GSTV
Gujarat Government Advertisement

હજુ પણ સમય છે ગુજરાતીઓ ચેતી જજો: વર્ષ 2020ની ખતરનાક પરિસ્થિતિનું આગમન, 75 દિવસ બાદ ફરી 800થી વધુ કેસ નોંધાયા

ગુજરાત

Last Updated on March 15, 2021 by

ગુજરાતમાં કોરોના વાયરસે ફરી એકવાર ભરડો મજબૂત કરવાનું શરૃ કરી દીધું છે. છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના ૮૧૦ નવા કેસ સામે આવ્યા છે. આમ, રાજ્યમાં ૨૯ ડિસેમ્બર એટલે કે ૭૫ દિવસમાં પ્રથમવાર કોરોનાના દૈનિક કેસે ૮૦૦ની સપાટી વટાવી છે. ગુજરાતમાં બરાબર ૧૫ દિવસ અગાઉ ૨૮ ફેબુ્રઆરીના ૪૦૭ કેસ નોંધાયા હતા. આમ, ૧૫ દિવસમાં જ કોરોનાના દૈનિક કેસના પ્રમાણમાં લગભગ બમણો વધારો થયો છે. છેલ્લા ૨૪ કલાકમાં વધુ બેના કોરોનાથી મૃત્યુ થયા છે. આ સાથે જ કોરોનાના કુલ કેસ હવે ૨,૭૮,૨૦૭ છે જ્યારે કુલ મરણાંક ૪,૪૨૪ છે. હાલમાં એક્ટિવ કેસનો આંક ૪,૪૨૨ છે જ્યારે ૫૪ દર્દી વેન્ટિલેટર પર છે.

ધૂળેટી

૨૯ ડિસેમ્બર એટલે કે ૭૫ દિવસમાં પ્રથમવાર કોરોનાના દૈનિક કેસે ૮૦૦ની સપાટી વટાવી

ગુજરાતમાં કોરોના વાયરસે ફરી એકવાર ભરડો

છેલ્લા ૨૪ કલાકમાં રાજ્યમાંથી સુરતમાં સૌથી વધુ ૨૪૧ નવા કેસ નોંધાયા છે. જેમાં સુરત શહેરમાં ૨૧૭-ગ્રામ્યમાં ૨૪ કેસનો સમાવેશ થાય છે. સુરતમાં ૫ ડિસેમ્બર બાદ નોંધાયેલા આ કોરોનાના સૌથી વધુ કેસ છે. અમદાવાદ શહેરમાં ૧૬૩-ગ્રામ્યમાં ૨ સાથે ૧૬૫ નવા કેસ સામે આવ્યા છે. અમદાવાદમાં કોરોનાના ૧૫૦થી વધુ કેસ નોંધાયા હોય તેવું સતત બીજા દિવસે બન્યું છે. વડોદરા શહેરમાં ૯૫-ગ્રામ્યમાં ૨૨ સાથે ૧૧૭ જ્યારે રાજકોટ શહેરમાં ૬૧-ગ્રામ્યમાં ૯ સાથે ૭૦ નવા કેસ નોંધાયા છે.

રાજકોટ શહેરમાં ૬૧-ગ્રામ્યમાં ૯ સાથે ૭૦ નવા કેસ નોંધાયા

રાજ્યમાંથી અન્યત્ર છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના જ્યાં વધુ કેસ નોંધાયા તેમાં ૨૯ સાથે ભાવનગર, ૧૮ સાથે મહેસાણા, ૧૭ સાથે ખેડા-પંચમહાલ, ૧૬ સાથે ગાંધીનગર, ૧૩ સાથે મોરબી-આણંદ, ૧૦ સાથે પાટણ-દાહોદ,૯ સાથે સાબરકાંઠા, ૮ સાથે ભરૃચ, ૭ સાથે કચ્છ, ૬ સાથે જામનગર, ૫ સાથે જુનાગઢનો મુખ્યત્વે સમાવેશ થાય છે. બોટાદ-ડાંગ-પોરબંદરમાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાનો એકપણ નવો કેસ નોંધાયો નથી.

સુરત         2411187
અમદાવાદ    165850
વડોદરા        117694
રાજકોટ         70271
ભાવનગર      29116
મહેસાણા        18108
ખેડા             1761
પંચમહાલ      1777
ગાંધીનગર     1675
મોરબી          1336
આણંદ          1370

છેલ્લા ૨૪ કલાકમાં અમદાવાદ, ખેડામાંથી ૧-૧ વ્યક્તિના કોરોનાથી મૃત્યુ થયા હતા. આ સાથે જ કોરોનાથી કુલ મરણાંક અમદાવાદમાં ૨,૩૨૩ જ્યારે ખેડામાં ૧૮ છે. છેલ્લા ૨૪ કલાકમાં અમદાવાદમાંથી ૧૫૩, સુરતમાંથી ૧૪૨, વડોદરામાંથી ૮૧, રાજકોટમાંથી ૭૩ એમ રાજ્યભરમાંથી વધુ ૫૮૬ દર્દીઓ સાજા થયા છે.

આમ, અત્યારસુધી કુલ ૨,૬૯,૩૬૧ દર્દીઓ સાજા થતાં રીક્વરી રેટ ૯૬.૮૨% છે.ગુજરાતમાં શનિવારે ૪૪,૪૭૦ ટેસ્ટ સાથે કુલ ટેસ્ટનો આંક ૧.૨૨ કરોડ છે. રાજ્યમાં હાલ ૨૬,૫૨૩ વ્યક્તિ ક્વોરેન્ટાઇન હેઠળ છે. 

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

Dev post create for auto notification 35

Dev post create for auto notification 34

Dev post create for auto notification 33