Last Updated on March 14, 2021 by
બ્રાઝિલમાં કોરોના વાયરસના નવા સ્ટ્રેને વધુ તબાહી મચાવી છે. શનિવારે બ્રાઝિલમાં 76,178 નવા કેસ નોંધાયા છે અને 1,997 લોકોનાં મોત નીપજ્યાં છે. દેશમાં અત્યાર સુધીમાં 1,14,39,558 પોઝિટિવ કેસ અને 277,102 લોકો મૃત્યુ પામ્યા છે.આ સાથે, કુલ કેસોમાં બ્રાઝિલે ભારતને પાછળ રાખી દીધું છે. અને યુ.એસ. પછી બીજા ક્રમે છે.
શનિવારે 76 હજારથી વધુ કેસો આવ્યા સામે
કુલ કેસોમાં બ્રાઝિલે ભારતને પાછળ રાખી દીધું
બ્રાઝિલની પરિસ્થિતિને ચિંતાજનક ગણાવી વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનએ પણ ગંભીર પગલા ભરવા જણાવ્યું છે. નિષ્ણાતો કહે છે કે નવા વેરિએન્ટ પી 1 ને કારણે દર્દીઓમાં આટલી ઝડપથી વૃદ્ધિ થઈ રહી છે.તેને બ્રાઝિલિયન વેરિઅન્ટ નામ આપવામાં આવ્યું છે. દેશમાં રસીકરણ પણ ધીમું થઈ રહ્યું છે. 21 કરોડની વસ્તીવાળા દેશમાં 4% કરતા ઓછા લોકોને રસી આપવામાં આવે છે. અત્યાર સુધીમાં માત્ર 26 લાખ લોકોને બંને ડોઝ મળ્યા છે.
આ સ્ટ્રેઈન પહેલાના મુકાબલે વધુ ખતરનાક
આ સ્ટ્રેઈન પહેલાના મુકાબલે વધુ ખતરનાક છે. અને પહેલા જે લોકો આ વાયરસની ઝપેટમાં આવ્યા બાદ સાજા થયા છે તેઓ પણ ઝપેટમાં આવ્યા છે. સોમવારે રાષ્ટ્રપતિએ પણ કર્ફ્યુને ખોટો ગણાવતા કહ્યું કે WHOને પણ લાગે છે કે લોકડાઉન પૂરતું નથી કારણ કે તેનાથી ગરીબોને નુકસાન કરે છે. જ્યારે, ડબ્લ્યુએચઓ તેની નકારાત્મક અસરને ધ્યાનમાં લે છે, તે કહે છે કે કેટલાક દેશોમાં ટ્રાન્સમિશન અટકાવવા માટે બીજી કોઈ રીત નથી.
READ ALSO
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31