st April, the vaccine will open for everybody above 45 years of age. We request that all eligible should immediately register and get vaccinated: Union Minister Prakash Javadekar #COVID19 pic.twitter.com/RWoTORzYnW
— ANI (@ANI) March 23, 2021
ફક્ત રજીસ્ટ્રેશન કરાવાનું રહેશે
કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકરે એક પ્રેસ કોન્ફરન્સમાં આ પ્રકારની જાહેરાત કરતા કહ્યુ હતું કે, લોકોને ફક્ત પોતાનું રજીસ્ટ્રેશન કરાવાનું રહેશે અને સરળતાથી સરકારી-પ્રાઈવેટ સેન્ટર્સ પર વૈક્સિન મળી જશે.
અત્યાર સુધી 60 વર્ષથી મોટી ઉંમરના લોકોને અપાતી હતી રસી
આપને જણાવી દઈએ કે, અત્યાર દેશમાં સ્વાસ્થ્યકર્મીઓ, કોરોના વોરિયર્સની સાથે સાથે 60 વર્ષથી વધારે ઉમરના લોકો, 45 વર્ષથી વધુ ઉંમરના (ગંભીર બિમારીથી પીડિત) લોકોને વૈક્સિન લગાવામાં આવી રહી છે.
READ ALSO
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31