Last Updated on March 15, 2021 by
ગુજરાત રાજ્યમાં જીવલેણ કોરોના વાયરસના કહેરમાં વધારો થતા તંત્રમાં ચિંતિત બન્યું છે. અમદાવાદમાં કોરોનાથી ફરી ચિંતાજનક સ્થિતિ સર્જાઇ રહી છે. ૨૮ ફેબુ્રઆરીના એક્ટિવ કેસનો આંક ૬૩૨ હતો જ્યારે હવે ૧૪ માર્ચના વધીને ૮૫૦ થયો છે. આમ, ૧૫ દિવસમાં એક્ટિવ કેસમાં ૩૫%નો વધારો થયો છે.
એક્ટિવ કેસમાં ૩૫%નો વધારો થયો
૧૫ દિવસમાં એક્ટિવ કેસમાં ૩૫%નો વધારો થયો
અમદાવાદમાં બરાબર એક મહિના અગાઉ ૧૪ ફેબુ્રઆરીના ૫૦ કેસ નોંધાયા હતા. જેની સરખામણીએ હવે ૧૪ માર્ચના ૧૬૫ કેસ સામે આવ્યા છે. આમ, એક મહિનામાં જ કોરોનાના દૈનિક કેસની ગતિમાં બમણો વધારો થયો છે. હાલ અમદાવાદમાં કોરોનનાા કુલ કેસનો આંક ૬૪,૬૩૬ છે જ્યારે અત્યારસુધી ૨,૩૨૩ના મૃત્યુ થયા છે. સુરતમા પણ કોરોનાથી સ્થિતિ સતત વકરી રહી છે. બરાબર ૧૫ દિવસ અગાઉ ૨૮ ફેબુ્રઆરીના સુરતમાં ૪૬૨ એક્ટિવ કેસ હતા. જેની સરખામણીએ હાલમાં ૧,૧૮૭ એક્ટિવ કેસ છે.
૨૮ ફેબુ્રઆરીના સુરતમાં ૪૬૨ એક્ટિવ કેસ હતા. જેની સરખામણીએ હાલમાં ૧,૧૮૭ એક્ટિવ કેસ
આમ, સુરતમાં છેલ્લા ૧૫ દિવસમાં એક્ટિવ કેસમાં અઢી ગણો વધારો નોંધાયો છે. બરાબર એક મહિના અગાઉ ૧૪ ફેબુ્રઆરીના સુરતમાં ૩૮ દૈનિક કેસ નોંધાતા હતા જ્યારે હવે છેલ્લા બે દિવસથી ૨૦૦થી વધુ કેસ સામે આવી રહ્યા છે. આ ઉપરથી જ સુરતમાં છેલ્લા કેટલાક દિવસોમાં કોરોનાથી સ્થિતિ કેટલી વકરી છે તેનો અંદાજ મેળવી શકાય છે. સુરતમાં કોરોનનાા કુલ કેસનો આંક ૫૫,૮૨૯ જ્યારે કુલ મરણાંક ૯૭૮ છે.
READ ALSO
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31