GSTV
Gujarat Government Advertisement

ઘાતક વાયરસનો વધ્યો કહેર: સરકારની નવી ગાઇડલાઇન, રેસ્ટોરન્ટ, હોટેલ, મલ્ટીપ્લેક્સ 50 ટકા ક્ષમતા સાથે ચાલશે

Last Updated on March 16, 2021 by

મહારાષ્ટ્રમાં કોરોના વાયરસો કહેર સતત વધી રહ્યો છે. કોરોનાના દરરોજના આંકડાઓ ચિંતામાં વધરો કરી રહ્યા છે. જેને લઇને મહારાષ્ટ્ર સરકાર ફરીથી પ્રતિબંધો લગાવી રહી છે. નાગપુરમાં લોકડાઉન લાગુ થયું છે તો અનેક જિલ્લામાં નાઇટ કર્ફ્યુ લગાવવામાં આવ્યો છે. આ બધા વચ્ચે મહારાષ્ટ્ર સરકારે કોરોનાને રોકવા માટે નવી ગાઇડલાઇન જાહેર કરી છે.

મહારાષ્ટ્ર સરકારે કોરોનાને રોકવા માટે નવી ગાઇડલાઇન જાહેર કરી

જેની અંદર કહેવામાં આવ્યું છે કે રાજ્યમાં હવે રેસ્ટોરન્ટ, હોટેલ, મલ્ટીપ્લેક્સ 50 ટકા ક્ષમતા સાથે શરુ રહેશે. આ સિવાય મોલની અંદર તમામ લોકોએ માસ્ક પહેરવું અને સોશિયલ ડિસ્ટન્સ જાળવવુ પડશે.  નિયમોનું પાલન કરાવવા માટે મોલની અંદર વધારે કર્મચારીઓને તહેનાત કરવાના રહેશે. આ સિવાય આ નવી ગાઇડલાઇનમાં સરકારે કન્ટેન્ટમેન્ટ ઝોનમાં લગાવેલા પ્રતિબંધોને 31 માર્ચ સુધી વધારી દીધા છે. લગ્ન સમારોહની અંદર મહેમાનોની સંખ્યા પર ફરીથી કોરોનાનું ગ્રહણ લાગ્યું છે. મહારાષ્ટ્રમાં લગ્ન પ્રસંગ માટે હવે માત્ર 50 લોકો જ સામેલ થઇ શકશે. તો તમામ પ્રકારના સામાજિક, સાંસ્કૃતિક, રાજનૈતિક અને ધાર્મિક કાર્યક્રમો પર સંપૂર્ણ પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે.

મૉલ

તમામ પ્રકારના સામાજિક, સાંસ્કૃતિક, રાજનૈતિક અને ધાર્મિક કાર્યક્રમો પર સંપૂર્ણ પ્રતિબંધ લગાવવામાં આવ્યો

નવી ગાઇડલાઇન પ્રમાણે અંતિમ સંસ્કારમાં 20 કરતા વધરે લોકો સામેલ થઇ શકે છે. ઉલ્લેખનીય છે કે રવિવારે મહારાષ્ટ્રમાં 16620 નવા કેસ સામે આવ્યા છે. ત્યારબાદ ફરી વખત સરકાર એક્શન મોડમાં આવી છે. મહારાષ્ટ્રમાં કોરોનાની મહામારીનો પ્રકોપ વધતો હોવાથી રાજ્ય સરકાર ચિંતામાં પડી ગઈ છે. પણ સંપૂર્ણ પણે લોકડાઉન મૂકવામાં બદલે આકરા પ્રતિબંધો મૂકવાની તજવીજ કરી રહી છે. રાજ્ય સરકારે કોરોનાને નાથવા કમરકસી છે. આજે દિવસભર રાજ્યમાં કોરોનાએ ૪૮ દરદીનો ભોગ લીધો હતો અને નવા ૧૫૦૫૧ કેસ નોધાયા છે. જ્યારે રાજ્યમાં ૧ લાખ ૩૦ હજાર ૫૪૭ સક્રીય દરદી હોવાનું રાજ્યના આરોગ્ય વિભાગે આપી હતી.

રાજ્યમાં ૧ લાખ ૩૦ હજાર ૫૪૭ સક્રીય દરદી હોવાનું રાજ્યના આરોગ્ય વિભાગે આપી

જ્યારે રાજ્યમાં આજે ૧૦,૬૭૧ દરદી સાજા થતાં હોસ્પિટલથી ડિસ્ચાર્જ કરાયા છે. આથી રાજ્યમાં આજ સુધી ૨૧,૪૪,૭૪૩ દરદી કોરોનાથી મુક્ત થયા છે. આથી રિકવરીનું પ્રમાણ ૯૨.૦૭ ટકા થયું છે. એટલે કે રિકવરીનું પ્રમાણ બે ટકા ઘટી ગયું છે. રાજ્યમાં અત્યાર સુધી કોરોનાગ્રસ્તોની સંખ્યા વધીને ૨૩ લાખ ૨૯ હજાર ૪૬૪ થઈ છે. જ્યારે મરણાંકની સંખ્યા વધીને ૫૨,૯૦૯ થઈ છે. હાલમાં ૧,૭૬,૦૯,૨૪૮ લોકોનો કોરોના ટેસ્ટ કરાયો છે. અત્યારે રાજ્યમાં ૬,૨૩,૧૨૧ દરદી હોમ ક્વોરન્ટીન કરાયા છે અને ૬,૧૧૪ દરદીને સંસ્થાત્મક ક્વોરન્ટીન કરાયા છે, એમ રાજ્યના આરોગ્ય વિભાગે જણાવ્યું હતું.

રાજ્યમાં ૬,૨૩,૧૨૧ દરદી હોમ ક્વોરન્ટીન કરાયા

રાજ્યમાં હાલમાં ૧,૩૦,૫૪૭ કોરોના એક્ટીવ દરદી છે. જેમાં પુણેમાં સૌથી વધુ એક્ટીવ દરદીની સંખ્યા છે. જે ૨૬,૪૮૬ દરદી હોસ્પિટલમાં સારવાર લે છે. મુંબઈમાં ૧૪ હજાર ૫૮૨, થાણેમાં ૧૨ હજાર ૬૮૦ અને નાગપુરમાં ૧૮,૧૧૪ એક્ટીવ દરદી હોવાનું રાજ્યના આરોગ્ય વિભાગે જણાવ્યું હતું.

Gujarat Government Advertisement

Related posts

Dev post create for auto notification 35

Dev post create for auto notification 34

Dev post create for auto notification 33