GSTV
Gujarat Government Advertisement

કોરોનાના વધતા કેસના પગલે લોકો માં આવી જાગૃતતા, લોકો પહોંચી રહ્યા છે ટેસ્ટ કરાવવા

Last Updated on March 28, 2021 by

અમદાવાદમાં વધતા કોરોના સંક્રમણ સાથે જ  કોરોનાને લઈને લોકોમાં જાગૃતિ જોવા મળી રહી છે… તેમજ રવિવારના દિવસે પણ લોકો કોરોના ટેસ્ટ માટે લોકો પહોંચ્યા હતા. શહેરના ટાગોર હોલ ખાતે કોર્પોરેશને ઉભા કરેલા કોરોનાના ટેસ્ટિંગ ડોમમાં સવારથી લોકોની ભીડ જોવા મળી હતી.

કોરોના
  • કોરોનાના વધતા કેસના પગલે લોકો માં આવી જાગૃતતા
  • લોકો પહોંચી રહ્યા છે ટેસ્ટ કરાવવા
  • AMC એ બનાવેલા ડોમ માં વહેલી સવારથી જ જામી ભીડ
  • કોરોના કેસમાં ઉછાળો આવતા લોકો પહોંચી રહ્યા છે ટેસ્ટ કરાવવા માટે

અમદાવાદ શહેરમાં કોરોના સંક્રમણમાં સતત ચિંતાજનક વધારો જોવા મળી રહ્યો છે.શુક્રવારે શહેરમાં 604 કેસ નોંધાયા બાદ શનિવારે બીજા દિવસે પણ શહેરમાં કોરોનાના 601 નવા કેસ નોંધાયા છે.એક દર્દીનું મોત થયું છે. શહેરના પાલડી, ઘાટલોડીયા,થલતેજ,ગોતા ઉપરાંત જોધપુર તથા મણિનગર અને વટવા સહિતના વિસ્તારોમાં સંક્રમણ વધતાં શનિવારે નવા 14 સ્થળ માઈક્રોકન્ટેઈન્મેન્ટમાં મુકવામાં આવતાં કુલ 262 સ્થળ માઈક્રોકન્ટેઈન્મેન્ટમાં મુકવામાં આવ્યા છે.

કુલ 262 સ્થળ માઈક્રોકન્ટેઈન્મેન્ટમાં મુકવામાં આવ્યા

corona test tent

અસારવા સીવીલ હોસ્પિટલમાં કોરોનાના 300થી વધુ દર્દીઓ સારવાર હેઠળ હોવાનું તેમજ 58 જેટલા તબીબોને કોરોનાની સારવારની ખાસ ફરજ સોંપવામાં આવી હોવાનું સત્તાવારસૂત્રોમાંથી જાણવા મળ્યું છે.હાલમાં અમદાવાદમાં કોરોનાના એકિટવ કેસની સંખ્યા 1634 ઉપર પહોંચી છે. આ અંગે મળતી માહીતી મુજબ,શહેરમાં શુક્રવારે કોરોનાના કુલ 604 કેસ નોંધાયા હતા.ઉપરાંત એકિટવ કેસની સંખ્યા 1529 હતી.શનિવારે સતત બીજા દિવસે કોરોનાના નવા 601 કેસ નોંધાયા છે.ઉપરાંત એકિટવ કેસની સંખ્યા વધીને 1634 ઉપર પહોંચી છે.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

Dev post create for auto notification 35

Dev post create for auto notification 34

Dev post create for auto notification 33