Last Updated on March 27, 2021 by
અન્ય રાજ્યમાંથી ગુજરાતમાં આવતા લોકો માટે સૌથી મોટા સમાચાર છે. રાજ્ય સરકારે અન્ય રાજ્યમાંથી આવતા લોકોને લઈને મોટો નિર્ણય કર્યો છે. છેલ્લા કેટલાંય દિવસોથી ગુજરાતના કોરોના કેસ સતત વધી રહ્યા છે જેને લઈને સરકારે નિર્ણય કર્યો છે કે રાજ્યમાં પ્રવેશતા તમામ લોકોએ કોરોનાનો નેગેટિવ રિપોર્ટ બતાવવો ફરજીયાત છે.
રાજ્ય સરકારે અન્ય રાજ્યોમાંથી આવતા લોકો માટે પરિપત્ર જાહેર કર્યો છે. જેમાં કહેવાયું છે કે અન્ય રાજ્યમાંથી આવતા લોકોએ કોરોનનો આરટીપીસીઆર ટેસ્ટ કરાવવો ફરજીયાત છે. કોરોના નો આરટીપીસીઆર ટેસ્ટ નેગેટિવ હશે તેને જ રાજ્યમાં પ્રવેશ મળશે અન્યથા પ્રવેશ મળશે નહીં.
દેશભરમાં કોરોનાના કેસ રોકેટ ગતિએ આગળ વધી રહ્યા છે. ત્યારે છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોનાના નવા 62 હજાર 258 કેસ નોંધાયા છે. જ્યારે, 291 દર્દીઓ મોત નિપજ્યા છે.છેલ્લા 24 કલાકમાં 30 હજાર 386 દર્દીઓએ કોરોનાને મ્હાત પણ આપી છે..દેશમાં કોરોનાના કુલ કેસની સંખ્યા 1 કરોડ 19 લાખને પાર થઈ છે..જ્યારે ચાર લાખ 52 હજારથી વધુ એક્ટિવ કેસ છે..દેશમાં કોરોનાથી કુલ મૃત્યુઆંક એક લાખ 61 હજારને પાર થયો છે.
ગુજરાતમાં છેલ્લાં કેટલાંય દિવસથી કોરોનાના આંકડાઓ દિન-પ્રતિદિન સતત વધતા જઇ રહ્યાં છે. ત્યારે આખરે આજે શુક્રવારના રોજ કોરોનાના નવા કેસોએ 2000નો આંક વટાવી દીધો છે. આજ રોજ રાજ્યમાં છેલ્લાં 24 કલાકમાં કોરોનાના વધુ નવા 2190 કેસો સામે આવ્યાં છે જ્યારે આજે વધુ નવા 6 લોકોના મોત થતા રાજ્યમાં કુલ મૃત્યુઆંક 4479 એ પહોંચ્યો છે. જ્યારે રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 2,29,051 વ્યક્તિઓનું રસીકરણ કરવામાં આવ્યું. તો આજ રોજ નવા 1422 દર્દીઓ સાજા થયા. આમ,અત્યાર સુધીમાં કુલ 2,81,707 દર્દીઓ કોરોનાને માત આપી ચૂક્યાં છે. રાજ્યમાં સાજા થવાનો દર 95.07 ટકા છે.
દેશમાં કોરોનાના વધતા કેસ વચ્ચે ચૂંટણીવાળા રાજ્યોમાં રાજકીય પક્ષો હજારોની ભીડ એકઠી કરી રહ્યા છે તેવા સમયે કેન્દ્ર સરકારે આગામી સમયમાં હોળી, ઈદ, ઈસ્ટર જેવા તહેવારોમાં ભીડ એકઠી થતી રોકવા માટે પગલાં લેવા રાજ્યોને નિર્દેશ આપ્યા છે.
મહારાષ્ટ્ર, પંજાબ, કર્ણાટક, છત્તિસગઢ, ગુજરાતમાં કોરોનાના દૈનિક કેસમાં તીવ્ર ઊછાળો આવ્યો છે. મહારાષ્ટ્રમાં માત્ર ત્રણ દિવસમાં નવા એક લાખ કેસ નોંધાયા છે. આવા સમયે આગામી સપ્તાહથી દેશભરમાં તહેવારો શરૃ થઈ રહ્યા છે.
આગામી સપ્તાહથી દેશમાં હોળી, શબ-એ-બારાત, બૈસાખી, ઈદ-ઉલ-ફિતર, ઈસ્ટર જેવા તહેવારો આવી રહ્યા છે ત્યારે ગૃહમંત્રાલયે બધા જ રાજ્યોના ગૃહસચિવોને પત્ર લખીને તહેવારોમાં ભીડ એકત્ર ન થાય તે માટે પગલાં લેવા નિર્દેશો આપ્યા છે. દિલ્હી મહારાષ્ટ્ર કે ગુજરાત દરેક જગ્યાએ કોરોનાના નવા દૈનિક કેસમાં વિક્રમી વધારો થઈ રહ્યો છે.
દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.
MUST READ:
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31