GSTV
Gujarat Government Advertisement

અમદાવાદમાં કોરોનાનું સંક્રમણ વધ્યું: ચેપ વધતાં કુલ 269 એરિયાને મુક્યા કન્ટેન્ટમેન્ટ ઝોનમાં, આ રહ્યુ લિસ્ટ

Last Updated on April 3, 2021 by

અમદાવાદ શહેરમાં કોરોના સંક્રમણને અટકાવવા માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા વિવિધ પગલાઓ લેવામાં આવે છે. જેના ભાગરૂપે ઝોનમાંથી આવેલા રિપોર્ટમાં જણાવ્યા પ્રમાણે જોઈએ તો, અમદાવાદ શહેરમાં કુલ 269 માઈક્રો કન્ટેન્ટમેન્ટ એરિયા અમલમાં આવ્યા છે. જે અંતર્ગત આજે વધુ 29 વિસ્તારને માઈક્રો કન્ટેઈન્મે્ટ વિસ્તાર તરીકે જાહેર કરાયા છે.

જ્યારે 17 એવા વિસ્તાર છે, જેને માઈક્રો કન્ટેઈન્મેટ ઝોનમાંથી બહાર કાઢવામાં આવ્યા છે.

ગુજરાતમાં આજે રેકોર્ડબ્રેક 2815 કોરોના કેસ નોંધાતા તંત્ર દોડતું થયું છે. સતત રસીકરણ છતા કોઇ પણ પ્રકારે રાજ્યમાં કોરોના કાબુમાં નથી આવી રહ્યો. રાજ્યમાં 2815 નવા કોરોના કેસ નોંધાયા છે તો બીજી તરફ 2063 લોકો કોરોનાને મ્હાત આપીને સાજા પણ થયા છે. અત્યાર સુધીમાં કુલ 2,96,713 દર્દીઓ કોરોનાને મહાત્મ આપી ચુક્યા છે. જો કે રાજ્યનો રિકવરી રેટ આજે પણ ઘટ્યો હતો અને 94.03 ટકાએ પહોંચ્યો હતો.

અત્યાર સુધીમાં 62,30,249 વ્યક્તિઓનું પ્રથમ ડોઝનું અને 7,64,347 વ્યક્તિઓનું બીજા ડોઝની રસી અપાઇ ચુકી છે. આ પ્રકારે કુલ 69,94,796 રસીકરણના ડોઝ આપવામાં આવ્યા. આજે 60 વર્ષથી વધારે વયના અને 45-60 વર્ષનાં કુલ 3,71,055 વ્યક્તિઓને પ્રથમ ડોઝ અને 32,624 વ્યક્તિઓનું બીજા ડોઝનું રસીકરણ કરાયું છે. અત્યાર સુધીમાં રાજ્યમાં એક પણ વ્યક્તિને આ રસીની કોઇ ગંભીર આડઅસર જોવા મળી નથી.

રાજ્યમાં એક્ટિવ કેસની વાત કરીએ તો કુલ 14,298 એક્ટિવ દર્દી છે, જે પૈકી 161 લોકો વેન્ટિલેટર પર છે અને 14,137 લોકો સ્ટેબલ છે. 2,96,713 લોકોને ડિસ્ચાર્જ અપાઇ ચુક્યું છે. 4552 લોકોનાં મોત નિપજ્યાં છે. આજે રાજ્યમાં કોરોનાને કારણે 13 લોકોનાં દુખદ નિધન થયા છે. સુરત કોર્પોરેશનમાં 5, અમદાવાદ કોર્પોરેશનમાં 4, ભાવનગર કોર્પોરેશન, રાજકોટ, તાપી અને વડોદરામાં 1-1 લોકોનાં મોત નિપજ્યાં છે. આ પ્રકારે રાજ્યમાં આજે કોરોનાને કારણે કુલ 13 લોકોનાં મોત નિપજ્યાં છે.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

Dev post create for auto notification 35

Dev post create for auto notification 34

Dev post create for auto notification 33