Last Updated on March 14, 2021 by
દેશમાં કોરોના સંક્રમણ ફરીથી વધતા પરિસ્થિતી ચિંતાજનક બની છે, જો કે મહારાષ્ટ્ર, દિલ્હી, અને પંજાબમાં કોરોના સંક્રમણનો કહેર વકરતા હવે લોકડાઉનની સ્થિતી બની છે, રાજ્ય સરકારો પણ એલર્ટ બની છે, અને સંક્રમણ રોકવા માટેનાં પગલા લેવા ગંભીરતાથી વિચારી રહી છે.
સંક્રમણ રોકવા માટેનાં પગલા લેવા ગંભીરતાથી વિચારી રહી છે
દેશમાં હાલ કોરોનાનાં કેસ 1.13 કરોડનાં આંકડાને પાર કરી ગયા છે, આ દર્દીઓમાં માત્ર 7 રાજ્યોનું યોગદાન 87.72% છે. જેમ કે મહારાષ્ટ્રમાં સૌથી વધુ 63.57% કેસ છે, રાજ્યમાં કુલ કેસ 22,82,191 થઇ ગયા છે, આજે 56 દર્દીઓનાં મોતની સાથે કુલ મૃત્યુંઆંક 52,723 થયો છે. મહારાષ્ટ્રમાં ઘણા પ્રકારનાં પ્રતિબંધો લગાવવામાં આવ્યા છે, જેમ કે નાગપુર અને અકોલામાં પહેલાથી જ લોકડાઉનની ઘોષણા કરવામાં આવી છે, અને હવે પરભણીમાં લોકડાઉન લગાવવાની ઘોષણા કરવામાં આવી છે.
પરભણીમાં લોકડાઉન લગાવવાની ઘોષણા કરવામાં આવી
તો દિલ્હીની વાત કરીએ તો ત્યાં કોરોનાનાં કેસ વધીને 6,42,870 થયા છે, રાજધાનીમાં સતત બીજા દિવસે 400થી વધુ કેસ નોંધાઇ રહ્યા છે, રાજ્યમાં અત્યાર સુધીમાં કોરોનાનાં કારણે 10,936 લોકોનાં મોત થયા છે.
જ્યારે પંજાબમાં 1,408 કેસ નોંધાયા છે, તે સાથે જ આ રાજ્યમાં વધી રહેલા કેસનાં કારણે ઘણા જિલ્લામાં આંશિંક રીતે લોકડાઉન પણ લગાવવામાં આવ્યું છે, રાજ્યમાં 7 માર્ચથી સતત 1000 હજારથી વધુ નવા કેસ આવી રહ્યા છે, જેથી ચિંતા વધી છે. ભારતમાં કોરોનાના કેસમાં સતત થઈ રહેલા વધારાથી કેન્દ્ર અને રાજ્ય સરકારોની ચિંતા વધી છે. ભારતમાં શનિવારે કોરોનાના નવા ૨૫,૦૦૦ જેટલા કેસ નોંધાયા હતા, જે આ વર્ષે એક દિવસમાં સૌથી વધુ કેસ છે. આ સાથે કોરોનાના કુલ કેસની સંખ્યા ૧.૧૩ કરોડને પાર થઈ ગઈ છે. ભારતમાં ૫૩ દિવસમાં પહેલી વખત એક્ટિવ કેસની સંખ્યા બે લાખને પાર થઈ છે.
ભારતમાં ૫૩ દિવસમાં પહેલી વખત એક્ટિવ કેસની સંખ્યા બે લાખને પાર
દેશના છ રાજ્યો મહારાષ્ટ્ર, પંજાબ, કેરળ, ગુજરાત, તામિલનાડુ અને કર્ણાટકમાં કોરોનાના સૌથી વધુ કેસ
વધુમાં દેશના છ રાજ્યો મહારાષ્ટ્ર, પંજાબ, કેરળ, ગુજરાત, તામિલનાડુ અને કર્ણાટકમાં કોરોનાના સૌથી વધુ કેસ સામે આવી રહ્યા છે. મહારાષ્ટ્રમાં નાપગુરમાં એક સપ્તાહના લોકડાઉન પછી હવે પંજાબ, મધ્ય પ્રદેશ સહિતના રાજ્યોમાં નાઈટ કરફ્યુ લાદવાનો નિર્ણય લેવાયો છે.ભારતમાં કોરોના મહામારી સામેની લડાઈમાં શનિવારે એક જ દિવસમાં કોરોનાની રસીના ૨૦ લાખથી વધુ ડોઝ આપવમાં આવ્યા હતા.
READ ALSO
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31