GSTV
Gujarat Government Advertisement

પાંચ રાજ્યમાં ભયાનક સ્થિતી: અનલોકમાં મળેલી છૂટ ભારે પડી, દૈનિક આવતા કેસોમાં ધીમે ધીમે થઈ રહ્યો છે વધારો

Last Updated on March 16, 2021 by

છેલ્લા કેટલાક સમયથી ભારતમાં કોરોનાની ગતિમાં વધારો નોંધાયો છે. તેમાં પણ ખાસ કરીને મહારાષ્ટ્રમાં કોરોના મહામારીની વધુ એક લહેર જોવા મળી રહી છે ત્યારે રાજ્યમાં વધી રહેલા કોરોનાના કેસની સ્થિતિની સમિક્ષા કરવા માટે કેન્દ્ર સરકારે એક ટીમ મોકલી હતી જેણે જણાવ્યું છે કે મહારાષ્ટ્રમાં સક્રિય રીતે ટ્રેક, ટેસ્ટિંગ, ક્વોરન્ટીન અને સંભવિત સંપર્કો માટે સિમિત પ્રયાસ કરવામાં આવ્યા છે.

પાંચ રાજ્યોમાં સૌથી ખતરનાક સ્થિતી

ટીમને સૂચન કર્યું છે કે દરેક કોરોના પોઝિટીવ વ્યક્તિ માટે ઓછામાં ઓછા 20થી 30 જેટલા નિકટવર્તી સંપર્કોને ટ્રેક કરવાની જરૂરિયાત છે.. ટીમે જણાવ્યું કે ગ્રામીણ અને શહેરી વિસ્તારોમાં લોકો નિયમોનું પાલન કરી રહ્યા નથી. કેન્દ્રીય ટીમે અનુમાન લગાવ્યું છે કે તંત્રએ કોરોનાને રોકવા માટે ઓગષ્ટ-સપ્ટેમ્બર 2020 જેવા જ પ્રતિબંધો લગાવવાની જરૂરિયાત છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય મુજબ પાંચ રાજ્યો મહારાષ્ટ્ર, પંજાબ, ગુજરાત, કર્ણાટક અને તમિલનાડુમાં કોરોનાના સૌથી વધુ નવા કેસ નોંધાઇ રહ્યા છે.

ગુજરાત અને મધ્ય પ્રદેશમાં પ્રતિબંધો લાદી દેવાયા

જેમ જેમ દેશમાં ફરી વખત કોરોના કેસમાં વધારો થઇ રહ્યો છે. તેની સાથે સાથે વિવિધ રાજ્યો દ્વારા ફરી થી પ્રતિબંધો પણ લગાવવામાં આવી રહ્યા છે. ગઇકાલે ગુજરાત સરકારે અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટમાં નાઇટ કર્ફ્યુ લાગુ કર્યો છે. ત્યારે ગુજરાત બાદ આજે મધ્ય પ્રદેશ સરકારે પણ બે શહેરોમાં નાઇટ કર્ફ્યુ લગાવવાનો નિર્ણય કર્યો છે.

દૈનિક કેસોમાં આવી રહ્યો છે ઉછાળો

દેશભરમાં કોરોના વાઇરસના કેસોમાં ઝડપથી વધારો થઇ રહ્યો છે. આશરે ત્રણ મહિના બાદ ભારતમાં કોરોના વાઇરસના નવા 26,291 કેસો સામે આવ્યા છે. 85 દિવસમાં દૈનિક કેસોમાં સૌથી મોટો ઉછાળો છે. જેને પગલે રાજ્યોને સતર્ક રહેવાની ચેતવણી અપાઇ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી રાજ્યોના મુખ્ય પ્રધાનોની સાથે આગામી બુધવારે બેઠક યોજી ચર્ચા કરશે. ભારતમાં 78 ટકા કેસ માત્ર પાંચ રાજ્યોના છે મહારાષ્ટ્ર, કેરળ, પંજાબ, કર્ણાટક, ગુજરાત, તમિલનાડુના છે. જ્યારે છ રાજ્યો કે જ્યાં કોરોનાના કેસો ઝડપથી વધી રહ્યા છે ત્યાં દરરોજના 400થી વધુ કેસ સામે આવી રહ્યા છે.

છેલ્લા 24 કલાકમાં 118 લોકોના થયાં મોત

આ રાજ્યોમાં કર્ણાટક, ગુજરાત, તમિલનાડુ, મધ્ય પ્રદેશ, દિલ્હી તેમજ હરિયાણાનો સમાવેશ થાય છે. જ્યારે 24 કલાકમાં 118 લોકોના મોત નિપજ્યા છે જેમાં મહારાષ્ટ્ર પ્રથમ ક્રમે છે. જ્યારે તેલંગાણાની એક સ્કૂલમાં 12 શિક્ષકોને કોરોના વાઇરસ થયો જેને પગલે સ્કૂલના બધા સ્ટાફનું ટેસ્ટિંગ કરવામાં આવ્યુ હતું.બીજી તરફ પંજાબના જાલંધર, નવાશહર અને શાહપુરમાં કોરોના વાઇરસના નવા સ્ટ્રેન મળ્યા છે. જે સાથે જ 8 જિલ્લાઓમાં નાઇટ કરફ્યૂ પણ લાગુ કરવામાં આવ્યો છે.

મધ્ય પ્રદેશના આ શહેરોમાં લગાવ્યો નાઈટ કર્ફ્યૂ


મધ્ય પ્રદેશના ભોપાલ અને ઇંદૌર શહેરમાં નાઇટ કર્ફ્યુ લાગુ કરવામાં આવ્યો છે. આજે ભોપાલમાં મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણની અધ્યક્ષતામાં મળેલી કોરોના સમીક્ષા બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે. રાજ્યમાં વધી રહેલા કોરોના કેસને ધ્યાનમાં લઇને સરકારે આ નિર્ણય કર્યો છે. સાથએ જ મહારાષ્ટ્રમાંથી મધ્ય પ્રદેશ આવતી લોકોનું થર્મલ સ્કેનિંગ શરુ રહેશે અને તેવા લોકોને એક અઠવાડિયા સુધી આઇસોલેશનમાં રહેવું પડશે.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

Dev post create for auto notification 35

Dev post create for auto notification 34

Dev post create for auto notification 33