GSTV
Gujarat Government Advertisement

સતા મેળવ્યા બાદ સરકાર જાગી, ઘોડા છૂટયા પછી તબેલાને તાળા મારવા જેવો ઘાટ: રાજકોટમાં 88 સહિત સૌરાષ્ટ્રમાં 187 નવા કેસ

Last Updated on March 18, 2021 by

મહાપાલિકા અને પંચાયતોમાં સતા કબ્જે કરી લીધા બાદ હવે કોરોનાને કાબુમાં લેવા સરકાર સફાળી જાગી છે. સુરત સહિત ચાર મહાનગરોમાં કોરોના ફરી બેલગામ બની રહયો છે. સુરતમાં એક જ દિવસમાં ૩૧પ નવા કેસ નોંધાતા સોૈરાષ્ટ્રમાં વસતા પરિવારજનોમાં ભારે ચિંતા ઉભી થઈ છે. રાજકોટ શહેરમાં કેસમાં ફરી ઉછાળો આવ્યો છે આજે ૮૮ કેસ સાથે સોૈરાષ્ટ્રમાં ૧૮૭ નવા કેસ નોંધાતા લોકોમાં ફરી એક વાર કોરોનાનો ફફડાટ ઉભો થઈ રહયો છે. દરમિયાન આજે રાજકોટમાં એક દર્દીનું સારવાર દરમિયાન મોત થયુ છે. 

રાજકોટમાં એક દર્દીનું સારવાર દરમિયાન મોત થયુ

કોરોના ફરી બેફામ બની રહયો હોવાનાં સંકેતો મળતા સરકારે એક પછી એક પગલા લેવા આદેશો કર્યા છે આરોગ્ય  તંત્ર પણ સફાળુ જાગ્યુ છે. રાજકોટ શહેર – જિલ્લા માટે નિમાયેલા નોડલ ઓફિસર રાહુલ ગુપ્તા ફરી આવતીકાલે રાજકોટ આવી રહયા છે તેઓ કાલે સ્થાનિક અધિકારીઓ સાથે બેઠક યોજી સ્થિતિની સમીક્ષા કરશે. દરમિયાન રાજકોટ જિલ્લામાં રસીકરણ માટેનાં કેન્દ્રો વધારવા સૂચનાઓ અપાઈ છે. શહેર અને જિલ્લામાં કોરોના ટેસ્ટ વધારવા પણ આદેશો અપાયા છે. શહેરમાં અઢી હજાર જેટલા ટેસ્ટ કરવામાં આવશે.

 શહેરમાં અઢી હજાર જેટલા ટેસ્ટ કરવામાં આવશે.

રાજકોટ શહેરમાં આજે ૮૮ કેસ નોંધાતા કુલ કેસનો આંક ૧૭૧પ૪ થયો છે જયારે સારવાર લઈ રહેલા દર્દીઓની સંખ્યા પણ વધીને ર૯૩ થઈ છે. આજે ૭૧ દર્દીને ડિસ્ચાર્જ કરાયા છે. રાજકોટમાં પોઝીીવીટી રેઈટ ર.૭૪ ટકા અને ગ્રામ્યમાં પણ ર.૮ ટકા થયો છે. રાજકોટ ગ્રામ્યમાં આજે ર૪ કેસ નોંધાયા હતા. જામનગરમાં કેસમાં ઉછાળો આવ્યો છે. આજે શહેરમાં ૧૮ સહિત જિ.માં ૧૯ કેસ નોંધાયા હતા. જૂનાગઢમાં ૧ર , અમરેલી ૮ , ગીર સોમનાથમાં ૪ , મોરબી ૮ , સુરેન્દ્રનગર  – ર , બોટાદ ૧  અને ભાવનગરમાં ર૦ વધુ કેસ નોંધાયા છે. સોૈરાષ્ટ્રમાં ફરી એક વાર એક દિવસનાં કેસ ર૦૦ ની આસપાસ આંબી રહયા છે. આજે ૧ર૩ દર્દીઓને રજા આપવામાં આવી હતી. 

રાજકોટમાં રસીકરણનો સમય વધારવા સૂચના 

આજે રાજય સરકારે તમામ જિલ્લા તંત્ર સાથે કરેલી વિડીયો કોન્ફરન્સમાં રાજકોટ શહેરમાં રસીકરણનો સમય લંબાવીને રાતે ૯.૩૦ સુધીનો કરવા સૂચના આપી હતી. રાજકોટ રુરલમાં પણ શકય એટલો સમય વધારવા આરોગ્ય તંત્રને જણાંવાયુ છે. નોડલ ઓફિસર આજે રાજકોટમાં સ્થિતિની સમીક્ષા કરાશે, જિલ્લામાં ટેસ્ટ અને રસીકરણનાં કેન્દ્રો વધારાશે.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

Dev post create for auto notification 35

Dev post create for auto notification 34

Dev post create for auto notification 33