GSTV
Gujarat Government Advertisement

સુરતમાં 10 હજારથી વધુ મકાનો માઈક્રો કન્ટેઇમેન્ટ ઝોનમાં, જીવલેણ વાયરસનં સંક્રમણ વધ્યું

કોરોના

Last Updated on March 9, 2021 by

ગુજરાત રાજ્યમાં છેલ્લા ઘણા દિવસોથી વિવિધ શહેરોમાં જીવલેણ કોરોના વાયરસનો કહેર વધ્યો છે. બીજી તરફ સુરતમાંથી પણ ચોંકાવનારા સમાચાર સામે આવી રહ્યા છે. સુરત શહેરમાં કોરોનાએ ફરી માથું ઊંચક્યું છે. શહેર અને જિલ્લામાં પ્રતિ દિવસ 100 જેટલા કોરોના કેસો નોંધાઈ રહ્યા છે. જેના પગલે પાલિકાએ વેપારીઓ સાથે મહત્વની બેઠક કરી હતી. જ્યાં માર્કેટ વિસ્તારમાં કોરોનાનું સંક્રમણ ન ફેલાય તે માટે સૂચનો આપવામાં આવ્યા હતા.

માર્કેટ વિસ્તારમાં કોરોનાનું સંક્રમણ ન ફેલાય તે માટે સૂચનો આપવામાં આવ્યા

કોરોના પોઝીટીવ કેસોને લઈ પાલિકાએ 513 કન્ટેનમેન્ટ ઝોન જાહેર કર્યા છે..જ્યારે 10 હજાર 422 ઘરને માઈક્રો કન્ટેનમેન્ટ ઝોન વિસ્તાર જાહેર કર્યો છે…શહેરની શાળાઓમાં પ્રતિ દિવસ 3 – 4 કેસો કોરોના પોઝીટીવ નોંધાઈ રહ્યા છે..બહારગામથી આવતા લોકોમાં પ્રતિ દિવસ 4 જેટલા લોકો કોરોના પોઝીટીવ આવી રહ્યા છે.

સુરત શહેરમાં શાળા-કોલેજો અને કોંચિંગ કલાસીસમાં કોરોનાના કેસો નોંધાશે તો શાળા કોલેજોને બંધ કરવાની ચીમકી પાલિકાએ આપી છે.

કોરોનાનો કહેર વધ્યો

Gujarat Government Advertisement

Related posts

Dev post create for auto notification 35

Dev post create for auto notification 34

Dev post create for auto notification 33