GSTV
Gujarat Government Advertisement

બૉલિવુડમાં કોરોનાનો પગપેસારો, વધુ એક એક્ટર આવ્યો કોરોનાની ઝપેટમાં

Last Updated on March 15, 2021 by

બોલિવુડના કેટલાક સ્ટાર આ દિવસોમાં કોરોના વાયરસની ચપેટમાં આવ્યા છે. ગત દિવસોમાં રણબીર કપૂર, સંજય લીલા ભાનુશાલી કોરોના પોઝિટિવ આવયા હોવાની વાત સામે આવી હતી. હવે સમાચાર ણળ્યા છે કે, અભિનેતા આશિષ વિદ્યાર્થી પણ કોરોનાની ચપેટમાં આવી ગયો છે. તેણે વીડિયો શેર કરીને પોતાના કોરોના ટેસ્ટના રીઝલ્ટની જાણકારી આપી હતી. સાથે જ તેણેતેના સંપર્કમાં આવેલા લોકોને પણ કોરોના ટેસ્ટ કરાવવા કહ્યુ હતું. આશીષ આ દરમ્યાન દિલ્લી સ્થિત સાકેતના મેક્સ હૉસ્પિટલમાં દાખલ છે અને સારવાર લઈ રહ્યા છે.

તેમણે વિડીયો કરતા કહ્યું હતું કે, નમસ્કાર બંધુ, કાલે થોડી તબિયત ખરાબ થઇ હતી. કોરોનાનો ટેસ્ટ કરાવ્યો જે પોઝિટિવ આવ્યો. હવે હું દિલ્હીની હોસ્પિટલમાં એડમિટ થવા જઈ રહ્યો છે. આમતો બધું સારું છે પરંતુ ગયા દિવસોમાં મારા સંપર્કમાં જે આવ્યા છે તેઓ પછી એ વારાણસી અથવા દિલ્હી કે મુંબઈમાં હોય, તેઓ પોતાનો કોવિડ-19 ટેસ્ટ કરાવે. હું સારો છું, અસલી દુનિયામાં સ્વાગત છે. ધ્યાન રાખો.’

આશીષે હૉસ્પિટલમાંથી પણ વિડિયો શેર કર્યા છે. તે સમયે તેણે જણાવ્યુ કે, આ પહેલા 90 ના દાયકામાં દિલ્લીની હૉસ્પિટલમાં આથ્રોસ્કોપિક સર્જરી માટે દાખલ થયા હતા. આગળ આશીષે કહ્યું કે, મને ખબર નથી કે આ સંક્રમણ મને કયાંથી થયું. હું વારાણસીમાં શૂટિંગ કરી રહ્યો હતો. મુંબઈમાં, દિલ્લીમાં, હું સતર્ક રહ્યો હતો પરંતુ તો પણ થયો. એટલા માટે તમે પણ સાવધાન રહો.

આ ફિલ્મ માટે મળ્યો હતો નેશનલ અવોર્ડ

આશીષ વિદ્યાર્થી ફિલ્મોમાં પોતાના નેગેટીવ રોલ માટે ફેમસ છે. તેણે હિંદી ઉપરાંત કન્નડ, મલયાલમ, તેલૂગુ, બંગાળી, અંગ્રેજી, તમિલ, ઓડિશા સહિત મરાઠા ફિલ્મોમાં કામ કર્યુ છે. દ્રોહકાલ ફિલ્મ માટે આશિષ વિદ્યાર્થીને બેસ્ટ સપોર્ટિંગ એક્ટરનો નેશનલ અવોર્ડ પણ મળી ચૂક્યો છે.

read also

Gujarat Government Advertisement

Related posts

Dev post create for auto notification 35

Dev post create for auto notification 34

Dev post create for auto notification 33