Last Updated on March 17, 2021 by
કોરોનાના ફરી વધતા કેસોને લઈને PM મોદી આજે રાજયોના મુખ્યમંત્રીઓ સાથે એરવાર ફરીથી બેઠક કરશે. બેઠકમાં કોરોનાના ઝડપી ફેલાવા સાથે રસીકરણની પણનિચી પર ચર્ચા થશે. કેટલાક સપ્તાહ પહેલા જયાં ભારતમાં કોરોના કંટ્રોલમાં આવતો દેખાઈ રહ્યો હતો તે ફરી ડરાવી રહ્યો છે. આજની મીટિંગ માટે મુ્ખ્યમંત્રીઓએ પોતાના એજન્ડા નક્કી કર્યા છે.
24 કલાકમાં મહારાષ્ટ્રમાં 17,864 નવા કેસ
મહારાષ્ટ્રમાં મંગળવારે કોરોના વાયરસના સંક્રમણના 17,864નવા કેસ સામે આવ્યા છે. જે આ વર્ષે પ્રતિદિવસ સામે આવનારા માલાઓમાં સૌથી વધારે છે. તે સાથે જ મહામારીથી 87 અને દર્દીઓના મોત થાય હતા. રાજયમાં સંક્રમણના કુલ કેસો વધીને 23,47,328 થઈ ગયા છે. અને મૃતકોની સંખ્યા 52,996 પર પહોંચી ગઈ છે. હાલ 1,38,813 દર્દીઓની સારવાર ચાલી રહી છે.
ગત 24 કલાકમાં મહારાષ્ટ્રના કેસ…
પુણેમાં -28817 કેસ
નાગપુરમાં – 19558 નવા કેસ
મુંબઈમાં – 13862 નવા કેસ
થાણેમાં – 13150 નવા કેસ
ઔરંગાબાદ – 8877 નવા કેસ
નાસિકમાં – 8677 નવા કેસ નોંધાયા છે.
મહારાષ્ટ્રમાં કોરોનાની બીજી લહેર !
મહારાષ્ટ્રમાં કોરોનાના વધતા જતા દરદીથી રાજ્ય સરકારની ચિંતા વધી ગઇ છે. તેની સાથો સાથ કેન્દ્રની કોરોના પ્રતિબંધ સમિતિએ કરેલી મુલાકાતબાદ મહારાષ્ટ્રમાં કોરોનાની બીજી લહેર આવી હોવાનું જાણકારી આપી છે. પરંતુ કોરોનાના પ્રકોપના પગલે લોકડાઉન કે પ્રતિબંધો મૂકવાથી ખાસ અસર પડે એવું દેખાતું નથી. એમ કેન્દ્રીય આરોગ્ય વિભાગે મહારાષ્ટ્ર સરકારને લખેલા પત્રમાં ઉલ્લેખ કર્યો છે.
મહારાષ્ટ્ર સહિત દેશના અનેક રાજ્યમાં કોરોનાનો ફરી પ્રકોપ થયો છે. આથી કેન્દ્ર દ્વારા સંબંધિત રાજ્યોમાં નિરીક્ષણ કરવા ખાસ ટુકડી મોકલી હતી.
આ ટુકડીએ તૈયાર કરેલો એક અહેવાલ તૈયાર કરીને કેન્દ્રની સરકારને આપ્યો હતો. ત્યારબાદ કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે રાજ્યના મુખ્ય સચિવને પત્ર લખીને સંબંધિત અહેવાલની માહિતી આપી હતી. જેમાં મહારાષ્ટ્રમાં કોરોનાની બીજી લહેરનો ઉલ્લેખ કર્યો છે. જેમાં ટ્રેસીંગ અને ટેસ્ટીંગ પર ભાર આપવાનું કહ્યું છે. કેન્દ્ર સરકારે રાજ્યને અમુક મહત્વની સૂચના આપી હતી. કન્ટમેન્ટ ઝોન પર ધ્યાન આપવાનું કહ્યું છે. કોન્ટેક્ટ ટ્રેસિંગ પર ભાર આપવાનું સંબંધિતોને સૂચના કરી છે. બસ ડેપો, રેલવે સ્ટેશન, ઝૂંપડપટ્ટી જેવા ગરદીના સ્થળે ઝડપથી કોરોના ફેલાય છે. ત્યાં કોરોનાના ટેસ્ટ કરવા અને રેપિડ એટિજન ટેસ્ટ કિટસનો ઉપયોગ કરવાની સૂચના આપી છે.
આ મામલે રાજ્યના આરોગ્ય પ્રધાન રાજેશ ટોપેએ જણાવ્યું હતું કે અમે રાજ્યમાં આંશિક પણે લોકડાઉન પ્રતિબંધો, કર્ફ્યુ મૂક્યા છે. પરંતુ હોસ્પિટલોમાં દવાનો પુરવઠો પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ છે. કોરોનાના દરદી વધે છે. પણ મોટાભાગે હોમ ક્વોરન્ટીન કરાયા છે. હોસ્પિટલોમાં ખાટલાની વ્યવસ્થા પૂરતા પ્રમાણમા છે.
પંજાબમાં 8 જીલ્લામાં નાઈટ કર્ફ્યૂ
પંજાબના 8 જીલ્લામાં નાઈટ કર્ફ્યૂ લગાવાયો છે. લુધિયાના- જલંધર, કપૂરથલા, મોહાલી, પટિયાલા, ફતેહગઢ સાહિબ, નવાંશહર અને હોશિયારપુર. પંજાબમાં બોર્ડ એકઝામ પણ એક મહિના માટે ટાળવામાં આવી છે.
બંગાળમાં પ્રોટોકોલ વગર થઈ રહી છે જનસભાઓ
આગામી વિધાનસભા ચૂંટણા પહેલા માહોલને જોતા પશ્ચિમ બંગાલમાં કોરોનાના નિયમોની ધજીયા ઉડી રહી છે. આ નિયમોનુ પાલન ન કરવા પર કોઈ પેનલ્ટી નથી. તમામ લોકોના ચેહરા પર માસ્કત પણ જોવા મળી રહ્યા નથી. કેટલાક લોકો તો અંહિ સોશ્યલ ડિસ્ટન્સિંગનુ પાલન કરી રહ્યા નથી.
રાજધાની કોલકત્તામાં 8 ધોરણ સુધી સ્કૂલો બંધ છે. 9થી 12 સુધી સ્કૂલ કોરોના નિયમો સાથે સંચાલિત કરાઈ રહી છે. બજારો સામાન્યરૂપથી ચાલી રહ્યા છે. પરીક્ષાઓ ઓનલાઈન લેવાઈ રહી છે. કોઈ નવા નિયમ લાગી કરાયા નથી.
આ પાબંધિઓ એટલા માટે લગાવાઈ રહી છે કારણ કે, સરકારે કોરોનાના નિયમોને કડકાઈથી પાલન કરવામાં અસફળ રહી છે. એક અનુમાન મુજબ લોકડાઉનથી દેશમાં 35થી 50 લાખ કરોડ રૂપિયાનું નુકશાન સહન કરવુ પડ્યું. તેમજ લોકડાઉનથી 14 કરોડ લોકો બેરોજગાર થયા છે.
READ ALSO
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31