GSTV
Gujarat Government Advertisement

ગાંધીનગરમાં કેબિનેટ બેઠકમાં થશે મહામંથન, બેકાબુ કોરોનાને નાથવા સહિત રાત્રી કફર્યું મુદે પણ મહત્વની ચર્ચા

કોરોના

Last Updated on March 24, 2021 by

ગાંધીનગરમાં કેબિનેટ બેઠક મળી રહીછે. ગુજરાતમાં અત્યાર સુધીના સૌથી વધુ કોરોનાના કેસ નોંધાઇ રહ્યા છે એવામાં બેકાબૂ બની રહેલા કોરોનાને નાથવા શુ કરી શકાય તેને લઇને કેબિનેટમાં વિગતે ચર્ચા થશે. આ ઉપરાંત મહારાષ્ટ્ર સિવાય અન્ય રાજ્યમાંથી આવતા લોકોના પણ આરટીપીસીઆર ટેસ્ટ ફરજિયાત કરવા અંગે નિર્ણય લઇ શકાય તેમ છે. તો રાત્રી કફર્યું મુદે પણ ચર્ચા થશે. આવી રહેલી હોળી ધુળેટી દરમિયાન ધાર્મિક સ્થળો પર વધુ ભીડ એકઠી ન થાય તે માટે આયોજન કરવા અંગે વિમર્શ કરવામાં આવશે.

રાત્રી કફર્યું મુદે પણ ચર્ચા

સમગ્ર ગુજરાતની સાથે ગાંધીનગર શહેર અને જિલ્લામાં પણ કોરોનાના કેસ વધી રહયા છે. ગાંધીનગર શહેર નજીક આવેલા કુડાસણમાં છેલ્લા ચાર દિવસથી દરરોજ છ-છ કેસ સરકારી ચોપડે નોંધાય છે ત્યારે આ વિસ્તાર કોરોનાની દ્રષ્ટીએ અતિ સંવેદનશીલ અને જોખમી બની રહયો છે. જેના કારણે આ વિસ્તારના રહીશોમાં ફફડાટ ફેલાયો છે. તો બીજી બાજુ વધતાં જતાં કેસન લઈને આરોગ્ય તંત્રની ઉઘ પણ ઉડી ગઈ છે. મંગળવારે ર૪ કલાક દરમ્યાન છેલ્લા ત્રણ મહિનાના સૌથી વધુ ૩૬ પોઝિટિવ કેસ ગાંધીનગર શહેર અને જિલ્લામાંથી મળી આવ્યા છે.

ગાંધીનગર શહેર અને જિલ્લામાં પણ કોરોનાના કેસ વધી રહયા છે

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

Dev post create for auto notification 35

Dev post create for auto notification 34

Dev post create for auto notification 33