GSTV
Gujarat Government Advertisement

શહેરના ઉત્તર-પશ્ચિમ ઝોનમાં કોરોના વિસ્ફોટ, અમદાવાદના આ વિસ્તારોમાં વાયરસનો કહેર વધ્યો

Last Updated on April 4, 2021 by

 અમદાવાદ શહેરમાં છેલ્લા કેટલાક દિવસોથી સતત વધી રહેલા કોરોનાના સંક્રમણની વચ્ચે શહેરના ઉત્તર-પશ્ચિમ ઝોનમાં આવેલા બોડકદેવ,થલતેજ,ગોતા ઉપરાંત ઘાટલોડીયા અને ચાંદલોડીયા વોર્ડમાં સંક્રમણ વધતા હાઉસ ટુ હાઉસ સર્વે કરવાની ફરજ પડી છે.અમદાવાદ શહેરના બોડકદેવ સહિતના આ પાંચ વોર્ડમાં મળીને કુલ 55 સ્થળ એવા માલૂમ પડયા છે.જયાં કોરોનાના કેસમાં વધારો થવા પામ્યો છે.

શહેરના બોડકદેવ સહિતના આ પાંચ વોર્ડમાં મળીને કુલ 55 સ્થળ એવા માલૂમ પડયા

આ અંગે મળતી માહીતી મુજબ, શહેરમાં છેલ્લા કેટલાક દિવસોથી રોજ 600 ઉપરાંત કોરોનાના કેસ નોંધાતા સફાળા જાગેલા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ઉત્તર-પશ્ચિમ ઝોનમાં આવેલા પાંચ વોર્ડમાં હાઉસ ટુ હાઉસ સર્વે હાથ ધરી જે સ્થળોએ કોરોનાના સૌથી વધુ કેસ નોંધાયા છે તેવા ટાવરોની એક યાદી તૈયાર કરી આ ટાવરોમાં હાઉસ ટુ હાઉસ સર્વે હાથ ધરવાનો નિર્ણય કર્યો હોવાનું મ્યુનિસિપલ કોર્પોરેશનના ઉચ્ચ અધિકારી પાસેથી જાણવા મળ્યું છે.

નોંધપાત્ર બાબત તો એ છે કે,મ્યુનિ.તંત્ર દ્વારા ઉત્તર-પશ્ચિમ ઝોનમાં સૌથી વધુ કોરોના સંક્રમણ વાળા વિસ્તારોની યાદી જાહેર કરવામાં આવ્યા બાદ મ્યુનિ.ના જ એક ઉચ્ચ અધિકારીએ આ યાદી જાહેર થઈ જતા તેને મિડીયા ગુ્રપમાંથી ડીલીટ કરી નાંખી હતી.

ઉત્તર-પશ્ચિમ ઝોનમાં સંક્રમણવાળા સ્થળ

બોડકદેવ – બિનોરી મોનેટા, વસ્ત્રાપુર, મંત્ર એપાર્ટમેન્ટ, કૃષ્ણકુંજ એપા., મલ્હાર એપા, દિવ્ય જયોત એપા, કલગી એપા, આંચલ એપા, શાશ્વત એપા, આમ્રપાલી એપા, અકીક ટાવર, શુભ શાંતિ એપા.

ઘાટલોડિયા – ઝવેરી જવેલર્સની ગલી, રાજ રત્ન એપા, ગોકુલ એપા, ઈન્દિરા ફલેટ, સારથી એપા, આશાપુરી સોસા, વાઘેશ્વરી સોસા,

ગોતા – બાબુનગર, નિર્માણ બંગલો, સાગર સંગીન, વૃંદાવન પાર્ટ-1, હીર પાર્ટી પ્લોટ, સુવર્ણધામ ટવીન, સમેત રેસી, પંચામૃત, જયઅંબે ફાર્મ, આશિર્વાદ આકેર્ડ

થલતેજ – તરૂણનગર સોસા-પાર્ટ-1, સ્ટર્લિંગ રો-હાઉસ, વિશ્રૂત બંગલો, જૈન દેરાસર, પૃથ્વી ટાવર, હીમાલયા, ગોકુલ કોમ્પલેક્ષ, નવનીધી

ચાંદલોડિયા – મલબાર સિટી-2, સર્વોદય સેવા ટ્રસ્ટ, ગણેશ પાર્ક, ઉન્નતિ સ્કૂલ, ઉમા બંગલો, ભાગ્યલક્ષ્મી રો હાઉસ, રાજયોગ કોમપલેક્ષ, નિર્ણય ટાવર, પ્રસ્થાન બંગલો, ક્રીષ્ના એપા.

અમદાવાદ શહેરમાં સતત નવમા દિવસે કોરોનાના રેકોર્ડબ્રેક નવા 646 નવા કેસ નોંધાયા છે.કોરોનાના કારણે ચાર લોકોના મોત થવા પામ્યા છે. શહેરમાં સતત વધી રહેલા કોરોનાના નવા કેસોની સાથે એકિટવ કેસની સંખ્યા પણ વધીને 1828 ઉપર પહોંચવા પામી છે.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

Dev post create for auto notification 35

Dev post create for auto notification 34

Dev post create for auto notification 33