Last Updated on March 15, 2021 by
દેશમાં કોરોના પોઝિટિવ કેસોનો આંકડો સતત વધી રહ્યો છે. આજે દેશમાં એક દિવસમાં રેકોર્ડ પોઝિટિવ કેસ નોંધાયા છે. આજે દેશમાં એક દિવસમાં રેકોર્ડ કેસ નોંધાયા છે. દેશમાં ગત 24 કલાકમાં 26,291 નવા પોઝિટિવ કેસ નોંધાયા છે. જ્યારે આ મહામારીના કારણે 118 લોકોના મોત થયા છે. ગઈકારે 25,320 પોઝિટિવ કેસ નોંધાયા હતા. દેશમાં અત્યાર સુધીમાં 2 કરોડ 99 લાખથી વધારે લોકોને વેક્સિન આપવામાં આવી ચુકી છે.
દેશમાં અત્યાર સુધીમાં 2 કરોડ 99 લાખથી વધારે લોકોને વેક્સિન
આરોગ્ય મંત્રાલયના આંકડાઓ પ્રમાણે આજે દેશમાં કોરોના પોઝિટિવ કેસોની સંખ્યા 1,13,85,339 પહોંચી ગઈ છે, તેમાંથી 1,58,725 લોકોના મોત થયાં છે. દેશમાં એક્ટિવ કેસોની કુલ સંખ્યા વધીને 2,19,262 થઈ છે જ્યારે કુલ સ્વસ્થ થાનારા દર્દીઓનો આંકડો 1,10,07,352 થયો છે. ગઈકાલે 17,455 દર્દીઓ સ્વસ્થ થયાં, દેશમાં અત્યાર સુધીમાં કુલ 2,99,08,038 લોકો વેક્સિન લઈ ચુક્યાં છે.
ICMRના જણાવ્યું અનુસાર દેશમાં કાલ સુધીમાં કોરોના માટે કુલ 22,74,07,413 સેમ્પલ ટેસ્ટ કરવામાં આવી ચુક્યાં છે. જેમાંથી 07,03,772 સેમ્પલ ગઈકાલે ટેસ્ટ કરવામાં આવ્યા હતા.
કોરોના માટે કુલ 22,74,07,413 સેમ્પલ ટેસ્ટ કરવામાં આવી ચુક્યાં
દેશમાં મહારાષ્ટ્ર સૌથી વધારે કોરોના પ્રભાવિત રાજ્ય બન્યું છે પરંતુ તેની સાથે-સાથે હવે મધ્યપ્રદેશમાં પણ કોરોનાના કેસોમાં સતત વધારો નોંધાઈ રહ્યો છે. એ સિવાય દેશમાં ગુજરાત, પંજાબ, દિલ્હી, હરિયાણા, રાજસ્થાનમાં પણ કેસો વધી રહ્યાં છે. તેને જોતા કેન્દ્ર સરકારે એ રાજ્યોમાં પણ સતર્કતા રાખવા જણાવ્યું છે જ્યાં સ્થિતિ કંટ્રોલમાં છે. નીતી આયોગના સભ્ય વીકે પોલે પણ આ અઠવાડિયે કહ્યું હતું કે મહારાષ્ટ્રમાં સ્થિતિ ચિંતાજનક છે કારણ કે ત્યાં અનેક શહેરોમાં સખ્ત લોકડાઉન લાગૂ કરવું પડી રહ્યું છે.
READ ALSO
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31