Last Updated on April 5, 2021 by
કોરોના મહામારી દેશમાં અજગર ભરડો લઈ રહી છે, દિવસે ને દિવસે કેસ વધી રહ્યા હોવાથી વડાપ્રધાન મોદી સહિત કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારો લોકોને માસ્ક પહેરવા સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરવાની હાકલ કરી રહી છે તેવા સમયે આસામમાં ભાજપના મંત્રી હેમંત બિશ્વા શર્માએ લોકોને માસ્ક નહીં પહેરવાની સલાહ આપતાં બફાટ કર્યો છે. તેમણે તો ત્યાં સુધી કહ્યું છે કે આપણે અર્થતંત્રને જીવંત કરવાનું છે. તમે માસ્ક પહેરશો તો બ્યુટી પાર્લર કેવી રીતે ચાલશે? તેમના આ નિવેદનથી નવો વિવાદ સર્જાયો છે.
અસમમાં હાલ વિધાનસભા ચૂંટણી ચાલી રહી છે, જ્યાં બે તબક્કાનું મતદાન થઈ ગયું છે અને ત્રીજા તબક્કાના મતદાનની તૈયારી ચાલી રહી છે. આસામમાં ભાજપના નેતા હેમંત બિશ્વા શર્માએ લોકોના માસ્ક નહીં પહેરવાની સલાહ આપી છે. દેશમાં કોરોનાના કેસ દરરોજ નવા નવા વિક્રમો બનાવી રહ્યા છે તેવા સમયે તેમનું આ નિવેદન આશ્ચર્યજનક છે.
એક ઈન્ટર્વ્યૂમાં તેમણે આશ્ચર્ય વ્યક્ત કરતાં કહ્યું કે લોકો માસ્ક પહેરીને કોરોના અંગેનો ડર વધારી રહ્યા છે. જ્યારે આસામમાં માસ્ક પહેરવાની કોઈ જરૂર નથી. તેમણે એમ પણ કહ્યું કે રાજ્યમાં માસ્ક પહેરવાની જરૂર હશે ત્યારે તે લોકોને કહી દેશે. તેમણે આગળ ઉમેર્યું હતું કે, આપણે અર્થતંત્રને પણ સજીવન કરવાનું છે. લોકો માસ્ક પહેરશે તો બ્યુટી પાર્લર કેવી રીતે જશે? બ્યુટી પાર્લર ચલાવવું પણ જરૂરી છે. મેં લોકોને કહી રાખ્યું છે કે આ વચગાળાની રહાત છે. જે દિવસે મને લાગશે કે કોરોના છે, તે દિવસે બધાએ માસ્ક પહેરવા પડશે.
આ એ જ હેમંત બિશ્વા શર્મા છે જેમના પર ચૂંટણી પંચે ચૂંટણી પ્રચાર કરવા પર બે દિવસનો પ્રતિબંધ મૂક્યો હતો. હેમંત બિશ્વા શર્માએ બીપીએફના એક ઉમેદવારને ધમકાવવા માટે એનઆઈએનું નામ લીધું હોવાનું કહેવાય છે. કોંગ્રેસે આ અંગે ચૂંટણી પંચને ફરિયાદ કરી હતી. પંચે તેમના પર ૪૮ કલાકનો પ્રતિબંધ મૂક્યો હતો. જોકે, પાછળથી આ સમય ઘટાડીને એક દિવસનો કરી દેવાયો હતો. કોંગ્રેસે ચૂંટણી પંચના આ નિર્ણયનો વિરોધ કર્યો હતો.
દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.
MUST READ:
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31