GSTV
Gujarat Government Advertisement

કોરોનાનો ફફડાટ: શહેરના નદીપારના 10થી વધુ સ્થળો માઈક્રોકન્ટેઈન્મેન્ટમાં, અમદાવાદીઓ ભૂલથી પણ આ વિસ્તારનાં જતા નહીં!

Last Updated on March 21, 2021 by

અમદાવાદમાં એક જ દિવસમાં કોરોનાના નવા 401 કેસ શનિવારે નોંધાયા છે.આ સાથે જ શહેરના નદીપારના વિસ્તારોમાં કોરોનાનું સંક્રમણ સતત વધી રહ્યુ છે.શનિવારે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા નવા વીસ કોરોના સંક્રમણ ધરાવતા સ્થળને માઈક્રોકન્ટેઈન્મેન્ટમાં મુકયા છે.આ સ્થળ પૈકી નદીપારના વિસ્તારોના 14 સ્થળનો સમાવેશ થાય છે.

મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા નવા વીસ કોરોના સંક્રમણ ધરાવતા સ્થળને માઈક્રોકન્ટેઈન્મેન્ટમાં મુકયા

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા અગાઉ કુલ 127 સંક્રમિત સ્થળ માઈક્રોકન્ટેઈન્મેન્ટમાં મુકવામાં આવ્યા હતા.જે પૈકી બે સ્થળના નિયંત્રણ દુર કરવામાં આવ્યા છે.શનિવારે દક્ષિણ-પશ્ચિમ ઝોનના સાત, દક્ષિણ ઝોનના ચાર,પૂર્વ ઝોનના બે ઉપરાંત ઉત્તર-પશ્ચિમ ઝોનના ત્રણ અને પશ્ચિમ ઝોનના ચાર કોરોના સંક્રમિત સ્થળને માઈક્રોકન્ટેઈન્મેન્ટમાં મુકવામાં આવ્યા છે.

કોરોના

5136 લોકોને કોરોના વિરોધી રસી આપવામાં આવી

અમદાવાદ શહેરમાં મ્યુનિસિપલ કોર્પોરેશન હસ્તકની હોસ્પિટલો ઉપરાંત અર્બન હેલ્થ સેન્ટરો તેમજ અન્ય ખાનગી હોસ્પિટલોમાં કોરોના વિરોધી રસી આપવામાં આવી રહી છે.શનિવારે કુલ 15136 લોકોને કોરોના વિરોધી રસી આપવામાં આવી હતી.રસી લેનારાઓમાં 8211 પુરૂષ,6925 મહિલા અને આ પૈકી 6925 સિનિયર સિટીઝનોનો સમાવેશ થતો હતો.રવિવારે 122 કેન્દ્રો પરથી કોરોના વિરોધી રસી આપવામાં આવશે.

સ્વામીનારાયણ ગુરૂકુળના આઠ સ્વામી કોરોના પોઝિટિવ

આધારભૂત સૂત્રોમાંથી મળતી માહીતી મુજબ,શહેરના હાથીજણ વિસ્તારમાં આવેલા સ્વામી નારાયણ ગુરૂકુળના આઠ સ્વામી કોરોના પોઝિટિવ થયા છે.

શહેરમાં ખાણી-પીણીના એકમો બંધ કરાવાયા

શનિવારે મ્યુનિસિપલ કોર્પોરેશનના સોલિડ વેસ્ટ વિભાગની ટીમ દ્વારા શહેરના લો-ગાર્ડન વિસ્તારમાં આવેલી હેપી ફૂડ સ્ટ્રીટ ઉપરાંત રાજસ્થાન હોસ્પિટલ રોડ,અસારવા સીવીલ હોસ્પિટલ રોડ, વિરાટનગર ચાર રસ્તા ઉપરાંત મણિનગર અને ગોતા વોર્ડ સહિતના વિવિધ વિસ્તારોમાં રાત્રિ ચેકીંગ કરવામાં આવ્યું હતુ.આ તપાસમાં જયાં પણ સોશિયલ ડિસ્ટન્સનો અમલ થતો હોય એમ ના લાગતા જે તે વિસ્તારમાં ચાલતા ખાણી-પીણીના એકમો મ્યુનિ.તંત્ર દ્વારા બંધ કરાવવામાં આવ્યા હતા.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

Dev post create for auto notification 35

Dev post create for auto notification 34

Dev post create for auto notification 33