GSTV
Gujarat Government Advertisement

શહેરની મોટાભાગની હોસ્પિટલો કોરોનાના દર્દીઓથી ફુલ, એકિટવ કેસની સંખ્યા પણ વધીને 1272 પર: અમદાવાદની પરિસ્થિતિ બની ચિંતાજનક!

Last Updated on March 24, 2021 by

અમદાવાદ શહેરમાં છેલ્લા કેટલાક દિવસથી સતત વધી રહેલા કોરોનાના કેસ બાદ મંગળવારે અત્યાર સુધીના સૌથી વધુ 502 કેસ નોંધાવા પામ્યા છે.ઉપરાંત બે દર્દીના મોત થયા છે. શહેરમાં રોકેટ ગતિથી વધી રહેલા કોરોના કેસને લઈ મોટાભાગની હોસ્પિટલોમાં કોરોના દર્દીઓને સારવાર આપતા મોટા ભાગના વોર્ડ ફૂલ થઈ જવા પામ્યા છે.

શહેરમાં રોકેટ ગતિથી વધી રહેલા કોરોના કેસને લઈ મોટાભાગની હોસ્પિટલ ફૂવ

જો કે આ દર્દીઓ પૈકી હોમ આઈસોલેશનમાં રાખવામાં આવ્યા હોય એવા દર્દીઓની સંખ્યા વધુ હોવાનું આધારભૂત સૂત્રોમાંથી જાણવા મળ્યું છે.શહેરમાં એકિટવ કેસની સંખ્યા પણ વધીને 1272 ઉપર પહોંચવા પામી હોવાનું સત્તાવાર સૂત્રોમાંથી જાણવા મળ્યું છે. આ અંગે મળતી માહીતી મુજબ,શહેરમાં ગત માર્ચથી લઈને 23 માર્ચ સુધીના સમયમાં સૌથી વધુ 502 કોરોનાના નવા કેસ મંગળવારે નોંધાતા અત્યાર સુધીમાં શહેરમાં કોરોનાના કુલ 63716 કેસ નોંધાવા પામ્યા છે.મંગળવારે કોરોનામાંથી સાજા થયેલાં 383 દર્દીઓને રજા આપવામાં આવતા શહેરમાં અત્યાર સુધીમાં કુલ 60005 લોકો કોરોનામાંથી મુકત થયા છે.

CORONA TEST

શહેરમાં અત્યાર સુધીમાં કુલ 60005 લોકો કોરોનામાંથી મુકત થયા

મંગળવારે વધુ બે લોકોના મોત થતાં અત્યાર સુધીમાં કોરોનાના કારણે 2282 લોકોના મરણ થવા પામ્યાં છે.શહેરમાં સૌથી વધુ ચિંતા જનક પરિસ્થિતિ નદીપારના વિસ્તારોમાં કોરોના સંક્રમણને લઈને જોવા મળી રહી છે.બોડકદેવ વોર્ડ ઉપરાંત થલતેજ,ગોતા,ચાંદલોડીયા અને જોધપુર સહિતના વોર્ડમાં કોરોનાના કેસ વધુ નોંધાઈ રહ્યા હોવાનું આધારભૂત સૂત્રોમાંથી જાણવા મળ્યું છે.

થલતેજ,ગોતા,ચાંદલોડીયા અને જોધપુર સહિતના વોર્ડમાં કોરોનાના કેસ વધુ

બીજી તરફ શહેરમાં આવેલી મ્યુનિસિપલ કોર્પોરેશન હસ્તકની હોસ્પિટલો ઉપરાંત સરકારી હોસ્પિટલો અને ખાનગી હોસ્પિટલોમાં પણ કોરોનાની સારવાર માટે અલાયદા શરૂ કરવામાં આવેલા વોર્ડ કોરોનાના દર્દીઓથી ભરાઈ જતા જે દર્દીઓને સામાન્ય લક્ષણો જોવા મળતા હોય એવા દર્દીઓને હોમ આઈસોલેશનમાં રહીને સારવાર લેવા માટે સમજૂત કરવામાં આવી રહ્યા હોવાનું આધારભૂત સૂત્રોમાંથી જાણવા મળે છે.

વધુ એક કોર્પોરેટર કોરોના પોઝિટિવ

ગત વર્ષે માર્ચ મહિનાથી શહેરમાં શરૂ થયેલા કોરોના સંક્રમણથી અત્યાર સુધીમાં ગત ટર્મના પચાસથી વધુ કોર્પોરેટરો કોરોના સંક્રમિત થયા હતા.આધારભૂત સૂત્રોમાંથી મળતી માહીતી મુજબ,ખાડિયા વોર્ડમાંથી પહેલી વખત કોર્પોરેટર બનેલા ભાજપના એક કોર્પોરેટર કોરોના સંક્રમિત થયા છે.

તા.નોંધાયેલા કેસ
15205
16241
17264
18298
19335
20401
21443
22481
23502

ટેસ્ટ કરાવવા માટે લાંબી લાઈનો લાગી

શહેરમાં ફરી એક વખત કોરોના સંક્રમણ વધતા અલગ અલગ વિસ્તારોમાં આવેલા અર્બન હેલ્થ સેન્ટરો અને કેટલાક સ્થળોએ ફરીથી શરૂ કરવામાં આવેલા ડોમની બહાર લોકોએ કોરોના અંગે રેપીડ ટેસ્ટ કરાવવા માટે લાંબી લાઈન લગાવી દીધી હતી.કેટલાક સ્થળોએ ટેસ્ટીંગ કીટ ખુટી જવાથી લાઈનમાં ઉભા રહ્યા બાદ પણ લોકોને ટેસ્ટ કર્યા વગર પાછા ફરવુ પડયુ હોવાનું આધારભૂત સૂત્રોમાંથી જાણવા મળ્યું છે.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

Dev post create for auto notification 35

Dev post create for auto notification 34

Dev post create for auto notification 33