GSTV
Gujarat Government Advertisement

ઓહ બાપ રે! મહારાષ્ટ્રમાં નવા 15 હજારથી વધુ કેસો નોંધાવાની સાથે 48ના નિપજ્યા મોત, અઘાડી સરકારે કોરોનાને નાથવા કમરકસી

Last Updated on March 16, 2021 by

દેશમાં જીવલેણ કોરોના વાયરસનો કહેર વધ્યો છએ,. બીજી તરફ મહારાષ્ટ્રમાં કોરોનાની મહામારીનો પ્રકોપ વધતો હોવાથી રાજ્ય સરકાર ચિંતામાં પડી ગઈ છે. પણ સંપૂર્ણ પણે લોકડાઉન મૂકવામાં બદલે આકરા પ્રતિબંધો મૂકવાની તજવીજ કરી રહી છે. રાજ્ય સરકારે કોરોનાને નાથવા કમરકસી છે. આજે દિવસભર રાજ્યમાં કોરોનાએ ૪૮ દરદીનો ભોગ લીધો હતો અને નવા ૧૫૦૫૧ કેસ નોધાયા છે. જ્યારે રાજ્યમાં ૧ લાખ ૩૦ હજાર ૫૪૭ સક્રીય દરદી હોવાનું રાજ્યના આરોગ્ય વિભાગે આપી હતી.

મહામારીનો પ્રકોપ વધતો હોવાથી રાજ્ય સરકાર ચિંતામાં પડી ગઈ

જ્યારે રાજ્યમાં આજે ૧૦,૬૭૧ દરદી સાજા થતાં હોસ્પિટલથી ડિસ્ચાર્જ કરાયા છે. આથી રાજ્યમાં આજ સુધી ૨૧,૪૪,૭૪૩ દરદી કોરોનાથી મુક્ત થયા છે. આથી રિકવરીનું પ્રમાણ ૯૨.૦૭ ટકા થયું છે. એટલે કે રિકવરીનું પ્રમાણ બે ટકા ઘટી ગયું છે.

રિકવરીનું પ્રમાણ બે ટકા ઘટી ગયું

રાજ્યમાં અત્યાર સુધી કોરોનાગ્રસ્તોની સંખ્યા વધીને ૨૩ લાખ ૨૯ હજાર ૪૬૪ થઈ છે. જ્યારે મરણાંકની સંખ્યા વધીને ૫૨,૯૦૯ થઈ છે. હાલમાં ૧,૭૬,૦૯,૨૪૮ લોકોનો કોરોના ટેસ્ટ કરાયો છે. અત્યારે રાજ્યમાં ૬,૨૩,૧૨૧ દરદી હોમ ક્વોરન્ટીન કરાયા છે અને ૬,૧૧૪ દરદીને સંસ્થાત્મક ક્વોરન્ટીન કરાયા છે, એમ રાજ્યના આરોગ્ય વિભાગે જણાવ્યું હતું.

રાજ્યમાં હાલમાં ૧,૩૦,૫૪૭ કોરોના એક્ટીવ દરદી

રાજ્યમાં હાલમાં ૧,૩૦,૫૪૭ કોરોના એક્ટીવ દરદી છે. જેમાં પુણેમાં સૌથી વધુ એક્ટીવ દરદીની સંખ્યા છે. જે ૨૬,૪૮૬ દરદી હોસ્પિટલમાં સારવાર લે છે. મુંબઈમાં ૧૪ હજાર ૫૮૨, થાણેમાં ૧૨ હજાર ૬૮૦ અને નાગપુરમાં ૧૮,૧૧૪ એક્ટીવ દરદી હોવાનું રાજ્યના આરોગ્ય વિભાગે જણાવ્યું હતું.

મુંબઈનાં કોરોનાના આજે નવા ૧૭૧૨ કેસ નોંધાયા છે અને ચાર દરદીના મોત થયા છે. આથી અત્યાર સુધી શહેરમાં કોરોનાગ્રસ્તોની સંખ્યા વધીને ૩૪૫૬૫૯ થઈ છે અને મરણાંકની સંખ્યા ૧૧૫૩૫ થઈ છે. જ્યારે કોરોનાના ૧૦૬૩ દરદી સાજા થતાં અત્યાર સુધી ૩૧૮૬૪૨ દરદી કોરોનાથી મુક્ત થયા છે. મુંબઈમાં ૧૪૫૮૨ દરદી કોરોનાના એક્ટીવ કેસ છે. શહેરની ૨૧૭ ઈમારતો સીલ કરાઈ છે.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

Dev post create for auto notification 35

Dev post create for auto notification 34

Dev post create for auto notification 33