Last Updated on March 24, 2021 by
ભારતમાં છેલ્લા કેટલાક દિવસોથી કોરોનાના કેસમાં ભારે મોટો ઉછાળો આવ્યો છે. સ્વાસ્થ્ય મંત્રાલયે બુધવારે જાહેર કરેલા આંકડાઓ પ્રમાણે છેલ્લા 24 કલાકમાં ભારતમાં કોરોનાના 47,262 નવા કેસ સામે આવ્યા છે. આ સમયગાળામાં જ 23,907 લોકો સાજા થયા છે અને 275 લોકોના મોત થયા છે. કોરોના વાયરસના કેસ મામલે ભારત વિશ્વમાં અમેરિકા અને બ્રાઝિલ બાદ ત્રીજા ક્રમે આવી ગયું છે.
કોરોના વાયરસના કેસ મામલે ભારત વિશ્વમાં અમેરિકા અને બ્રાઝિલ બાદ ત્રીજા ક્રમે
નવા કેસની સાથે જ ભારતમાં કોરોના વાયરસના કુલ કેસની સંખ્યા 1 કરોડ, 17 લાખ, 34 હજાર 58 થઈ ગઈ છે. જ્યારે 1 કરોડ, 12 લાખ, 5 હજાર, 160 લોકો અત્યાર સુધીમાં સાજા થયા છે. ઉપરાંત 1 લાખ 60 હજાર 441 લોકોએ સંક્રમણના કારણે પોતાનો જીવ ગુમાવ્યો છે. ભારતમાં હાલ કોરોનાના 3 લાખ 68 હજાર 457 સક્રિય કેસ છે.
હાલ કોરોનાના 3 લાખ 68 હજાર 457 સક્રિય કેસ
ભારત સરકાર કોરોનાનો પ્રભાવ ઘટાડવા પૂરતા પ્રયત્ન કરી રહી છે. પરંતુ લોકોની બેદરકારી અને કોરોના મામલે જે દિશા-નિર્દેશો જાહેર કરવામાં આવ્યા છે તેનું પાલન ન થઈ રહ્યું હોવાથી કોરોનાના કેસમાં વૃદ્ધિ નોંધાઈ રહી છે. ભારત સરકારે મોટા પાયે વેક્સિનેશન અભિયાન હાથ ધર્યું છે જે અંતર્ગત અત્યાર સુધીમાં 5 કરોડ 8 લાખ 41 હજાર 286 લોકોને વેક્સિન અપાઈ ચુકી છે. કોરોનાના કેસ વધી રહ્યા હોવાથી ભારત સરકારે 45 વર્ષ કરતા વધારે ઉંમરના લોકોને પણ વેક્સિન આપવાની જાહેરાત કરી છે.
મહારાષ્ટ્રથી ગુજરાત આવતા તમામ મુસાફરો માટે આરટી પીસીઆર ટેસ્ટ ફરજિયાત
મહારાષ્ટ્રથી ગુજરાત આવતા તમામ મુસાફરો માટે આરટી પીસીઆર ટેસ્ટ ફરજિયાત બનાવાયો છે. અમદાવાદ એરપોર્ટ પર મહારાષ્ટ્રથી આવતા લોકોના ટેસ્ટ પણ ફરજિયાત કરાયા છે.કોરોના કેસ વધતા રાજ્ય સરકારે લીધેલા નિર્ણય બાદ એરપોર્ટ પર પણ કોરોના સામેની સાવચેતી વધુ સુદ્રઢ કરી દેવાઇ છે.
READ ALSO
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31