Last Updated on March 26, 2021 by
દેશની આર્થિક રાજધાની મુંબઇમાં કોરોના સંક્રમણ ચિંતાજનક હદે વધી રહ્યા છે, છેલ્લા 24 કલાકમાં દોઢ હજારથી પણ વધુ નવા કેસ બહાર આવ્યા છે દિલ્હીમાં પણ આજે 1,515 નવા કેસ બહાર આવ્યા છે. 16 ડિસેમ્બર બાદ દિલ્હીમાં પહેલી વખત 1500થી વધુ નવા કેસ નોંધાયા છે. આ દરમિયાન મહારાષ્ટ્રની રાજધાની મુંબઇ પણ કોરોનાની હાલત ફરીથી ગંભીર થવા લાગ્યા છે. મુંબઇમાં છેલ્લા 24 કલાકમાં 5,504 નવા કેસ બહાર આવ્યા છે અને આ દરમિયાન 4 દર્દીઓનું મોત થયું છે. મુંબઇમાં 75 દિવસમાં ડબલિંગ રેટ થઇ ગયું છે.
મહારાષ્ટ્રમાં કોરોનાનાં નવા કેસની સંખ્યા 35 હજારને પાર
મહારાષ્ટ્રમાં આજે કોરોનાનાં નવા કેસની સંખ્યા 35 હજારને પાર પહોંચી ગઇ છે. આજે 35,952 નવા કેસ નોંધાયા જ્યારે 20,444 દર્દીઓ ડિસ્ચાર્જ થઇ ગયા છે. સમગ્ર રાજ્યમાં આજે 111 દર્દીઓનું મોત કોરોનાથી થઇ છે. તે જ પ્રકારે રાજધાની દિલ્હીમાં દર્દીઓની સંખ્યા પણ 5 હજારથી વધુ થઇ ગઇ છે. એક્ટિવ દર્દીઓની સંખ્યા હવે 5,497 થઇ ગઇ છે, જ્યારે 31 ડિસેમ્બર 2020 બાદથી સૌથી મોટી સંખ્યા છે. 31 ડિસેમ્બર દિલ્હીમાં એક્ટિવ દર્દીઓની સંખ્યા 5,511 હતી.
દિલ્હીમાં કોરોના વાયરસથી સંક્રમિત દરદીઓની સંખ્યામાં મોટા પ્રમાણમાં ઉછાળો
દિલ્હીમાં છેલ્લા 24 કલાક 1,515 નવા કેસ બહાર આવ્યા છે. જેનાથી કુલ આંકડા 6,52,742 થઇ ગયા છે. આ દરમિયાન 903 દર્દીઓ સાજા થયા છે. હવે અહીં સાજા થનારાની સંખ્યા 6,36,267 સુધી પહોંચી ગઇ છે. છેલ્લા અનેક દિવસોથી રાજ્યના કોરોના વાયરસથી સંક્રમિત દરદીઓની સંખ્યામાં મોટા પ્રમાણમાં ઉછાળો થઇ રહ્યો છે. તેથી લોકડાઉનની અટકળોએ જોર પકડયું છે, પરંતુ આ બધી અટકળો પર પૂર્ણ વિરામ મૂકતા મુંબઇ મહાપાલિકાના એડિશનલ કમિશનર સુરેશ કાકાણીએ જણાવ્યું છે કે હાલ અમે લોકડાઉનનો વિકલ્પ અપનાવવા નથી ઇચ્છતા. સુરેશ કાકાણીએ જણાવ્યું હતું કે, હાલ અને માત્ર ત્રણ જ બાબતો પર ધ્યાન આપી રહ્યા છે. જેમાં કોરોનાના ટેસ્ટિંગ વધારવા, માળખાકીય સુવિધા વધારવી તેમજ વેક્સીનેશન વધારવું અને અમને તેમાં ચોક્કસ સફળતા મળશે તેવો વિશ્વાસ કાકાણીએ વ્યક્ત કર્યો હતો.
લોકલ ટ્રેનોમાં કોરોના ટેસ્ટિંગ
તેમણે જણાવ્યું હતું કે લોકલ ટ્રેનોમાં કોરોના વાયરસનું સંક્રમણ ફેલાય નહી તે માટે અમે સ્ટેશનો પર કોરોના ટેસ્ટિંગની શરૃઆત કરી છે. પરંતુ અમારો લોકલ ટ્રોની હાલ શરૃ ફેરી ઘટાડવાની કોઇ જ યોજના ન હોવાની સ્પષ્ટતા તેમણે કરી હતી. તેમણે જણાવ્યું હતું કે હાલ અમે બધા જ કાર્યાલયોના ૫૦ ટકા કર્મચારીઓની હાજરી ફરજિયાત કરી દીધી છે. બધાએ આ નિયમોનું પાલન કરવું આવશ્યક રહેશે. જેથી લોકલ ટ્રેનમાં થતી ગિરદી અટકાવી શકાય.
Read Also
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31