Last Updated on March 15, 2021 by
અમદાવાદ શહેરમાં કોરોના સંક્રમણની સ્થિતિ યથાવત રહેવા પામી છે.રવિવારે કોરોનાના નવા 163 કેસ નોંધાયા છે.ઉપરાંત કોરોના સંક્રમિત એક દર્દીનું મોત થયું છે.હાલની પરીસ્થિતિમાં શહેરમાં કોરોનાના એકિટવ કેસની સંખ્યા વધીને 518 ઉપર પહોંચતા તંત્ર હરકતમાં આવ્યું છે.
શહેરમાં કોરોનાના નવા 163 કેસ નોંધાયા
આ અંગે મળતી માહીતી મુજબ,રવિવારે શહેરમાં કોરોનાના નવા 163 કેસ નોંધાયા છે.આ અગાઉ શનિવારે અમદાવાદ શહેરમાં કોરોનાના કુલ 185 કેસ નોંધાયા હતા.રવિવારે નોંધાયેલા કોરોનાના નવા કેસ સાથે શહેરમાં અત્યારસુધીમાં કુલ 60546 કોરોનાના કેસ નોંધાયા છે.રવિવારે 150 દર્દીઓને કોરોના મુકત જાહેર કરવામાં આવતાં શહેરમાં ગત માર્ચથી અત્યાર સુધીમાં કુલ 57749 લોકો કોરોનામાંથી સાજા થયા છે.શહેરમાં અત્યાર સુધીમાં કોરોના સંક્રમિત થવાથી કુલ 2267 લોકોના મરણ થયા છે.
શહેરમાં અત્યાર સુધીમાં કોરોના સંક્રમિત થવાથી કુલ 2267 લોકોના મરણ
શહેરમાં કોરોનાના એકટિવ કેસની સંખ્યામાં વધારો થતાં મ્યુનિસિપલ તંત્ર હરકતમાં આવ્યુ છે.રાત્રિના સમયે જે વિસ્તારોમાં લોકો મોટી સંખ્યામાં એકઠા થાય છે.સોશિયલ ડિસ્ટન્સ જળવાતુ નથી તેવા એકમોને બંધ કરાવવામાં આવી રહ્યા છે.
શહેરમાં નવા ત્રણ સ્થળ માઈક્રોકન્ટેઈનમેન્ટમાં
અમદાવાદ શહેરમાં રવિવારે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા નવા ત્રણ કોરોના સંક્રમિત સ્થળને માઈક્રોકન્ટેઈન્મેન્ટમાં મુકવામાં આવ્યા છે.નવા માઈક્રોકન્ટેઈન્મેન્ટમાં મુકવામાં આવેલા સ્થળોમાં થલતેજ વોર્ડમાં આવેલી ઉપેન્દ્ર પાર્ક સોસાયટી ઉપરાંત વિરાટનગર વોર્ડમાં આવેલી આમ્રકુંજ સોસાયટી તથા ચાંદખેડા વોર્ડમાં આવેલી સુબોધસાગર સોસાયટીના સંક્રમિત સ્થળને માઈક્રોકન્ટેઈન્મેન્ટમાં મુકવામાં આવ્યા હોવાનું મ્યુનિસિપલ કોર્પોરેશનની સત્તાવાર યાદીમાં જણાવાયુ છે.આ સાથે શહેરમાં કુલ 48 સ્થળ માઈક્રો કન્ટેઈન્મેન્ટમાં મુકવામાં આવ્યા છે.
READ ALSO
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31