Last Updated on April 1, 2021 by
અમદાવાદ શહેરમાં બુધવારે કોરોનાના નવા ૬૧૧ કેસ નોંધાયા છે.ઉપરાંત વધુ ત્રણ કોરોનાની સારવાર લઈ રહેલા લોકોના મોત થયા છે.શહેરમાં છેલ્લા એક સપ્તાહથી પણ વધુ સમયથી ૬૦૦ ઉપરાંત કેસ નોંધાઈ રહ્યા છે.ખાસ કરીને નદીપારના વિસ્તારો ઉપરાંત શહેરના દક્ષિણ ઝોનમાં આવેલા મણિનગર અને લાંભા સહિતના વિસ્તારોમાં ઝડપથી કોરોનાના દર્દીઓની સંખ્યામાં વધારો થતા મ્યુનિસિપલ તંત્ર હરકતમાં આવ્યું છે. હાલની પરિસ્થિતિમાં શહેરમાં એકટિવ કેસની સંખ્યા વધીને ૧૭૬૩ ઉપર પહોંચવા પામી છે.
હાલની પરિસ્થિતિમાં શહેરમાં એકટિવ કેસની સંખ્યા વધીને ૧૭૬૩ ઉપર પહોંચી
આ અંગે મળતી માહીતી મુજબ,બુધવારે શહેરમાં કોરોનાના નવા ૬૧૧ કેસ નોંધાતા ગત માર્ચથી અત્યાર સુધીમાં કુલ ૬૮૪૦૪ કેસ નોંધાવા પામ્યા છે.બુધવારે ૫૮૬ દર્દીઓ કોરોના મુકત થતાં અત્યાર સુધીમાં કુલ ૬૪૩૧૯ લોકો કોરોના મુકત થયા છે.બુધવારે ત્રણ લોકોના મોત થતાં અત્યાર સુધીમાં કુલ ૨૩૦૦ લોકોના કોરોનાથી મરણ થવા પામ્યા છે.શહેરમાં છેલ્લા કેટલાક સમયથી નદીપારના પશ્ચિમ ઝોન ઉપરાંત ઉત્તર-પશ્ચિમ અને દક્ષિણ-પશ્ચિમ ઝોનના વિસ્તારોમાં કોરોનાના કેસ નોંધાતા હતા.
પરંતુ મંગળવારે દક્ષિણ ઝોનના લાંભા અને મણિનગર વોર્ડમાં પણ કોરોના સંક્રમણ વધતા મ્યુનિ.તંત્ર હરકતમાં આવ્યુ છે.સૂત્રોમાંથી મળતી માહીતી મુજબ,શહેરમાં અગાઉની જેમ ફરી આયુર્વેદીક દવાઓ સાથેની કીટ તૈયાર કરી લોકો સુધી પહોંચાડવા અંગે વિચારણા ચાલી રહી છે.
સિવિલ હોસ્પિટલમાં 500 ઉપરાંત દર્દીઓ સારવાર હેઠળ
શહેરના અસારવા વિસ્તારમાં આવેલી સીવીલ હોસ્પિટલમાં કોરોનાના દર્દીઓની સંખ્યા સતત વધતી જાય છે.સત્તાવારસૂત્રોમાંથી મળતી માહીતી મુજબ,સીવીલ હોસ્પિટલમાં કોરોનાના ૫૦૦ ઉપરાંત દર્દીઓ સારવાર લઈ રહ્યા છે.
25130 લોકોને કોરોના વિરોધી રસી અપાઈ
અમદાવાદ શહેરમાં મ્યુનિસિપલ કોર્પોરેશન હસ્તકની હોસ્પિટલો ઉપરાંત અર્બન હેલ્થ સેન્ટર તેમજ સરકારી અને ખાનગી હોસ્પિટલોમાં કોરોના વિરોધી રસી આપવામાં આવી રહી છે.બુધવારે કુલ ૨૫૧૩૦ લોકોને કોરોના વિરોધી રસી આપવામાં આવી હતી.જેમાં ૧૪૩૧૦ પુરૃષ અને ૧૦૮૨૦ મહિલાઓનો સમાવેશ થતો હતો.
READ ALSO
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31