Last Updated on March 12, 2021 by
કોંગ્રેસના નેતાઓને તેમની દાંડી યાત્રાના કાર્યક્રમને લઇને મંજૂરી નથી અપાઇ. આવામાં કોંગી નેતાઓને નજર કેદ કરાઇ હોવાનો દાવો કરાયો છે. કોંગી ધારાસભ્ય ઋત્વીક મકવાણાએ પોલીસે આવીને પૂછપરછ કર્યાનો દાવો કર્યો હતો. મોડી રાતે ઋત્વિક મકવાણાની અટકાયત કરાઇ હતી. જો કે અમિત ચાવડાની દરમિયાનગીરી બાદ તેમનો છુટકારો થયો હતો. ”
- કોંગ્રેસની કિસાન ટ્રેક્ટર યાત્રાના આયોજન બાદ એમએલએ કવાટર ખાતે પોલીસ બંદોબસ્ત.
- કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાના નિવાસસ્થાને પોલીસ
- એમએલએના મુખ્ય દરવાજે પોલીસ તહેનાત કરાઈ
અમિત ચાવડાની દરમિયાનગીરી બાદ તેમનો છુટકારો થયો
ગાંધીનગર એમએલએ કવાટરમાં તેમને પોલીસે નજરકેદ કર્યા હોય તેવી સ્થિતી ઉભી થઇ છે. ઉલ્લેખનીય છે કે બીજી તરફ સરકારી તંત્રએ મંજૂરી ન આપતા કોંગ્રેસે રાજયપાલના દરબારમાં ધામા નાખ્યા છે. જેમાં દર વરસે કોંગ્રેસ દાંડી યાત્રા કાઢતી હોવા છતા આ વખતે મંજૂરી ન અપાતા સવાલ ઉઠાવ્યા છે. કોંગ્રેસે ટ્રેક્ટર યાત્રા કાઢવાની તૈયારી કરી હતી. જો કે તંત્રએ રાતથી જ કોંગ્રેસના આયોજન પર ધોંસ બોલાવી હતી.
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31