Last Updated on February 27, 2021 by
ગુજરાત રાજ્યના અમદાવાદ શહેરમાંથી ચોંકાવનારા અહેવાલ સામે આવ્યા છે. જેમાં અમદાવાદ શહેરમાં ફરી એક વખત કોરોના સંક્રમણ ગતિ પકડી રહ્યું છે. શુક્રવારે એક જ દિવસમાં કોરોનાના નવા 99 કેસ નોંધાતા ચિંતાજનક પરિસ્થિતિ જોવા મળી રહી છે.શહેરમાં સતત વધી રહેલા કોરોના પોઝિટિવ કેસની સંખ્યાને ધ્યાનમાં લઈને મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા વધુ પાંચ સ્થળને નિયંત્રિત સ્થળ જાહેર કરાતા શહેરમાં કુલ 21 સ્થળ માઈક્રોકન્ટેઈન્મેન્ટ હેઠળ આવરી લેવા પડયા છે.
કુલ 21 સ્થળ માઈક્રોકન્ટેઈન્મેન્ટ હેઠળ આવરી લેવા પડયા
અમદાવાદ શહેરમાં એક સમયે કોરોના પોઝિટિવ કેસોની સંખ્યા ઘટીને 45ની આસપાસ પહોંચી ગઈ હતી.પરંતુ જેમ દિવાળી અગાઉ આપવામાં આવેલી વ્યાપક મુકિતના કારણે કોરોનાના કેસ વધ્યા હતા.તે પરિસ્થિતિ હવે મ્યુનિસિપલ ચૂંટણી અને મોટેરા સ્ટેડિયમ ખાતેની મેચને લઈ આપવામાં આવેલી મુકિતને કારણે સર્જાશે એમ લાગી રહ્યું છે.
મુકિતને કારણે સર્જાશે એમ લાગી રહ્યું છે
શહેરમાં શુક્રવારે કોરોનાના નવા 99 કેસ નોંધાતા અત્યાર સુધીમાં કુલ 58522 પોઝિટિવ કેસ નોંધાઈ ગયા છે.શુક્રવારે વિવિધ હોસ્પિટલોમાં કોરોનાની સારવાર લઈ રહેલા દર્દીઓ પૈકી 71 દર્દીઓએ ડીસ્ચાર્જ લેતા અત્યાર સુધીમાં કુલ 55925 દર્દી કોરોનામાંથી સાજા થયા છે.અત્યાર સુધીમાં અમદાવાદમાં કોરોના સંક્રમિત થવાથી કુલ 2255 લોકોના મોત થયા છે.શુક્રવારે એક પણ મોત થયુ નથી.
શુક્રવારે કોરોનાના નવા 99 કેસ નોંધાયા
અમદાવાદ શહેરમાં અગાઉ 16 સ્થળ માઈક્રોકન્ટેઈન્મેન્ટમાં કોરોના સંક્રમણને ધ્યાનમાં લઈને મુકવામાં આવ્યા હતા.જેમાં શુક્રવારે વટવામાં આવેલા પુષ્પા રેસીડેન્સીના 30 મકાનમાં રહેતા 120 લોકો,સાઉથ બોપલમાં આવેલા બિનોરીના એ બ્લોકના 4 મકાનમાં રહેતા 13 લોકો, વસ્ત્રાલની વૃંદાવન રેસીડેન્સીના 20 મકાનમાં રહેતા 100 લોકો,ચાંદલોડિયાના દેવમ એપાર્ટમેન્ટના 12 મકાનમાં રહેતા 50 લોકો અને સર્વોદય સોસાયટી-વિભાગ-ત્રણ,ઘાટલોડિયાના 24 મકાનમાં રહેતા 100 લોકોને માઈક્રોકન્ટેઈન્મેન્ટ હેઠળ મુકવામાં આવ્યા છે.
READ ALSO
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31