Last Updated on March 2, 2021 by
દેશના 5 રાજ્યોમાં વિધાનસભા ચૂંટણીઓ આવી રહી છે જેને લઈને તમામ રાજકીય પક્ષોએ કમર કસી લીધી છે. ત્યારે કોંગ્રેસ પણ ઉપરાછાપરી જાહેર સભ્ય કરી રહી છે, ત્યારે હવે કોંગ્રેસના રાષ્ટ્રીય મહાસચિવ પ્રિયંકા ગાંધી પણ ચૂંટણી પ્રવાસો કરી રહ્યા છે. હાલ પ્રિયંકા ગાંધી આસામના પ્રવાસે છે જ્યાં તેમણે CAAને લઈને મોટું નિવેદન કર્યું છે.
આગામી વિધાનસભા ચૂંટણીને ધ્યાને રાખી કોંગ્રેસના જનરલ સેક્રેટરી પ્રિયંકા ગાંધી આસામના પ્રવાસે છે. આજે તેમના પ્રવાસનો બીજો દિવસ હતો. પ્રિયંકાએ આજે ચાના બગીચામાં કામ કરતા મજૂરો વચ્ચે કામ કરી તેમની સાથે વાત કરી હતી. જે પછી તેજપુરમાં રેલીને સંબોધતા પ્રિયંકા ગાંધીએ મોટું નિવેદન આપ્યું કે, જો કોંગ્રેસ સત્તામાં આવશે તો CAA રદ કરવા નવો કાયદો લાવશે. આ સાથે યુવાનોને સરકારી નોકરીઓ અપાવશે.
પ્રિયંકા ગાંધીએ કહ્યું કે,‘જો આસામમાં કોંગ્રેસની સરકાર બનશે તો ઓછામાં ઓછી 5 લાખ યુવાઓને સરકારી નોકરીઓ અપાશે. અમારી સરકાર બનવા પર લોકોને 200 યુનિટ વિજળી મફત મળશે. જેથી લોકોના વિજ બિલના 1400 રૂપિયા દરમહિને બચશે. ગૃહિણીઓને દરમહિને 2000 રૂપિયા ગૃહિણી સન્માનના ભાગરૂપે મળશે. ચાના બગીચામાં કામ કરતા મજૂરોને 365 રૂપિયા વેતન મળશે.’
દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.
MUST READ:
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31