GSTV
Gujarat Government Advertisement

ઝટકો/ ગુજરાતમાં કોંગ્રેસના વળતા પાણી, આ ધારાસભ્ય હાર્યા નગરપાલિકાની ચૂંટણી

કોંગ્રેસ

Last Updated on March 2, 2021 by

ગુજરાતની 81 નગરપાલિકાની સામાન્ય ચૂંટણી તથા 23 નગરપાલિકાઓની પેટાચૂંટણી રવિવારે યોજાઇ હતી. મતગણતરી મુજબ અત્યારે ભાજપ 67, કોંગ્રેસ 7 અને અન્ય 1 બેઠક પર આગળ ચાલી રહી છે.ત્યારે પેટલાદના ધારાસભ્ય નિરંજન પટેલ પેટલાદ નગરપાલિકાની ચૂંટણી હારી ગયા છે.

કોંગ્રેસ

પેટલાદના ધારાસભ્ય નિરંજન પટેલે નગરપાલિકાની ચૂંટણીમાં કારમી હારનો સામનો કરવો પડ્યો છે. નિરંજન પટેલે બે વોર્ડમાંથી ઉમેદવારી નોંધાવી હતી. જો કે જનતાએ તેમને જાકારો આપ્યો છે. જણાવી દઇએ કે કોંગ્રેસના ધારાસભ્ય એ વોર્ડ ૩ અને ૫ માંથી ઉમેદવારી નોંધાવી હતી.

હાર્દિક પટેલના વતનમાં કોંગ્રેસના ભૂંડા હાલ

ગુજરાત રાજ્યની 31 જીલ્લા પંચાયત, 81 નગરપાલિકા તથા 231 તાલુકા પંચાયતોની રવિવારે ચૂંટણી યોજાઈ હતી. આ ચૂંટણીમાં મોટાભાગના મતક્ષેત્રોમાં 60 ટકાથી વધુનું રેકોર્ડ બ્રેક મતદાન થયુ હતુ. ગુજરાતના ગ્રામીણ ભાગો પર વર્ચસ્વ માટે મુખ્ય હરિફ પક્ષો એવા ભાજપ તથા કોંગ્રેસ દ્વારા એડીચોટીનું જોર લગાવવામાં આવ્યું હતું. હવે આજના લોકચુકાદા પુર્વે બન્ને મુખ્ય રાજકીય પક્ષોના શ્વાસ અદ્ધર છે. રાજકીય નિષ્ણાંતો એવો નિર્દેશ કરી રહ્યા છે કે 2015માં વાતાવરણ અલગ હતું. પાટીદાર અનામત આંદોલન, કૃષિપેદાશોના નીચા ભાવ સહિતના પરિબળો હતો. ગ્રામ્ય મતદારો ભડકેલા હતા.

હાર્દિક પટેલના વતનમાં કોંગ્રેસના વળતા પાણી

અત્યારે ભાજપ 67, કોંગ્રેસ 7 અને અન્ય 1 બેઠક પર આગળ ચાલી રહી છે.ત્યારે ગુજરાત કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલના વતન વિરમગામમાં કોંગ્રેસના સૂપડા સાફા થઇ ગયા છે અને ભાજપ 10 બેઠક સાથે આગળ ચાલી રહ્યું છે. જ્યારે અપક્ષ 6 બેઠક પર આગળ છે.

  • પેટલાદના ધારાસભ્ય નિરંજન પટેલ નગરપાલિકાની ચૂંટણી હાર્યા, રાજ્યમાં 81 નગરપાલિકામાં ભાજપ 67, કોંગ્રેસ 7 અને અન્ય 1 પર આગળ
  • 12 વાગ્યા સુધીની મતગણતરી મુજબ અત્યારે ભાજપ 67, કોંગ્રેસ 7 અને અન્ય 1 બેઠક પર આગળ ચાલી રહી છે.પેટલાદના ધારાસભ્ય નિરંજન પટેલ નગરપાલિકાની ચૂંટણી હાર્યા, રાજ્યમાં 81 નગરપાલિકામાં ભાજપ 67, કોંગ્રેસ 7 અને અન્ય 1 પર આગળ

જુઓ 12 વાગ્યા સુધીનું ચૂંટણી પરિણામ

District NameTotal SeatElectedUncontestBJPBJP_UCONGCONG_UIndependentIND_UOtherOTH_U
Ahmadabad9603 3      
Amreli15600        
Anand2124332   11 
Arvalli6000        
Banas Kantha112404       
Bharuch13201 1      
Bhavnagar9600        
Botad6800        
Devbhumi Dwarka5200        
Dohad3601 1      
Gandhinagar7200        
Gir Somnath128022 20 2    
Jamnagar2800        
Junagadh3601 1      
Kachchh1964646      
Kheda15243232     
Mahesana152028 28      
Morbi1041204 8     
Narmada2800        
Navsari7600        
Panch Mahals6802 2      
Patan80101       
Porbandar52404       
Rajkot4405 5      
Sabar Kantha604545      
Surat11600        
Surendranagar1644949      
Tapi2800        
Vadodara8805 5      
Valsad2801 1      
  • મોરબી નગરપાલિકાના વોર્ડ-8મા ભાજપની પેનલનો વિજય
  • સિક્કા નગરપાલિકા કોંગ્રેસ બહુમતિ તરફ, 28માંથી 14 બેઠક કરી કબજે
  • સિક્કા નગરપાલિકામાં 8 પર ભાજપ અને 2 પર NCPના ઉમેદવારની જીત
  • સુરત કડોદરા નગરપાલિકામાં ભાજપનો ભગવો લહેરાયો, 27 બેઠક કરી પ્રાપ્ત
  • સુરતની બારડોલી નગરપાલિકામાં ભાજપનો કબજો
  • માળીયા-મીયાણા નગરપાલિકામાં ભાજપને એક પણ બેઠક નહીં
  • મોડાસા નગરપાલિકામાં 26માથી 16 પર ભાજપનો વિજય
  • બોટાદ નગરપાલિકા વોર્ડ ૩ માં ભાજપની પેનલ વિજેતા
  • પાલનપુર નગરપાલિકા વોર્ડ 8 માં ભાજપની પેનલ વિજેતા
  • ભરૂચ નપા વોર્ડ 1 માં કોંગ્રેસની પેનલ વિજેતા
  • પોરબંદર છાયા નગરપાલિકામાં ભાજપને બહુમતી
  • પોરબંદરમાં ભાજપને 26 તો કોંગ્રેસના ફાળે માત્ર 2 બેઠક
  • ગણદેવી નગરપાલિકા વોર્ડ-5મા ભાજપની પેનલનો વિજય
  • ભરૂચ નગરપાલિકા વોર્ડ-3મા ભાજપની પેનલનો વિજય
  • દાહોદ નગરપાલિકા વોર્ડ-2 મા ભાજપની પેનલ વિજેતા
  • ડભોઈ નગરપાલિકાના વોર્ડ-2મા ભાજપની પેનલનો વિજય
  • અંકલેશ્વર વોર્ડ-3ની પેનલમાં ભાજપનો વિજય
  • ઊના નગરપાલિકામાં ભાજપને 35 અને AAPને 1 બેઠક મળી
  • શહેરા નગરપાલિકાના વોર્ડ-2માં ભાજપ પેનલની જીતી.

Read Also

Gujarat Government Advertisement

Related posts

Dev post create for auto notification 35

Dev post create for auto notification 34

Dev post create for auto notification 33