Last Updated on March 22, 2021 by
ગુજરાતમાં જીવલેણ કોરોનાની રફ્તાર ઘટવાનું જાણે નામ લઇ રહી નથી. છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના વધુ ૧,૫૮૦ નવા કેસ સામે આવ્યા છે. રાજ્યમાં એક દિવસમાં નોંધાયેલા ત્રીજા સર્વોચ્ચ કેસ છે. આ સાથે જ રાજ્યમાં કોરોનાના કુલ કેસનો આંક હવે ૨,૮૭,૦૦૯ થઇ ગયો છે અને આ પૈકી ૧૭,૧૨૦ કેસ માર્ચ મહિનાના ૨૧ દિવસમાં જ નોંધાયા છે. રાજ્યમાં હાલ ૭,૩૨૧ એક્ટિવ કેસ છે જ્યારે વેન્ટિલેટર પરના દર્દીઓની સંખ્યા ૭૧ છે. ૧૪ જાન્યુઆરી બાદ પ્રથમવાર એક્ટિવ કેસનો આંક ૭ હજારને પાર થયો છે. છેલ્લા ૨૪ કલાકમાં વધુ ૭ સાથે કોરોનાથી કુલ મરણાંક હવે ૪,૪૫૦ થઇ ગયો છે. કોરોનાના કુલ સૌથી વધુ એક્ટિવ કેસ ધરાવતા રાજ્યોમાં ગુજરાત હાલ આઠમાં સ્થાને છે.
બરાબર બે સપ્તાહ અગાઉ સમગ્ર રાજ્યમાં ૫૦૦ કેસ સામે આવતા હતા. પરંતુ છેલ્લા ૧૦ દિવસથી સ્થિતિ ભયાવહ થઇ ગઇ છે અને હવે માત્ર સુરતમાંથી જ ૫૧૦ નવા કેસ સામે આવ્યા છે. સુરત શહેરમાં ૪૦૫-ગ્રામ્યમાં ૧૦૫ કેસનો સમાવેશ થાય છે. સુરત રાજ્યનો એવો સૌપ્રથમ જિલ્લો છે જ્યાં એક દિવસમાં ૫૦૦થી વધુ કેસ નોંધાયા છે.
ગુજરાતમાં કોરોનાની સ્થિતિ
- કુલ કેસ : ૨,૮૭,૦૦૯
- કુલ મરણાંક : ૪,૪૫૦
- કુલ ડિસ્ચાર્જઃ: ૨,૭૫,૨૩૮
- કુલ ટેસ્ટ:૧.૨૭ કરોડ
- કુલ વ્યક્તિ ક્વોરેન્ટાઇનઃ: ૪૮,૯૫૦
- કુલ સૌથી વધુ કેસ ધરાવતો જિલ્લો: અમદાવાદ (૬૬,૮૬૮)
- કુલ સૌથી વધુ કેસ ધરાવતો જિલ્લો: ડાંગ (૧૯૭)
- કુલ સૌથી વધુ મૃત્યુ ધરાવતો જિલ્લો: અમદાવાદ (૨,૩૩૪)
- કુલ સૌથી ઓછા મૃત્યુ ધરાવતો જિલ્લો: ડાંગ (૦૩)
અમદાવાદમાં પણ કોરોના સતત નવી સપાટી વટાવી રહ્યો છે. છેલ્લા ૨૪ કલાકમાં અમદાવાદ શહેરમાં ૪૪૩-ગ્રામ્યમાં ૮ સાથે ૪૫૧ કેસ નોંધાયા છે. એક્ટિવ કેસનો આંક હવે સુરતમાં ૨,૪૮૮ અને અમદાવાદમાં ૧,૪૬૬ છે. વડોદરા શહેરમાં ૧૧૨-ગ્રામ્યમાં ૨૦ સાથે ૧૩૨, રાજકોટ શહેરમાં ૧૦૯-ગ્રામ્યમાં ૨૧ સાથે ૧૩૦ નવા કેસ નોંધાયા છે. આમ, રાજ્યના ચાર જિલ્લામાંથી જ ૧,૨૨૩ કેસ સામે આવ્યા છે. રાજ્યમાંથી અન્યત્ર જ્યાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના વધુ કેસ નોંધાયા તેમાં ૩૪ સાથે ભાવનગર, ૩૧ સાથે ગાંધીનગર-ખેડા, ૨૯ સાથે સાબરકાંઠા-પંચમહાલ, ૨૮ સાથે મહેસાણા, ૨૫ સાથે જામનગર, ૧૭ સાથે દાહોદનો સમાવેશ થાય છે.
જિલ્લો | ૨૧ માર્ચ | એક્ટિવ કેસ |
સુરત | 510 | 2188 |
અમદાવાદ | 451 | 1466 |
વડોદરા | 132 | 849 |
રાજકોટ | 130 | 792 |
ભાવનગર | 34 | 207 |
ગાંધીનગર | 31 | 158 |
ખેડા | 31 | 119 |
સાબરકાંઠા | 29 | 103 |
પંચમહાલ | 29 | 158 |
મહેસાણા | 28 | 178 |
જામનગર | 25 | 158 |
દાહોદ | 17 | 106 |
પાટણ | 13 | 76 |
છેલ્લા ૨૪ કલાકમાં અમદાવાદમાંથી સૌથી વધુ ૩, સુરતમાંથી ૨ જ્યારે ગાંધીનગર, વડોદરામાંથી ૧-૧ વ્યક્તિના કોરોનાથી મૃત્યુ થયા છે. કુલ મરણાંક હવે અમદાવાદમાં ૨,૩૩૪-સુરતમાં ૯૮૬, વડોદરામાં ૨૪૪ જ્યારે ગાંધીનગરમાં ૧૦૮ છે. છેલ્લા ૨૪ કલાકમાં સુરતમાંથી ૩૧૧, અમદાવાદમાંથી ૩૦૦, વડોદરામાંથી ૧૩૦, રાજકોટમાંથી ૧૦૬ એમ રાજ્યભરમાંથી ૯૮૯ દર્દીઓ સાજા થયા છે. અત્યારસુધી કુલ ૨,૭૫,૨૩૮ દર્દીઓ સાજા થતાં રીક્વરી રેટ ૯૫.૯૦% છે. ૧૦ દિવસ અગાઉ ગુજરાતમાં રીક્વરી રેટ ૯૭.૦૩% હતો. છેલ્લા ૨૪ કલાકમાં ૬૦,૦૮૧ ટેસ્ટ કરવામાં આવ્યા હતા. આ સાથે જ કુલ ટેસ્ટનો આંક હવે ૧.૨૭ કરોડ થયો છે. રાજ્યમાં હાલ ૪૮,૯૫૦ વ્યક્તિ ક્વોરેન્ટાઇન હેઠળ છે.
READ ALSO
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31