Last Updated on March 12, 2021 by
પશ્ચિમ બંગાળમાં વિધાનસભાની ચૂંટણીને ધ્યાને રાખીને શુક્રવારના રોજ સ્ટાર પ્રચારકોની યાદી જાહેર કરવામાં આવી છે. જેમાં 30 પ્રચારકોના નામ શામેલ છે. કોંગ્રેસના સ્ટાર પ્રચારકોમાં સોનિયા ગાંધી, રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધીની સાથે સાથે કેટલાય કોંગ્રેસી નેતાઓના નામ શામેલ છે. જો કે, આ લિસ્ટમાં જી-23 નેતાઓને જગ્યા આપવામાં આવી નથી. જે કોંગ્રેસ હાઈકમાન્ડના કામથી ખૂશ નથી.
30 સ્ટાર પ્રચારકોની યાદી જાહેર કરી
આપને જણાવી દઈએ કે, કોંગ્રેસ પાર્ટીએ આજે પોતાના 30 સ્ટાર પ્રચારકોની યાદી જાહેર કરી છે. તેમાં કોંગ્રેસના વચ્ચગાળાના અધ્યક્ષ સોનિયા ગાંધી અને પ્રિયંકા ગાંધીની સાથે સાથે પૂર્વ પીએમ મનમોહન સિંહનું નામ પણ શામેલ છે. આ ઉપરાંત સચિન પાયલોટ, નવજોત સિંહ સિદ્ધુ, અભિજીત મુખર્જી અને મોહમ્મદ અઝરૂદ્દીન જેવા નેતાઓના સમાવેશ થાય છે.
The following is the list of our respected leaders of @INCIndia, who would visit the state as star campaigners for the ensuing First Phase of elections. pic.twitter.com/kHPQTXPDVm
— West Bengal Congress (@INCWestBengal) March 12, 2021
આ નેતાઓના સહારે પ્રચાર કરશે
બંગાળ કોંગ્રેસમાં પ્રચાર માટે મલ્લિકાર્જૂન ખડગે, અશોક ગહેલોત, કેપ્ટન અમરિંદર સિંહ, ભૂપેશ બઘેલ, કમલનાથ, અધીર રંજન, બીકે હરિપ્રસાદ, સલમાન ખુર્શીદ, રણદીપ સુરજેવાલા, જિતિન પ્રસાદ, આરપીએન સિંહ, અબ્દુલ મન્નાન, પ્રદીપ ભટ્ટાચાર્ય, દીપા દાસમુંસી, એએચ ખાન ચૌધરી, દીપેન્દ્ર હુડ્ડા, અખિલેશ પ્રસાદ સિંહ, રામેશ્વર, આલમગીર આલમ, પવન ખેડા, બીપી સિંહનું નામ શામેલ છે.
હાઈકમાન્ડથી નારાજ નેતાઓને દૂર રખાયા
ગુલામ નબી આઝાદ, કપિલ સિબ્બલ, આનંદ શર્મા, રાજ બબ્બર, મિલિંદ દેવડા, ભૂપિંદર સિંહ હુડ્ડા, મનીષ તિવારી, વીરપ્પા મોઈલી, પીજે કુરિયન, સંદીપ દીક્ષિત, જિતિન પ્રસાદ, રેણુકા ચૌધરી, વિવેક તન્ખા, મુકુલ વાસનિક, અરવિંદર સિંહ લવલી જેવા નેતાઓનું નામ આ લિસ્ટમાં નથી. આ લોકો જી 23ના સભ્યો છે.
READ ALSO
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31