Last Updated on March 13, 2021 by
મ્યાંમારમાં વંશીય હિંસાનો સામનો કરી રહેલા રોહિંગ્યા શરણાર્થીઓના જમ્મુ-કાશ્મીરમાં પહોંચવાની તપાસમાં કેટલીક આશ્ચર્યજનક હકીકતો સામે આવી છે. સલામતી એજન્સીઓના જણાવ્યા મુજબ રોહિંગ્યા શરણાર્થીઓને મ્યાંમારમાં વંશીય હિંસા શરૂ થઈ તે પહેલાં જ જમ્મુ-કાશ્મીરમાં લાવીને વસાવવાનું શરૂ થયું હતું. પોલીસે તાજેતરમાં જ જમ્મુમાં ગેરકાયદે વસતા ૧૫૦ જેટલા રોહિંગ્યાઓની અટકાયત કરી હતી, જેને પગલે અહીં વસતા રોહિંગ્યાઓને હવે દેશનિકાલનો ડર સતાવી રહ્યો છે.
જમ્મુ-કાશ્મીરમાં પોલીસને ૧૫૦થી વધુ રોહિંગ્યા શરણાર્થીઓ ગેરકાયદે વસવાટ કરતાં હોવાનું જણાયું છે. પરિણામે પોલીસે આ લોકોની અટકાયત કરી હતી અને તેમને જમ્મુની હિરાનગર જેલમાં મોકલી આપ્યા હતા. સરકારે ગેરકાયદે વસતા રોહિંગ્યાઓને મ્યાંમાર પાછા મોકલી આપવાની કાર્યવાહી શરૂ કરી છે તેમ અધિકારીઓએ જણાવ્યું હતું. જોકે, જમ્મુ-કાશ્મીરમાં રોહિંગ્યા શરણાર્થીઓના વસવાટની તપાસમાં સલામતી એજન્સીઓને જણાયું છે કે મ્યાંમારમાં રોહિંગ્યાઓ પર અત્યાચાર અને વંશીય ભેદભાવ શરૂ થયા તે પહેલાંથી જ તેમને અહીં લાવીને વસાવવામાં આવ્યા હતા.
બે ડઝનથી વધુ રોહિંગ્યા પરિવારો મળી આવ્યા
સલામતી એજન્સીને બે ડઝનથી વધુ રોહિંગ્યા પરિવારો મળી આવ્યા છે, જે ૧૯૯૯માં ફારૂક અબ્દુલ્લાની સરકાર દરમિયાન જ જમ્મુ-કાશ્મીરમાં આવીને વસી ગયા હતા. જ્યારે મ્યાંમારમાંથી રોહિંગ્યાઓનું મોટાપાયે પલાયન ૨૦૧૫માં શરૂ થયું હતું.
સલામતી એજન્સીના એક વરિષ્ઠ અધિકારીએ કહ્યું હતું કે જમ્મુમાં રોહિંગ્યા શરણાર્થીઓના પહોંચવા પાછળ મ્યાંમારમાં વંશીય હિંસા અસલી કારણ નથી તે હવે સાબિત થઈ ગયું છે. તેમને એક મોટા કાવતરાં હેઠળ લાંબા સમયથી મ્યાંમારથી જમ્મુ-કાશ્મીરમાં લાવીને વસાવવામાં આવ્યા છે. તેમણે ઉમેર્યું કે, ૧૯૯૯-૨૦૦૦માં ફારૂક અબ્દુલ્લાની સરકાર હતી ત્યારે જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદ ચરમ પર હતો. એવા સમયે સામાન્ય લોકો ત્યાં જતા ડરતા હતા. જ્યારે રોહિંગ્યા પરિવાર મ્યાંમારથી હજારો કિ.મી.નો પ્રવાસ ખેડીને જમ્મુ-કાશ્મીરમાં આવીને વસવા લાગ્યા હતા. તેની પાછળ કાવતરું હોવાની સંભાવના છે. રોહિંગ્યાઓને જમ્મુ-કાશ્મીરમાં લાવનારી એક એનજીઓને મોટાપાયે પાકિસ્તાન, યુએઈ અને સાઉદી અરબમાંથી ફંડ મળ્યું હોવાના પણ સંકેત મળ્યા છે.
રોહિંગ્યાઓએ ૧૯૯૯થી જ જમ્મુ-કાશ્મીરમાં રહે છે
સુરક્ષા એજન્સીના અધિકારીઓ મુજબ પૂછપરછ દરમિયાન અનેક રોહિંગ્યાઓએ પોતે જ ૧૯૯૯થી જ જમ્મુ-કાશ્મીરમાં રહેતા હોવાની વાત કબૂલી છે. તપાસ આગળ વધતા આવા રોહિંગ્યાઓની સંખ્યા વધવાની આશંકા છે. આટલા લાંબા સમયથી રહેતા રોહિંગ્યા શરણાર્થીઓએ સ્થાનિક અધિકારીઓ સાથે મીલીભગતથી આધાર કાર્ડ અને રેશન કાર્ડ પણ બનાવી લીધા હતા. આ દસ્તાવેજોના આધારે અનેક રોહિંગ્યા શરણાર્થીઓ જમ્મુ-કાશ્મીરના મૂળ નિવાસી બની ગયા હતા. તાજેતરમાં જમ્મુ-કાશ્મીરમાં રોહિંગ્યા શરણાર્થીઓ વિરુદ્ધ શરૂ થયેલી તપાસ પછી આવી અનેક ઘટનાઓ સામે આવી છે.
Read Also
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31