Last Updated on March 28, 2021 by
ગુજરાતમાં જીવલેણ કોરોનાના દૈનિક કેસમાં નવો વિક્રમ નોંધાવવાનો ક્રમ સતત છઠ્ઠા દિવસે યથાવત્ રહ્યો છે. છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના વધુ ૨,૨૭૬ નવા કેસ નોંધાયા છે. રાજ્યમાં હાલ એક્ટિવ કેસ ૧૦,૮૭૧ છે જ્યારે ૧૫૭ દર્દીઓ વેન્ટિલેટર પર છે.આમ, માત્ર એક જ દિવસમા વેન્ટિલેટર પરના દર્દીઓના આંકમાં ૯૦%નો વધારો થયો છે. અગાઉ શુક્રવારે વેન્ટિલેટર પરના દર્દીઓનો આંક ૮૩ હતો. ગુજરાતમાં ‘સત્તાવાર’ રીતે એકસાથે ૧૫૭ દર્દી વેન્ટિલેટર પર હોય તેવું સંભવતઃ સૌપ્રથમવાર બન્યું છે. છેલ્લા ૨૪ કલાકમાં વધુ ૫ના કોરોનાથી મૃત્યુ થયા છે. રાજ્યમાં કોરોનાના કુલ કેસ હવે ૨,૯૮,૫૬૦ છે જ્યારે કુલ મરણાંક ૪,૪૮૪ છે.આમ, કોરોનાના કુલ કેસનો આંક હવે ૩ લાખની નજીક છે.
છેલ્લા ૨૪ કલાક દરમિયાન રાજ્યના જે જિલ્લામાં કોરોનાના સૌથી વધુ કેસ નોંધાયા તેમાં સુરત મોખરે છે. સુરત શહેરમાં ૬૦૭-ગ્રામ્યમાં ૧૫૩ સાથે ૭૬૦ નવા કેસ નોંધાયા છે. સતત બે દિવસમાં ૭૦૦થી વધુ કેસ સાથે સુરતમાં કુલ કેસનો આંક હવે ૬૨,૩૫૦ થયો છે જ્યારે ૩,૬૧૧ એક્ટિવ કેસ છે. અમદાવાદ શહેરમાં ૬૦૧-ગ્રામ્યમાં ૧૧ સાથે ૬૧૨ નવા કેસ સામે આવ્યા છે. અમદાવાદમાં કુલ કેસ ૭૦,૧૬૦ છે જ્યારે ૨,૦૨૮ એક્ટિવ કેસ છે. અમદાવાદ, સુરત બાદ હવે વડોદરામાં પણ ગંભીર સ્થિતિ સર્જાઇ રહી છે.
છેલ્લા ૨૪ કલાકમાં ગુજરાતના કયા જિલ્લામાં કોરોનાના વધુ કેસ?
સુરત | 760 | 3611 |
અમદાવાદ | 612 | 2028 |
વડોદરા | 326 | 1271 |
રાજકોટ | 172 | 843 |
ગાંધીનગર | 39 | 252 |
ભાવનગર | 38 | 303 |
જામનગર | 37 | 263 |
અમરેલી | 22 | 127 |
દાહોદ | 20 | 151 |
કચ્છ | 18 | 183 |
મહેસાણા | 18 | 179 |
ખેડા | 18 | 73 |
નર્મદા | 18 | 111 |
મોરબી | 17 | 122 |
આણંદ | 16 | 109 |
પંચમહાલ | 16 | 124 |
અમદાવાદ-સુરતમાં જ રાજ્યના ૫૨% એક્ટિવ કેસ
ગુજરાતમાં એક્ટિવ કેસનો આંક હવે ૧૦,૮૭૧ છે. આ પૈકી ૩૩.૨૦% સુરતમાં જ્યારે ૧૮.૭૦% એક્ટિવ કેસ માત્ર અમદાવાદમાંથી છે. આમ, રાજ્યના ૫૧.૯૦% એક્ટિવ કેસ માત્ર બે જિલ્લા ધરાવે છે. આ સિવાય વડોદરામાં ૧૧.૭૦% અને રાજકોટમાં ૭.૮૦% રાજ્યના એક્ટિવ કેસ છે.
વડોદરા શહેરમાં ૨૫૯-ગ્રામ્યમાં ૬૭ સાથે ૩૨૬ કેસ સામે આવ્યા છે. વડોદરામાં એક જ દિવસમાં નોંધાયેલા કોરોનાના આ સર્વોચ્ચ કેસ છે. વડોદરામાં શુક્રવારે ૧૮૭ કેસ હતા. આમ, એક દિવસમાં ૯૦% કેસ વધ્યા છે. રાજકોટ શહેરમાં ૧૪૫-ગ્રામ્યમાં ૨૭ સાથે ૧૭૨ નવા કેસ સામે આવ્યા છે. રાજ્યમાંથી અન્યત્ર જ્યાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના વધુ કેસ નોંધાયા છે તેમાં ૩૯ સાથે ગાંધીનગર, ૩૮ સાથે ભાવનગર, ૩૭ સાથે જામનગર, ૨૨ સાથે અમરેલી, ૨૦ સાથે દાહોદ, ૧૮ સાથે કચ્છ-મહેસાણા-ખેડાનો મુખ્યત્વે સમાવેશ થાય છે. અમદાવાદ-સુરત-વડોદરા-રાજકોટ એમ ચાર જિલ્લામાં જ ૧,૮૭૦ નવા કેસ નોંધાયા છે.
તારીખ | ગંભીર દર્દી | રીક્વરી રેટ |
20 | 69 | 96.08% |
21 | 71 | 95.90% |
22 | 73 | 95.74% |
23 | 76 | 95.60% |
24 | 79 | 95.45% |
25 | 81 | 95.29% |
26 | 83 | 95.07% |
27 | 157 | 94.86% |
છેલ્લા ૨૪ કલાકમાં સુરતમાંથી ૨ જ્યારે અમદાવાદ-ભરૃચ-ભાવનગરમાંથી ૧-૧ વ્યક્તિના કોરોનાથી મૃત્યુ થયા હતા. કોરોનાથી કુલ મરણાંક હવે અમદાવાદમાં ૨,૩૪૩-સુરતમાં ૧,૦૦૨, ભાવનગરમાં ૬૯ અને ભરૃચમાં ૧૯ છે. છેલ્લા ૨૪ કલાકમાં અમદાવાદમાંથી ૫૪૭, સુરતમાંથી ૪૮૮, વડોદરામાંથી ૧૦૮, રાજકોટમાંથી ૧૦૯ એમ રાજ્યભરમાંથી ૧,૫૩૪ દર્દીઓ કોરોનાથી સાજા થયા છે. અત્યારસુધી કુલ ૨,૮૩,૨૪૧ દર્દીઓ સાજા થયા છે અને રીક્વરી રેટ ૯૪.૮૬% છે. રાજ્યમાં માર્ચના ૨૭ દિવસમાં કોરોનાના ૨૮૭૦૭ કેસ નોંધાઇ ચૂક્યા છે. રાજ્યમાં હાલ ૮૩,૫૯૯ વ્યક્તિ ક્વોરેન્ટાઇન હેઠળ છે.
READ ALSO
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31