GSTV
Gujarat Government Advertisement

કામના સમાચાર/ કોરોના વેક્સિન લેવા માટે કયા ડોક્યમેન્ટ્સ સાથે લઈ જવા પડશે, જાણો કઈ કઈ ખાનગી હોસ્પિટલોમાં મળશે આ રસી

Last Updated on March 1, 2021 by

અમદાવાદ શહેરમાં આજે સોમવારથી કોરોના વેકિસનેશનના ત્રીજા તબકકાનો આરંભ થવા જઈ રહ્યો છે.આ તબકકામાં 60 વર્ષથી ઉપરની ઉંમરના સિનિયર સિટીઝનો ઉપરાંત 45 વર્ષથી ઉપરની વયના તમામને કોરોના વેકિસન આપવામાં આવશે. મ્યુનિસિપલ કોર્પોરેશન હસ્તકની હોસ્પિટલો ઉપરાંત સરકારી હોસ્પિટલો, ખાનગી હોસ્પિટલો તેમજ મ્યુનિસિપલ કોર્પોરેશન હસ્તકના તમામ અર્બન હેલ્થ સેન્ટર ઉપર કોરોના વેકિસન આપવા અંગેની તમામ તૈયારીઓ પુરી કરી લેવામાં આવી છે.

બે તબકકામાં અંદાજે 1.40 લાખ લોકોને કોરોના વેકિસન આપવામાં આવી

આ અંગે મળતી માહીતી મુજબ,ગત વર્ષે માર્ચ મહિનામાં અમદાવાદ શહેરમાં કોરોના મહામારી શરૂ થયા બાદ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા 16 જાન્યુઆરી-2021થી અમદાવાદ શહેરમાં ફરજ બજાવતા હેલ્થ વર્કર ઉપરાંત મેડિકલ અને પેરા મેડિકલ સ્ટાફને કોરોના વેકિસન આપવાની શરૂઆત કરવામાં આવી હતી. બીજા તબકકામાં ફ્રન્ટલાઈન કોરોના વોરીયર્સ તરીકે ફરજ બજાવનારા એ.એમ.ટી.એસ. બી.આર.ટી.એસ.ફાયરબ્રિગેડ ઉપરાંત મ્યુનિસિપલ સ્કૂલબોર્ડના સ્ટાફની સાથે મ્યુનિસિપલ કોર્પોરેશનના વિવિધ વિભાગોમાં ફરજ બજાવતા અધિકારીઓ અને કર્મચારીઓ સહિત કુલ મળીને બે તબકકામાં અંદાજે 1.40 લાખ લોકોને કોરોના વેકિસન આપવામાં આવી હતી.

મ્યુનિસિપલ કોર્પોરેશનના હેલ્થ વિભાગ તરફથી તૈયારી પુરી કરવામાં આવી

આજથી શરૂ થઈ રહેલા કોરોના વેકિસનેશનના ત્રીજા તબકકામાં ઘણી મોટી સંખ્યામાં શહેરીજનોને કોરોના વેકિસનેશનથી આવરી લેવા માટેની મ્યુનિસિપલ કોર્પોરેશનના હેલ્થ વિભાગ તરફથી તૈયારી પુરી કરવામાં આવી છે. 60 વર્ષ કે તેનાથી વધુ વય ધરાવતા જે સિનિયર સિટીઝનો છે એ તમામને કોરોના વેકિસન આપવામાં આવનાર છે.ઉપરાંત 45 વર્ષ કે તેથી વધુની ઉંમર ધરાવનારાઓને પણ કોરોના વેકિસન આપવામાં આવનાર છે.

અમદાવાદની કઇ ખાનગી હોસ્પિટલમાં સિનિયર સિટીઝન માટે વેક્સિનેશન થશે?

ઈસ્ટ ઝોન : કાનબા હોસ્પિટલ. નોર્થ વેસ્ટ ઝોન : એપોલો સીવીએચએફ હોસ્પિટલ, ગ્લોબલ હોસ્પિટલ, સ્ટર્લિંગ હોસ્પિટલ, સાલ હોસ્પિટલ, એસજીવીપી હોલિસ્ટિક હોસ્પિટલ. નોર્થ ઝોન : આનંદ સર્જીકલ હોસ્પિટલ પ્રા.લિ., જીસીએસ મેડિકલ કોલેજ હોસ્પિટલ, સ્ટાર હોસ્પિટલ. સાઉથ વેસ્ટ ઝોન : તપન હોસ્પિટલ. વેસ્ટ ઝોન : એચસીજી હોસ્પિટલ, સુશ્રૂષા હોસ્પિટલ, સેવિયર હોસ્પિટલ, એસએમએસ હોસ્પિટલ.

આજથી સિવિલ હોસ્પિટલમાં ટ્રાન્સપ્લાન્ટ ડાયાલિસિસના દર્દીઓ માટે રસીકરણ

ધ ઈન્સ્ટિટયુટ ઓફ કિડની ડિસિઝ એન્ડ રીસર્ચ સેન્ટર દ્વારા ટ્રાન્સપ્લાન્ટ અને ડાયાલિસિસના દર્દીઓ માટે આવતીકાલથી સિવીલ હોસ્પિટલના પરિસરમાં રસીકરણ શરૂ કરવામાં આવશે. જેના માટે ઈન્સ્ટિટયુટે ટ્રાન્સપ્લાન્ટ, ડાયાલિસિસના દર્દીઓને આઇકેઆરડીસી પરિસરના રૂમ નંબર-507ની મુલાકાત લેવા અનુરોધ કર્યો છે. 45 વર્ષથી વધુ વયના લોકોએ રસીકરણ કરાવતા અગાઉ તેમની સાથે આધાર કાર્ડ કે  ઈલેક્શન કાર્ડ જેવા ઓળખપત્ર પોતાની સાથે લાવવા પણ નિર્દેશ કર્યો છે.

45 વર્ષથી ઉપરની ઉંમરનાને કોઈ બીમારી હશે તો તબીબી સર્ટિ. આપવું પડશે

મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આજથી શરૂ થઈ રહેલાં કોરોના વેકિસનેશનના ત્રીજા તબકકામાં 60 વર્ષથી વધુની વયના સિનિયર સિટીઝનો ઉપરાંત 45 વર્ષ કે તેનાથી વધુની વય ધરાવનારને પણ કોરોના વેકિસન આપવામાં આવનાર છે.45 વર્ષથી વધુની ઉંમર ધરાવતા હોય એવા વ્યકિતને હાઈ બ્લડપ્રેસર કે અન્ય કોઈ પ્રકારની બિમારી હશે તો તેવા સંજોગોમાં વેકિસન લેનાર વ્યકિતિએ તેમની સાથે તબીબી સર્ટીફીકેટ સાથે રાખવું પડશે.

આટલા પુરાવા કોરોના વેકિસન લેતા સમયે સાથે રાખવા પડશે

કોરોના વેકિસન લેવા જતા વ્યકિતએ પોતાની સાથે ઓળખ માટેના પુરાવા તરીકે ઈલેકશન કાર્ડ,આધાર કાર્ડ,ડ્રાઈવીંગ લાયસન્સ અથવા પાનકાર્ડ આ ચાર પૈકી કોઈપણ એક પુરાવો ઓળખ માટે સાથે રાખવો જરૂરી બનશે એમ મ્યુનિસિપલ કોર્પોરેશનના સત્તાવારસૂત્રોમાંથી જાણવા મળ્યું છે.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

Dev post create for auto notification 35

Dev post create for auto notification 34

Dev post create for auto notification 33