GSTV
Gujarat Government Advertisement

નેતાઓ પણ ઝપેટમાં/ વધુ એક ધારાસભ્ય કોરોનાની હડફેટે, કોંગ્રેસના MLA નૌશાદ સોલંકી થયા સંક્રમિત

Last Updated on March 23, 2021 by

ગુજરાતમાં કોરોનાનો રાફડો ફાટ્યો છે. ત્યારે હવે ધીરે-ધીરે પહેલાંની જેમ નેતાઓ પણ કોરોના સંક્રમિત થઇ રહ્યાં છે. ત્યારે તાજેતરમાં વધુ એક મહત્વના સમાચાર સામે આવ્યાં છે. કોંગ્રેસના વધુ એક ધારાસભ્ય કોરોના પોઝિટિવ થયા છે. નૌશાદ સોલંકીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.

કોરોના

બજેટ સત્ર દરમિયાન ધારાસભ્યો ઉપરાંત મંત્રીઓનો સ્ટાફ પણ કોરોના પોઝિટિવ

ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં કોરોનાએ ફરી એક વાર ઉથલો માર્યો છે. વધતા જતાં કોરોનાના કેસોને પગલે ગુજરાતમાં આંશિક લોકડાઉનની સિૃથતી સર્જાઇ છે ત્યારે ગુજરાત વિધાનસભામાં બજેટ સત્ર ચાલી રહ્યું છે. આ સત્ર દરમિયાન હવે ધારાસભ્યો ઉપરાંત મંત્રીઓનો સ્ટાફ પણ કોરોનાથી સંક્રમિત થયો છે. ભાજપના ધારાસભ્ય મોહન ધોડિયા કોરોનાની ચપેટમાં આવ્યાં છે જ્યારે મુખ્યમંત્રીના અંગત સચિવ ઉપરાંત બે મંત્રીના પર્સનલ આસિસટન્ટને પણ કોરોના થયો છે.

ધારાસભ્ય મોહન ઘોડિયા કોરોના પોઝિટિવ

ગુજરાત વિધાનસભાના બજેટ સત્ર દરમિયાન મહુવાના ધારાસભ્ય મોહન ઘોડિયાને કોરોના થયો છે.મોહન ઘોડિયાએ ગત સપ્તાહે જ કોરોનાની રસી લીધી હતી ત્યાર પછી તેઓ વિધાનસભામાં આવ્યા જ ન હતાં. રસી લીધા બાદ પણ ભાજપના ધારાસભ્ય કોરોનાથી સંક્રમિત થયા હતાં.

ભાજપના ધારાસભ્ય વિજય પટેલ થયાં હોમ કવોરન્ટાઇન

ડાંગના ભાજપના ધારાસભ્ય વિજય પટેલને પણ કોરોનાના લક્ષણો જણાયાં છે જેના કારણે તેઓ હોમ કવોરન્ટાઇન થયાં છે. ઉલ્લેખનીય છે કે, બે દિવસ પહેલાં જ પાંચ ડેપ્યુટી સેક્રેટરી કોરોનાની ચપેટમાં આવ્યા હતાં ત્યારે હવે વધુ અધિકારીઓ કોરોનાથી સંક્રમિત થયા છે.

CM નાં અંગત સચિવ નિરજ પાઠક પણ કોરોના સંક્રમિત

તો બીજી બાજુ મુખ્યમંત્રી વિજય રૂપાણીના અંગત સચિવ નિરજ પાઠક પણ કોરોનાથી સંક્રમિત થયા હતાં. આ ઉપરાંત કૃષિ મંત્રી આર.સી.ફળદુના પીએસ મહેશ લાડને કોરોના થયો હતો. સાથે સાથે શ્રમ રોજગાર મંત્રી દિલિપ ઠાકોરના પીએસ ધર્મજીત યાજ્ઞિક પણ કોરોનાની ચપેટમાં આવ્યા હતાં.

READ ALSO :

Gujarat Government Advertisement

Related posts

Dev post create for auto notification 35

Dev post create for auto notification 34

Dev post create for auto notification 33